Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓમ બિરલા પરથી ઘાત ટળી!:સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર, અમિત શાહ બોલ્યા- જે આંખ મારે છે, ફ્લાઈંગ કીસ આપે છે તે સ્પીકર પર સવાલ ઉઠાવે છે

    5 days ago

    લોકસભામાં બુધવારે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિમતથી ફગાવી દેવામાં આવ્યો. તેમના પર ગૃહની કાર્યવાહી દરમિયાન ભેદભાવ કરવાનો આરોપ હતો. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે 56 મિનિટ સુધી જવાબ આપ્યો. તેમણે આ દરમિયાન રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા અને ગણાવ્યું કે 17મી, 18મી લોકસભામાં બોલવા માટે કેટલો સમય મળ્યો. તેમણે સ્પષ્ટ કહ્યું કે ગૃહ નિયમ મુજબ ચાલશે. સ્પીકરને નિયમોના ઉલ્લંઘન પર રોકવાનો અને ટોકવાનો અધિકાર છે. આ ગૃહ મેળો નથી, જે નિયમ મુજબ નહીં ચાલે, તેમનું માઈક બંધ થશે. શાહે વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું, અરે ભાઈ, અહીં નિયમોથી બોલવું પડે છે, અહીં આટલા વરિષ્ઠ સભ્યો બેઠા છે, મને તો હજી પણ સમજાતું નથી કે શશિ થરૂર, બાલુ સાહેબ બેઠા છે, તેમને કેમ નથી શીખવતા. તેઓ PM મોદીને આવીને ભેટી પડે છે. આંખ મારે છે. ફ્લાઈંગ કિસ આપે છે. મને તો બોલવામાં પણ શરમ આવે છે. કોઈની પણ સામે આપણે એક આંગળી બતાવીએ છીએ તો 4 આંગળીઓ આપણી તરફ પણ દેખાય છે. આ પહેલા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી અને વિપક્ષ પર ઘણા આરોપો લગાવ્યા હતા. આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે પણ અમે બોલવા જઈએ છીએ ત્યારે અમને રોકવામાં આવે છે. તેમણે કહ્યું કે આ ચર્ચા લોકશાહી અને સ્પીકરની ભૂમિકા પર છે. ઘણી વખત મારું નામ લેવામાં આવ્યું. દરેક વખતે અમને બોલતા રોકવામાં આવ્યા. રાહુલે કહ્યું કે છેલ્લી વાર બોલતી વખતે મેં વડાપ્રધાન તરફથી કોમ્પ્રોમાઇઝનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગૃહ દેશનું પ્રતિનિધિત્વ કરે છે. પહેલીવાર વિપક્ષના નેતાને બોલવા દેવામાં આવ્યા નહીં. પીએમ કોમ્પ્રોમાઇઝ્ડ છે. રાહુલના આટલું બોલવા પર રવિશંકર પ્રસાદે કહ્યું- ક્યારેય નહીં... ક્યારેય નહીં. પીએમ મોદીનું ભારત ક્યારેય કોમ્પ્રોમાઇઝ્ડ નહીં થાય. સ્પીકરની ઘણી વખત ખુરશી ઘેરવામાં આવી, કાગળો ફેંકવામાં આવ્યા, પરંતુ તેઓ હસતા રહ્યા. સંસદીય કાર્યવાહી પર મિનિટ-ટુ-મિનિટ અપડેટ્સ માટે, નીચેનો બ્લોગ વાંચો...
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનમાં તાપમાન 40°C થી વધુ, MPમાં 39°C પહોંચ્યું:બિહારમાં વરસાદનું યલો એલર્ટ; જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં વરસાદ-બરફવર્ષાની સંભાવના
    Next Article
    PMએ કહ્યું- કેરળને મલયાલી નામ મળ્યું:આની ખુશી ચહેરાઓ પર દેખાઈ રહી છે; રાજ્યમાં લગભગ ₹11 હજાર કરોડની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment