Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- મુખ્ય સૂચકાંકોમાં વધારો:રોકાણકારોની ખરીદીથી શેરબજારમાં ઉછાળો, સેન્ટિમેન્ટમાં નોંધપાત્ર સુધારો

    1 day ago

    સપ્તાહના બીજા દિવસે મંગળવારે ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં મજબૂત તેજી જોવા મળી હતી અને રોકાણકારોના સેન્ટિમેન્ટમાં નોંધપાત્ર સુધારો થયો હતો. મુખ્ય સૂચકાંકોમાં સકારાત્મક ગતિ જોવા મળી હતી અને દિવસ દરમિયાન અનેક સેક્ટરમાં વ્યાપક ખરીદી નોંધાઈ હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો, સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદી અને ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ અંગેના સકારાત્મક અંદાજ બજારમાં તેજી માટે મુખ્ય આધાર બની રહ્યા છે. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 77566 સામે 78375 પોઈન્ટના મથાળેથી ખુલીને 77745 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 781 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 639 પોઈન્ટના ઉછાળા સાથે 78205 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ. નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 24122 સામે 24286 પોઈન્ટના મથાળેથી ખુલીને 24158 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 161 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 283 પોઈન્ટના ઉછાળા સાથે 24405 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! માર્કેટ બ્રેડ્થ : માર્કેટ બ્રેડ્થ સકારાત્મક રહી હતી. વધતા શેરોની સંખ્યા ઘટતા શેરોની સરખામણીએ નોંધપાત્ર રીતે વધારે રહી હતી. એનેસઈ અને બીએસઈ બંને એક્સચેન્જમાં મોટા પ્રમાણમાં સ્ટોક્સમાં તેજી જોવા મળી હતી. તેજીના મુખ્ય કારણો : વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો. સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની ખરીદી. સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વધતું રોકાણ. મંદીના સંભવિત કારણો : બજારમાં તેજી હોવા છતાં વૈશ્વિક સ્તરે વ્યાજદર અંગેની અનિશ્ચિતતા, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની શક્યતા અને જીઓ-પોલિટિકલ તણાવ હજુ પણ જોખમરૂપ બની શકે છે. સેક્ટરવાઇઝ મૂવમેન્ટ : બેન્કિંગ, આઈટી, ઓટો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મજબૂત તેજી જોવા મળી હતી. બેન્કિંગ સેક્ટરમાં મજબૂત ક્રેડિટ ગ્રોથ અને આઈટી સેક્ટરમાં વૈશ્વિક માંગમાં સુધારાએ બજારને ગતિ આપી હતી. કોમોડિટી બજાર અપડેટ : ગોલ્ડના ભાવમાં થોડો વધારો નોંધાયો હતો. બેઝ મેટલ્સમાં વૈશ્વિક માંગમાં સુધારો થવાથી ભાવમાં વધારો નોંધાયો છે, જ્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... તા. 10.03.2026ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24405 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24575 પોઈન્ટના પ્રથમ અને 24606 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24272 પોઈન્ટ થી 24202 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 24170 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ વોલ્ટાસ લીમીટેડ ( 1459 ) :- હાઉસહોલ્ડ એપ્લાયન્સિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.1433 નો પ્રથમ તેમજ રૂ.1424 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.1473 થી રૂ.1480 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1494 ઉપર તેજી તરફી ધ્યાન. ટેક મહિન્દ્રા ( 1343 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1323 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1309 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1357 થી રૂ.1370 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ઈન્ફોસીસ લીમીટેડ ( 1302 ) :- રૂ.1277 નો પ્રથમ તેમજ રૂ.1260 ના બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ - સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1318 થી રૂ.1323 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! ઓરબિંદો ફાર્મા ( 1294 ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.1303 થી રૂ.1313 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.1260 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!! ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( 1105 ) :- રૂ.01 ની ફેસવેલ્યુ ધરાવતા ટી એન્ડ કોફી સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1074 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.1123 થી રૂ.1130 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    Bodo/Glimt’s Champions League run sparks debate over domestic postponements
    Next Article
    Tamilnadu Traffic Jam | ચેન્નાઈ ત્રિચી નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ | Gujarati News | News 18 Gujarati

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment