Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનુરાગ ડોભાલને પિતાએ મિલકતમાંથી કાઢી મૂક્યો:આત્મહત્યાના પ્રયાસ બાદ યુટ્યુબરની હાલત ગંભીર; પરિવાર પર માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો હતો

    1 day ago

    'બિગ બોસ'નો એક્સ કન્ટેસ્ટન્ટ, યુટ્યુબર અને 'UK07 રાઇડર' નામથી સોશિયલ મીડિયા પર ઓળખ ધરાવતો અનુરાગ ડોભાલ હાલમાં હૉસ્પિટલના ICUમાં જીવન માટે સંઘર્ષ કરી રહ્યો છે. આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા, તેના હિપના બંને હાડકાં તૂટી ગયા છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે તેના પિતાએ અનુરાગ અને તેની પત્ની રિતિકા ચૌહાણને પોતાની જંગમ અને સ્થાવર સંપત્તિમાંથી બેદખલ કર્યા છે. પિતાએ અખબારમાં જાહેરાત આપીને જાહેરમાં પુત્ર- અને પુત્રવધૂ સાથેના સંબંધો સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. પિતાની જાહેરાત- 'હવે અમારો કોઈ સંબંધ નથી' અનુરાગના પિતા જગદંબા પ્રસાદ ડોભાલે દેહરાદૂનના એક અખબારમાં સાર્વજનિક સૂચના બહાર પાડી છે. તેમાં લખ્યું છે કે, 'હું મારા પુત્ર અનુરાગ ડોભાલ અને પુત્રવધૂ રિતિકા ચૌહાણ ડોભાલને મારી તમામ જંગમ-સ્થાવર મિલકતમાંથી બેદખલ કરું છું.' ભવિષ્યમાં તેમના દ્વારા કરવામાં આવેલા કોઈપણ કૃત્ય અને લેણદેણ માટે તેઓ પોતે જવાબદાર રહેશે. મારી અને મારા પરિવારની કોઈ જવાબદારી રહેશે નહીં. આ જાહેરાત હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 150ની સ્પીડે કાર અથડાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો 'બિગ બોસ'નો ભૂતપૂર્વ સ્પર્ધક અને રાઇડર અનુરાગ ડોભાલે શનિવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તેણે લાઇવમાં ફૂલ સ્પીડે કાર ચલાવીને ડિવાઇડર પર ચડાવી દીધી, જેના કારણે તેની હાલત નાજુક બની રહી છે. તે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર લગભગ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. તેમના મેનેજર અને મિત્રોએ જણાવ્યું કે, 'અનુરાગની હાલત હાલ નાજુક છે.' પરિવાર પર ટોર્ચરનો આરોપ લગાવ્યો હતો આ વિવાદની શરૂઆત થોડા દિવસો પહેલા થઈ હતી, જ્યારે અનુરાગે ઇન્સ્ટાગ્રામ પર ભાવનાત્મક પોસ્ટ કરી હતી. 3 માર્ચે તેણે લખ્યું હતું કે, તેને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યો છે. અનુરાગે વીડિયોમાં દાવો કર્યો હતો કે, 'મારાથી મારો પરિવાર, પૈસા અને સંબંધો બધું છીનવી લેવામાં આવ્યું છે. જો મને કંઈ થાય છે, તો તેના માટે મારા મમ્મી, પપ્પા અને ભાઈ જવાબદાર હશે.' આંતર-જ્ઞાતિય લગ્ન વિવાદનું કારણ બન્યા અનુરાગે તેના છેલ્લા વ્લોગમાં જણાવ્યું હતું કે, રિતિકા સાથેના તેના આંતર-જ્ઞાતિય લગ્નને લઈને પરિવાર ખુશ ન હતો. તેણે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ ઘરના સભ્યો લગ્નમાં સામેલ થયા નહીં. અનુરાગનું કહેવું હતું કે, તેને ન તો માતા-પિતાનો પ્રેમ મળ્યો અને ન તો ભાઈનો. એટલું જ નહીં, તેણે તેની પત્ની રિતિકા પર પણ કેટલાક ગંભીર આરોપો લગાવ્યા હતા. જોકે, અકસ્માત બાદ રિતિકા તેના પરિવાર સાથે હૉસ્પિટલ પહોંચી છે અને તેણે લોકોને અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Wangchuk to Kejriwal, Modi govt normalising jailing people on bogus charges: Sisodia in Jammu
    Next Article
    ઈરાને કહ્યું- એક લીટર ઓઈલ પણ બહાર નહીં જવા દઈએ:જે દેશ ઈઝરાયલ-અમેરિકાના રાજદૂતોને હાંકી કાઢશે, તેના જ જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા દઈશું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment