Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અમારા ગરીબની હાય લાગશે', શાકભાજીની લારી ચલાવતી મહિલાઓની આજીજી:વરાછામાં દબાણ શાખાની ટીમ પહોંચતા નાસભાગ મચી, લારી ઊંધી વળી ગઈ

    1 day ago

    સુરત શહેરના વરાછા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ધારાસભ્ય કુમાર કાનાણીની રજૂઆત બાદ મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે. જોકે, આ કામગીરી દરમિયાન ગરીબ લારીવાળાઓની જે સ્થિતિ સર્જાઈ છે તે જોઈને પથ્થર દિલના માણસનું કાળજું પણ પીગળી જાય. ભગીરથનગર અને ગાયત્રી માર્કેટ વિસ્તારમાં જ્યારે તંત્રનો સપાટો બોલાયો, ત્યારે કાયદા અને માનવતા વચ્ચેનો સંઘર્ષ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. તંત્રનો સપાટો અને ગરીબ મહિલાની કરુણ આજીજી વરાછાના ભગીરથનગર વિભાગ-2માં જ્યારે દબાણ ખાતાની ગાડીઓ પહોંચી ત્યારે નાસભાગ મચી ગઈ હતી. એક બાજુ ટ્રાફિક પોલીસનો કાફલો અને બીજી બાજુ પાલિકાના કર્મચારીઓ લારીઓ ખેંચી રહ્યા હતા. આ દરમિયાન એક મહિલા શાકભાજી વિક્રેતા પોતાની મહેનતની કમાણી બચાવવા માટે કર્મચારીઓ સામે કરગરી રહી હતી. "સાહેબ, લારી લઈ જવી હોય તો લઈ જાઓ, પણ મારું શાકભાજી તો રહેવા દો," આ શબ્દો તે મહિલાના મુખેથી વારંવાર નીકળી રહ્યા હતા, પરંતુ ખાખી અને વહીવટી તંત્રના જોર સામે તેની આજીજી ટૂંકી પડી રહી હતી. 'હું તમારા પગે લાગું છું', 15 વાર વિનંતી છતાં કર્મચારીઓ ટસના મસ ન થયા સૌથી વધુ માર્મિક દ્રશ્યો ત્યારે સર્જાયા જ્યારે એક વૃદ્ધ મહિલા શાકભાજી વિક્રેતા કર્મચારીઓના પગે પડવા મજબૂર થઈ. તેણે લગભગ 10 થી 15 વખત કર્મચારીઓને વિનંતી કરી કે "હું તમારા પગે લાગું છું, મારો માલ ન લઈ જાઓ." પોતાના લોહી-પરસેવાની કમાણીથી ખરીદેલું શાકભાજી જ્યારે જપ્ત થઈ રહ્યું હતું, ત્યારે તે મહિલાની આંખોમાં લાચારી અને આક્રોશ બંને જોવા મળતા હતા. લાંબી આજીજી બાદ અંતે કર્મચારીઓએ તેને શાકભાજી લઈ જવા દેવા માટે સંમતિ આપી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું. રસ્તા પર વેરાયું શાકભાજી: પેટનો ખાડો પૂરવા મહિલાઓ રસ્તા પરથી માલ વીણતી દેખાઈ દબાણ હટાવવાની પ્રક્રિયા એટલી ઝડપી અને કડક હતી કે અનેક મહિલાઓના શાકભાજી રસ્તા પર વેરાઈ ગયા હતા. લારીઓ ખેંચતી વખતે શાકભાજીના કરંડિયા ઉંધા વળી જતાં ટામેટાં, રીંગણ અને અન્ય શાકભાજી ગંદકીમાં પણ ભળી ગયા હતા. તેમ છતાં, ગરીબ મહિલાઓ રસ્તા પર બેસીને એક-એક શાકભાજી વીણતી નજરે પડી હતી. જે માલ વેચીને સાંજે ઘરનો ચૂલો સળગવાનો હતો, તે માલ રસ્તા પર રગદોળાતો જોઈને ત્યાં હાજર લોકોના મનમાં પણ તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. ધારાસભ્યની ફરિયાદ અને તંત્રની કડક કાર્યવાહી આ સમગ્ર ઓપરેશન પાછળ સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણીની ફરિયાદ કારણભૂત હોવાનું મનાય છે. તેમણે વરાછામાં સતત સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. ત્યારબાદ પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમે આક્રમક રીતે લારી-ગલ્લા દૂર કરવાનું શરૂ કર્યું છે. જોકે, સ્થાનિકોમાં ચર્ચા છે કે મોટા શોરૂમ અને અડચણરૂપ પાર્કિંગ સામે પગલાં લેવાને બદલે માત્ર લારીવાળા ગરીબોને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે રોષની લાગણી જન્મી છે. વૃદ્ધાની લાચારી: 'આ મારો માલ છે, તમે ન લઈ જાઓ' ઘટનાસ્થળે એક વૃદ્ધા જે લગભગ 6 થી 7 કર્મચારીઓ સામે એકલી લડી રહી હતી, તેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. તે સતત કહી રહી હતી કે, "આ મારો માલ છે, આમેય અમે ગરીબ છીએ, અમને કેમ હેરાન કરો છો?" અધિકારીઓ માત્ર એક જ રટણ લગાવી રહ્યા હતા કે "તમે અહીંથી નીકળો, તમે અડચણરૂપ છો." તંત્રની આ કઠોરતા સામે વૃદ્ધાની આજીજી દીવાલ સાથે માથું ભટકાવવા જેવી સાબિત થઈ રહી હતી. શાકભાજી બચાવવા મહિલાઓ પાછળ કર્મચારીઓની દોડધામ ભગીરથનગર વિસ્તારમાં દ્રશ્યો એવા હતા કે જાણે કોઈ ગુનેગારને પકડવા પોલીસ દોડી રહી હોય. પોતાની શાકભાજીની ટોપલીઓ લઈને ભાગતી મહિલાઓ પાછળ દબાણ ખાતાના કર્મચારીઓ દોડતા જોવા મળ્યા હતા. આ ભાગદોડમાં કેટલીક મહિલાઓ નીચે પડી ગઈ હતી અને તેમની લારીઓ પણ પલટી ગઈ હતી. સવાલ એ ઉઠે છે કે શું ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે આટલી હદે અમાનવીય અભિગમ અપનાવવો જરૂરી છે? ડીસીપી પન્ના મોમાયાનું નિવેદન: ટ્રાફિકની સમસ્યા મુખ્ય કારણ આ કાર્યવાહી અંગે ટ્રાફિક વિભાગના ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, "ગાયત્રી માર્કેટ, કાપોદ્રા અને સરથાણા-વરાછા વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામની ફરિયાદો મળતી હતી. લોકો અડચણરૂપ રીતે વાહનો પાર્ક કરે છે અને રસ્તા પર લારીઓ ઉભી રાખવાથી વાહનવ્યવહાર ખોરવાય છે. પાછળના ભાગે ઉભા રહીને પણ લોકો શાકભાજી વેચે છે, જે ટ્રાફિક સમસ્યામાં વધારો કરે છે. આથી ટ્રાફિક વિભાગ અને મનપાની ટીમે સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી છે."
    Click here to Read More
    Previous Article
    ચોરી કેસનો ફરાર આરોપી વિરાણીયાથી ઝડપાયો:લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ગુનામાં મહીસાગર પેરોલ ફર્લો શાખાની કાર્યવાહી
    Next Article
    તહેવારો પૂર્વે સોમનાથ-પ્રભાસ પાટણમાં પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ:રામનવમી, ચેટીચાંદ, રમઝાન માટે કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ સજ્જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment