Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને મહિલાઓનું સન્માન અને કીટ વિતરણ

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓનું સન્માન કરાયું હતું અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમો તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે વઢવાણ સ્થિત મંગલ ભવન ખાતે જિલ્લા સ્તરીય 'મહિલા સંમેલન'નું આયોજન કરાયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં બહેનો અને માતાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. પૂર્વ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ દિવસની ઉજવણી કરાઈ રહી છે. સમાજમાં યોગદાન આપનાર અને સરકારી યોજનાઓનો લાભ લઈ સ્વાવલંબી બનેલી મહિલાઓનું સન્માન અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયી બનશે. તેમણે ઉમેર્યું હતું કે, મહિલાઓ આત્મનિર્ભર બને અને પોતાના કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃત થાય તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. ઉપસ્થિત મહિલાઓને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું, જેથી છેવાડાની મહિલાઓ પણ યોજનાઓનો લાભ લઈ સશક્ત બની શકે. સંમેલનમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી મહિલાઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરાયું હતું. આ સાથે, 'વ્હાલી દીકરી યોજના'ના મંજૂરી હુકમ અને 'દીકરી વધામણા કીટ' સહિતના લાભાર્થીઓને મંજૂરી હુકમો તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલાઓને શિક્ષણ, સુરક્ષા અને આર્થિક સહાય અંગેની માહિતી સ્થળ પર જ મળી રહે તે માટે વિવિધ માહિતીલક્ષી સ્ટોલ્સ પણ ઉભા કરાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી વી.એસ. શાહ દ્વારા શાબ્દિક સ્વાગત કરી વિભાગની યોજનાઓની જાણકારી અપાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની મહિલા અને બાળ સમિતિના ચેરમેન નંદુબેન વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન જીડીયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને જિલ્લાની મોટી સંખ્યામાં માતાઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પશુધનને બચાવવા ખરવા-મોવાસા સામે મેગા રસીકરણ અભિયાનનો પ્રારંભ.:જૂનાગઢના 9 તાલુકામાં ‘કમાન્ડો સ્ટાઈલ’માં રસીકરણ: 168 ટીમો મેદાને, 3.20 લાખ પશુઓને રક્ષિત કરવા તંત્રની ડિજિટલ સ્ટ્રાઈક.
    Next Article
    ‘અગાઉના મેઈલ પોલીસનો ‘રિસ્પોન્સ ટાઈમ' જાણવા કર્યા હતા’:સુરતના મેઈલમાં 2000 કરોડના ડ્રગ્સ રેકેટ, IED-સાયનાઈડ બોમ્બ-મદ્રાસ ટાઈગર્સનો ઉલ્લેખ; પાસપોર્ટ-પોસ્ટઓફિસ અને પારુલ યુનિ.ને ઉડાવવાની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment