Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોર્ડનું પેપર આપી પરત ફરતાં વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો:તાપીમાં બે બાઇક સામસામે અથડાતાં ચારના મોત, જોરદાર ટક્કરમાં એક બાઈક સળગી ઉઠી

    9 hours ago

    તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઈવે પર હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ધોરણ 12ની પરીક્ષા આપીને પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. ઉચ્છલ નિઝર હાઇવે પર નિઝર સીમમાં બે બાઇક સામસામે અથડાતાં ત્રણ વિદ્યાર્થીઓ સહિત કુલ ચાર લોકોના મોત થયાં છે. ત્રણના ઘટના સ્થળે જ્યારે એકનું હોસ્પિટલમાં સારવારમાં મોત થયું છે. ત્રણ વિદ્યાર્થીઓ તેમજ અન્ય બાઈક ચાલકનું મોત નિઝર ખાતે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપીને પરત ફરી રહેલા ગંગથા ગામના 3 યુવાનોની બાઈક સામેથી આવી રહેલી અન્ય એક બાઈક સાથે અથડાઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈકમાં સવાર ત્રણ વિદ્યાર્થીઓ તેમજ સામેની બાઈકમાં સવાર યુવકનું મોત થયું છે. આમ આ અકસ્માતમાં ચારના મોત થયા છે. એક સાથે ચારના મોતને પગલે હાઈવે રકત રંજિત થયો હતો. બાઈક બળીને ખાખ થઈ ગઈ આ ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માત બાદ તરત જ બાઈકમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી, જેમાં બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. આ કરુણ ઘટનામાં બંને બાઈક પર સવાર કુલ ચાર આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ પ્રાથમિક વિગતો મુજબ, મૃતક યુવકો કુકરમુંડા તાલુકાના ગંગથા અને બોરીકુવા ગામના રહેવાસી છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે ચોથા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. ઘટનાની જાણ થતા જ નિઝર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોના નામ અનિકેત રેહમાનસીંગ વસાવે (રહે. ગંગથા) અભિજીત મંગલસીંગ વસાવે (રહે. ગંગથા) પિયુશ રાજુ વળવી (રહે. બોરીકુવા) તાપી ઉપરાંત આજે બનાસકાંઠા જિલ્લામાં પણ બોર્ડનું પેપર આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. બોર્ડનું હિન્દીનું પેપર આપવા જતા'તા ને કાળ ભેટ્યો, બે વિદ્યાર્થીઓના મોત બનાસકાંઠાના પાંથાવાડા નજીક ગુંદરી હાઈવે પર આજે (11 માર્ચે ) ભયાનક અકસ્માત સર્જાયો હતો. ભેરૂનાથ હોટેલ પાસે ટેન્કરની ટક્કરે બાઈક સવાર બે વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ મોત થયા છે. ધોરણ-12 બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા ત્યારે બંન્ને વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. પૂરપાટ ઝડપે ટેન્કરે બાઈક પર સવાર બંને વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. જેના કારણે બંન્નેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતક વિદ્યાર્થીઓની ઓળખ સાતસણ ગામના લાલાભાઈ ચૌધરી અને ગુંદરી ગામના હરેશસિંહ રાજપૂત તરીકે થઈ છે. જે બંન્ને પાંથાવાડાની હાઈસ્કૂલમાં ધોરણ-12 આર્ટ્સનું પેપર આપવા જઈ રહ્યા હતા. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) સુરતમાં બે બાઇક વચ્ચે ભયાનક અકસ્માત, CCTV આજથી 6 દિવસ પહેલા સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ‘દુખીયાના દરબાર’ રોડ પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બની હતી. બે મોટરસાયકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ CCTVમાં જોવા મળે છે કે, લાલ શર્ટમાં આવતો બાઇક સામેથી ડાબી સાઇડ તરફ જ શાંતિથી જઈ રહેલા બાઇક ચાલક સાથે બાઇક અથડાવી દે છે. જો કે આ અકસ્માતમાં સાઇડમાં આવી રહેલા નિર્દોષ બાઇક ચાલકનું મોત થઈ ગયું હતું. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    Meta rolls out new AI tools, warnings and partnerships to tackle online scams
    Next Article
    Centre Orders Telegram To Remove Pirated Content, Flags 3,100 Channels

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment