Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારાવાડા ચેકડેમમાંથી યુવાનનો લાશ મળી:મધ્યપ્રદેશનો શખસ બે દિવસથી ગુમ, પોરબંદર ફાયર ટીમે યુવકની લાશ બહાર કાઢી

    1 day ago

    પોરબંદર તાલુકાના પારાવાડા ગામ નજીક આવેલા ચેકડેમમાંથી બે દિવસથી ગુમ થયેલા એક યુવાનનો લાશ મળી આવી છે. પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગની ટીમે મંગળવારે બપોરે લાશને બહાર કાઢી હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી કે રાહુલ નવલસિંહ નામના યુવાનની લાશ ચેકડેમમાં પડી છે. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 6 સભ્યોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક યુવાન રાહુલ નવલસિંહ મધ્યપ્રદેશ રાજ્યનો વતની હતો. તે અહીં ખેતી મજૂરીના કામ માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ફાયર ટીમે મૃતદેહને ચેકડેમમાંથી બહાર કાઢીને વધુ કાર્યવાહી માટે પોલીસને સોંપ્યો હતો. પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં દીકરીએ પ્રેમલગ્ન કરી લીધાનું લાગી આવતા માતાનો આપઘાત:આજીડેમ પાસે વૃધ્ધાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું
    Next Article
    Video: Iran Deploys Lego-Style Animation In Propaganda War With US, Israel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment