Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પીકર બિરલા સામે વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો:ગોગોઈએ કહ્યું-રાહુલને બોલવા દેતા નથી; રિજિજુનો જવાબ-પ્રિયંકાને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા હોત તો સારું થાત

    1 day ago

    લોકસભામાં, વિપક્ષે સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. 50થી વધુ સાંસદોએ તરફેણમાં મતદાન કર્યું. ત્યારબાદ પ્રિસાઇડિંગ ઓફિસરે પ્રસ્તાવ રજૂ કરવાની મંજૂરી આપી. હવે આ પ્રસ્તાવ પર 10 કલાક ચર્ચા કરવામાં આવશે. વિપક્ષે ઓમ બિરલા પર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે સ્પીકરની ગેરહાજરીમાં ડેપ્યુટી સ્પીકરની નિમણૂક ન કરવા પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું- દેશનું નેતૃત્વ નબળું અને કાયર છે. આ પહેલા સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો બીજા દિવસે ફક્ત 35 મિનિટ કાર્યવાહી ચાલી હતી. લોકસભા શરૂ થતાં જ, વિપક્ષે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ, ભારત પર તેની અસર અને દેશના ઉર્જા ક્ષેત્રની સ્થિતિ પર ચર્ચાની માંગણી સાથે હોબાળો મચાવ્યો હતો. લોકસભામાં વિપક્ષી સાંસદો 'દેશ કો બચાના હૈ, મોદી કો હટાના હૈ' વોટ ચોર ગદ્દી છોડ ના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તેમણે ચૂંટણી પંચ પર વોટની દલાલી કરવાનો આરોપ પણ લગાવ્યો. આ દરમિયાન, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતો અને કૃષિ સંબંધિત પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે ભારતે ચોખા અને ઘઉંના ઉત્પાદનમાં ચીનને પાછળ ધકેલી દીધું છે. શિવરાજ સિંહના ભાષણ દરમિયાન વિપક્ષે હોબાળો ચાલુ રાખ્યો, જેના પર શિવરાજ સિંહે કહ્યું કે દેશ વિપક્ષનો તમાશો જોઈ રહ્યો છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારની યોજનાઓને લાગુ થવા દીધી નહીં. વિપક્ષના સતત હોબાળા વચ્ચે, સ્પીકરે લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ નિયમોનો ઉલ્લેખ કરીને એક મુદ્દો ઉઠાવ્યો હતો, જેમાં દલીલ કરવામાં આવી હતી કે જ્યારે સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી હોય ત્યારે તેમને કાર્યવાહીનું નેતૃત્વ કરવાનો અધિકાર નથી. તેમણે જણાવ્યું હતું કે ડેપ્યુટી સ્પીકરની નિમણૂક હજુ સુધી કરવામાં આવી નથી અને અધ્યક્ષ સ્થાને બેઠેલી વ્યક્તિ પણ સ્પીકરની મંજૂરીથી આવી છે, તેથી તેઓ પ્રસ્તાવ પર કાર્યવાહી ચલાવી શકતા નથી. તેમણે માંગ કરી હતી કે ચર્ચા શરૂ થાય તે પહેલાં ગૃહ સર્વસંમતિથી નક્કી કરે કે કાર્યવાહીની અધ્યક્ષતા કોણ કરશે. નિશિકાંત દુબેએ દરમિયાનગીરી કરતા કહ્યું કે નિયમો અનુસાર, ખુરશી પર બેઠેલા કોઈપણ વ્યક્તિને સ્પીકર જેવી સત્તાઓ હોય છે અને તે કાર્યવાહીની અધ્યક્ષતા કરી શકે છે. કિરેન રિજિજુએ પણ આ વાતને ટેકો આપ્યો. કેસી વેણુગોપાલે ડેપ્યુટી સ્પીકરની નિમણૂક ન કરવા બદલ સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે ચર્ચા શરૂ થાય તે પહેલાં ગૃહની સંમતિ મેળવવી જોઈએ. ત્યારબાદ રવિશંકર પ્રસાદે કહ્યું કે અધ્યક્ષ સ્થાને બેઠેલી વ્યક્તિને કાર્યવાહી ચલાવવાનો સંપૂર્ણ અધિકાર છે. અંતે, ખુરશી પર બેઠેલા જગદંબિકા પાલે જણાવ્યું કે સ્પીકરનું પદ ખાલી નથી, તેથી તેમને કાર્યવાહી ચલાવવાનો અધિકાર છે. ઘણા સભ્યોએ મુદ્દા ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે કહ્યું કે તેમને પછીથી તક આપવામાં આવશે. સંસદની કાર્યવાહીના અપડેટ્સ જાણવા માટે નીચે આપેલા બ્લોગ પર જાઓ.…
    Click here to Read More
    Previous Article
    Lok Sabha LIVE : Asaduddin Owaisi और Nishikant Dubey के बीच Parliament Session में छिड़ गई बहस !
    Next Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકાર કોવિડ વેક્સિનથી થયેલા નુકસાનનું વળતર આપે:નવી પોલિસી બનાવે, સાઈડ ઈફેક્ટ્સની તપાસ માટે એક્સપર્ટ પેનલની જરૂર નથી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment