Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા સેશન્સ કોર્ટે સગીર આરોપીના જામીન ફગાવ્યા:ઇન્દિરાનગરમાં લગ્નના વરઘોડામાં નાચવા બાબતે આરોપીએ યુવકની હત્યા કરી હતી

    1 day ago

    મહેસાણા શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં ગત જાન્યુઆરી મહિનામાં લગ્નના વરઘોડામાં નાચવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર આરોપીની નિયમિત જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. વરઘોડામાં નાચવા બાબતે બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડો ઘટનાની વિગતો મુજબ ગત 26 જાન્યુઆરી 2026ના રોજ મહેસાણાના ઇન્દિરાનગરમાં બુદ્ધ વિહાર સામે લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડામાં નાચવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા આ મામલો હત્યામાં પરિણમ્યો હતો. આરોપીએ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી આ ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર વયના આરોપી દ્વારા કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજી પરની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે ગુનાની ગંભીરતા અને પુરાવાઓને ધ્યાને રાખી આરોપીને જામીન ન આપવા રજૂઆત કરી હતી. મહેસાણા સેશન્સ કોર્ટે સગીર આરોપીની જામીન અરજી નાંજૂર કરી સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ.એફ. ખત્રીએ આરોપી સગીરની જામીન અરજી નાંજૂર કરી છે. આ ચુકાદાને પગલે હત્યાના ગુનામાં સામેલ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    હાટકેશ્વર બ્રિજ ડિમોલીશન સમયે મહિલા પર રેતી-કોંક્રિટના કોથળા પડ્યા:સારવાર માટે ખસેડાઈ, તોડફોડ ચાલુ હોવા છતા વાહનવ્યવહાર ચાલુ રખાયો
    Next Article
    સુરત મનપાના મહિલા કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી:AAPના કોર્પોરેટરનું લેપટોપ તૂટતા વિરોધ પક્ષનો મેયરની ચેમ્બરમાં ઘુસવાનો પ્રયાસ, મનપાનું મુખ્યાલય હવે ‘તાપી ભવન’થી ઓળખાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment