Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાવ્યાયન:ઉનાળો : ગુલમહોરના ગામમાં આકંઠ અડીંગો

    1 day ago

    હરદ્વાર ગોસ્વામી બરે આવ્યો કાળ ઉનાળો અવની અખાડે, અંગ ઉઘાડે, અવધૂત ઝાળજટાળો. રે આવ્યો…. એના શ્વાસે શ્વાસે સળગે ધરતી કેરી કાયા; એને પગલે પગલે ઢળતા પ્રલય તણા પડછાયા. ભરતો ભૈરવ ફાળો. રે આવ્યો…. એના સૂકા હોઠ પલકમાં સાત સમુન્દર પીતા એની આંખો સગળે જાણે સળગે સ્મશાન ચિતા. સળગે વનતરુડાળો રે આવ્યો…. કોપ વરસતો કાળો રે આવ્યો કાળ ઉનાળો. - જયંત પાઠક પોરે એક પગે તપ કરતા યોગી જેવા વૃક્ષ પરથી ટહુકાના શ્લોક સંભળાય ત્યારે કાન ધન્યતા અનુભવે છે. સુંડલો ભરીને ‘હાશ’ લઇ આવતી સાંજ પ્રિયતમા જેવી વ્હાલી લાગે છે. ઉનાળો અને ઉકાળો એકાકાર થાય ત્યારે ગરમાળા અને ગરમાવા વચ્ચે સ્પર્ધા જામે છે. બપોરે લ્હાય બળતી લૂમાં લોકડાઉન થઇ જાય છે. વેકેશનના કારણે કલાસરૂમમાં ખાલીપો ખખડે છે અને બાળક વિહોણી બેંચો ગરીબડી બની જાય છે. નિબંધ સ્પર્ધાનો બાળપણનો પ્રિય વિષય ઉનાળો રહ્યો છે. શરૂઆત એવી કરતા કે ‘ફાગણથી જેઠ મહિના સુધીનો ગાળો..અને મસ્તીનો ગરમાળો...’. પરીક્ષા ઉનાળામાં જ કેમ આવતી હશે? એક તો મગજનો પારો સાતમાં આસમાને હોય એમાં પાછો આ ચિંતાનો ઉકળાટ ભળે..તો મગજને ય પરસેવો વળી જાય. જો કે ખરા બપોરે બહાર નીકળવું એ જગતની સૌથી મોટી મહેનત છે. સૂર્ય ચેલેન્જ કરે છે કે; ‘આવ, તાકાત હોય તો, મારી સામે હામ ભીડીને જો.’ ઉનાળામાં પરીક્ષા આવે પણ ઉનાળાની પરીક્ષા પાસ કરવી એ બોર્ડ કરતા પણ કપરી છે, એ પાસ કરવા પરંપરાગત પકકડને બાજુ પર મુકવા પડે. ઉનાળાને ઋતુઓના વિલન તરીકે જોવાતો રહ્યો છે. તાપ જેટલો વધુ એટલો દાદ અને વરસાદ વધુ. આખા વર્ષના પાણીનો પાયો ઉનાળામાં નખાય છે. કુદરતનો ક્રમ છે કે મહેનત કરો પછી જ ફળ મળે. જિંદગીના આકરા ઉનાળાને જે પચાવી શકે એ જ સુખદાયી ચોમાસાનો હક્કદાર બને. તાપનું બહાનું બતાવી ઉનાળાને અન્યાય કર્યો છે. જેમ માતૃમહિમા સામે પિતૃમહિમા બહુ ઓછો ગવાયો છે તેમ ચોમાસા સામે ઉનાળો ઓરમાયો રહ્યો છે. કુદરત જાણે વૃક્ષો પાસે ડાયાલિસીસ કરાવતી હોય તેવું લાગે. કુદરતના હેરસલૂનમાં પાંદડા કપાવીને, હવાના હાથે ફેસિયલ કરાવીને ઝાડવાં ખૂબ રૂપાળા લાગે છે. બપોરે ગુલમહોરની સહોપસ્થિતિમાં ચિત્રની ચાંદનીનો નિખાર કંઇ ઓર આવે છે. ગરમાળાના કેસરની સુવાસ વાતાવરણને ભરી દે છે. પંચાંગમાં સૂતેલા શુભ ચોઘડિયા આળસ મરડીને ઊભા થાય છે. સૃષ્ટિ પર તડકાની તુમાખી છવાઈ જાય છે. ફોરમતો ફાગણ છેક શ્વાસના તળિયે પહોંચી જાય છે એવી અનુભૂતિ થાય છે. છેલ્લો બફારો અને પહેલા વરસાદ વચ્ચેની ક્ષણોનું ખેંચાણ અજબ પ્રકારનું હોય છે. ઉનાળાની ઋતુમાં ફળોનું સેવન લાભદાયી નીવડે છે. આભમાંથી સીધો ઉતરી આવેલો કેસરિયો રંગ જાણે કેસૂડાને ઓર રંગીન બનાવે છે. ગુલમહોર પાસેથી એ શીખવાનું છે કે તાપમાં હસીને હસાવી શકાય. ઉનાળાની સંદૂક ખોલો તો આમલી, કેરી, તરબૂચ, મીઠાં શરબત, આઈસ્ક્રીમ..અહાહા..કંઇ કેટલીયે મજાની ચીજ નીકળે. દરેકના શાનદાર સ્વાદ સાથે ગજબની ગુણકારી. મામાના ઘરે બપ્પોરે ચાલતી ધમ્માચકડી કુમ્ભકરણની ઊંઘના ય કટકા કરે. કુલફીવાળા કાકાનું ભોંપુ વાગતા જ તોફાની ટોળકી હડી કાઢીને દોડે. વાડીઓમાં ખૂંદાતી-ખેલાતી સાંજનું સૌદર્ય તો સ્વર્ગની તોલે પણ ન આવે. મોડી રાતે મળતા બરફના ગોળાનો સ્વાદ આજે પણ હોઠ પર અકબંધ છે. ટાઢા પહોરમાં મારેલા ગપ્પાની હકીકત આજે પણ લોહીમાં લહેરખી પ્રસરાવી દે છે. કોમ્પ્યુટર અને કાર્ટૂનની પેઢીને આ નહીં સમજાય...! સંત સાથે સ્થિર થઈ ગયો એક પાડો પીર થઈ ગયો આચમન લીધું હિરણનું એક જણ ત્યાં ગીર થઈ ગયો કેટલું હસ્યો હશે ઈ? જે અચાનક ધીર થઈ ગયો માછ લાવ્યો ખારવો જો ખારવણની ખીર થઈ ગયો અંધારામાં ચશ્મા હતા બા લે લૈ આવ્યો, વીર થઈ ગયો - અર્જુન દવે ‍જ્યાં પ્રેમનો આધાર છે ત્યાં ક્યાં કશી દરકાર છે? છે હજુ સમય જરા ચેતી જજો, નાશના મૂળમાં જ અહંકાર છે. - દીપકપુરી ગોસ્વામી ‘દર્દેદિલ’ વિરહની વેદના ને મિલનની ઝંખના, ત્રિશંકુ જેવો દિસતો, મારાં કંઠે ભરાયેલ ડૂમો. - કાંતિલાલ એમ. શર્મા લહેરાતા ઘઉંના મોલ જાણે રતીક્રિયામાં રત સર્પ યુગલ, ફોરેલા શીમળા ને પલાશના ફૂલોથી રંગાઇ ગઈ આ ધરા ! કેડે બબ્બે ચચ્ચાર બાળકો તેડીને ઉભેલી જો ને મકાઈ, ‘અનિકેત’ કંઈ નહીં આ વસંતથી બહેકાઈ ગઈ આ ધરા! - શંભુ ખાંટ ‘અનિકેત’ સમયના ચિત્રને જોવા ઉઘાડી રાખજો બારી પવનના સ્મિતને જોવા ઉઘાડી રાખજો બારી! હવાના મહેલની ભીંતો જુઓ તો પારદર્શક છે હવાની ઈંટને જોવા ઉઘાડી રાખજો બારી! તરુઓની કરી હત્યા નવા રસ્તા બનાવ્યા હો તરૂની ચીસને જોવા ઉઘાડી રાખજો બારી! ગગન જ્યારે અબોલામાં ધરાને પણ મનાવે છે ધરાની રીસને જોવા ઉઘાડી રાખજો બારી. કદી સંધ્યા નજ૨ ફેંકી સમયને રે કરે ઘાયલ, નજરના તીરને જોવા ઉઘાડી રાખજો બારી - હરીશ જસદણવાળા હમણાં તો બહુ લગાવ છે, કાયમ નહીં રહે, મારાપણાનો ભાવ છે, કાયમ નહીં રહે. થોડા ‌વખત પછી મને આદત પડી જશે, હમણાં ભલે અભાવ છે, કાયમ નહીં રહે. એ વાત છે જુદી કે અમે બોલતા નથી, ઈશ્વરથી મનમુટાવ ‌છે! કાયમ નહીં રહે. અત્યારે તો મળ્યું એ બધું ભોગવું છું હું, એનો જરા પ્રભાવ છે કાયમ નહીં રહે. જોવા ગમે એ ચહેરા ઉતરવાના આંખથી, વસ્તુનો‌ જે ઉઠાવ છે કાયમ નહીં રહે. જો હોય ઓળખાણ ભીતર તો‌ લગાવજે, તારો જે આ સ્વભાવ છે, કાયમ નહીં રહે. - લવ સિંહા ​પ્રયત્નો એ નથી કે આ જગતથી પર થવાનું છે, ફકત ખુદને પીછાણીને અહમથી પર થવાનું છે. ​ભલે ચાલે બધી બાજુ અસતને દંભના ખેલા, રહી મેદાનમાં કાયમ રમતથી પર થવાનું છે. ​ખરું કહું તો કલા છે ભીતરે ઝળહળ થવા માટે, કલાકારે બહારી સૌ ચમકથી પર થવાનું છે. ​તમારી વાતનો પણ ભાર પડશે સર્વ જગ્યાએ, હું ભારે છું એવાં ખોટા વજનથી પર થવાનું છે. - વિભાકર પંડ્યા ‘વિભુ’ આઝાદીના નામે આ તે, કેવું નગ્ન પ્રદર્શન છે? નારી તારું આ નર્તન, કે પ્રગતિનું વિસર્જન છે? ફેશનના જે ટૂંકા લુગડાં, તારા તન પર શોભે છે, યાદ રાખજે, એ જ વસ્ત્રો, વરુઓની નજરને લોભે છે! - વિભૂતિ દવે એક જ દે ચિનગારી, મહાનલ! એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી; જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી, મહાનલ એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ-અટારી; ના સળગી એક સગડી મારી– વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી; વિશ્વાનલ! હું અધિક ન માગું – માગું એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. - હરિહર પ્રાણશંકર ભટ્ટ 1-5-1895 | 10-3-1978
    Click here to Read More
    Previous Article
    Lok Sabha LIVE : लोकसभा में चिराग पासवान का सवाल, सिर्फ विपक्ष के सांसद ही क्यों..? | Amar Ujala
    Next Article
    રણદીપ હુડ્ડાના ઘરે લક્ષ્મી પધાર્યાં:પત્ની લિન લેશરામે દીકરીને જન્મ આપ્યો, એક્ટરે ફોટો શેર કર્યો; દાદાના જન્મદિવસે જ રાજકુમારીનો જન્મ થયો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment