Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં મહિલા સંમેલન યોજાયું:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિનું સન્માન

    1 day ago

    પંચમહાલ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'મહિલા સંમેલન'નું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ મહિલાઓ અને બાળકીઓના અધિકાર, ન્યાય અને સક્રિયતા પર કેન્દ્રિત હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ પર ભાર મૂકવાનો હતો. પંચમહાલ જિલ્લાના મહિલા અને બાળ અધિકારી માધવી ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારના માર્ગદર્શન હેઠળ દર વર્ષે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ નિર્ધારિત થીમ સાથે આયોજન કરાયું હતું. સંમેલન દરમિયાન, વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જરૂરિયાતમંદ લાભાર્થીઓને કિટનું વિતરણ કરાયું હતું અને વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સહાય મંજૂરીના પત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. માધવી ચૌહાણે પોતાની સ્પીચમાં ઉમેર્યું હતું કે, "આ દિવસ માત્ર અભિનંદન આપવાનો નથી, પરંતુ સમાજમાં મહિલાઓના અમૂલ્ય યોગદાનને બિરદાવવાનો અને તેમને વધાવવાનો છે." તેમણે જિલ્લાની તમામ મહિલાઓને આ પ્રસંગે ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    Lok Sabha LIVE : विपक्ष ने स्पीकर ओम बिरला को हटाने का प्रस्ताव किया पेश | Amar Ujala | Congress
    Next Article
    Maharashtra Gas Shortage | મહારાષ્ટ્રમાં ગેસ સિલિન્ડરની અછત વર્તવાની શરુ | Gas Cylinder | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment