Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદના ખેડૂતોને ભીંડાની ‘આણંદ કોમલ’ જાતનું બિયારણ અપાયું:આણંદ કૃષિ યુનિવર્સિટીએ વધુ ઉત્પાદન માટે માર્ગદર્શન આપ્યું

    1 day ago

    આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ દ્વારા દાહોદ જિલ્લાના ખેડૂતોની આવક વધારવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં અંતરિયાળ વિસ્તારના 30 ખેડૂતોને ‘આણંદ કોમલ’ ભીંડા જાતનું બિયારણ વિનામૂલ્યે વિતરણ કરાયું. “સ્ટ્રેંધનિંગ એડેપ્ટીવ રીસર્ચ ઇન એગ્રો-ક્લાયમેટીક ઝોન્સ” યોજના અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના રોજમ અને ખરેડી ગામના ખેડૂતોને ગુજરાત આણંદ ભીંડા-8 (આણંદ કોમલ) જાતનું બિયારણ આપવામાં આવ્યું. ઉનાળુ ઋતુમાં રોકડિયા પાક તરીકે ભીંડાનું વાવેતર કરતા ખેડૂતો માટે આ નવી જાત આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે. કેન્દ્રના યુનિટ વડા અને સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. એચ. કે. પરમારે ખેડૂતોને કેન્દ્રની સંશોધન અને બીજ ઉત્પાદન પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. તેમણે ‘આણંદ કોમલ’ જાતના વાવેતરથી થતા ફાયદાઓ સમજાવ્યા. મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. મિહિર એમ. પંડ્યાએ આ જાતની લાક્ષણિકતાઓ અને વધુ ઉત્પાદન મેળવવા માટેની પદ્ધતિઓ પર ભાર મૂક્યો. યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી અન્ય ભીંડાની જાતો વિશે પણ ખેડૂતોને માહિતગાર કરાયા. ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે એસ. બી. પારગીએ આબોહવા, જમીનની પસંદગી, વાવણીનું અંતર અને બીજ દર વિશે માર્ગદર્શન આપ્યું. ખેતીવાડી અધિકારી કે. એલ. પારગીએ ખાતર વ્યવસ્થાપન, પિયત પદ્ધતિ અને બજાર વ્યવસ્થાપન અંગે ખેડૂતોને જાણકારી આપી. ‘આણંદ કોમલ’ જાતના છોડ ઊંચા અને વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. આ જાત પીળી નસના રોગ અને પાન કોકડવાના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી હોવાથી ખેડૂતોને દવાનો ખર્ચ ઓછો થશે અને તેમની આવકમાં વધારો થશે. કાર્યક્રમના અંતે ખેડૂતોએ સંશોધન કેન્દ્રના મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. આ એડેપ્ટીવ ટ્રાયલ યોજના દ્વારા ખેડૂતોને પોતાના ખેતરમાં જ નવી જાતની ઉત્પાદન ક્ષમતાનો અનુભવ કરવાની તક મળશે, જે આગામી સમયમાં દાહોદ જિલ્લામાં ભીંડાના વાવેતરનો વ્યાપ વધારવામાં મદદરૂપ થશે.
    Click here to Read More
    Previous Article
    CBSE ધોરણ 12ના પેપરનું 'ગણિત' વીખાઈ ગયું!:પ્રશ્નપત્ર પર એવો QR કોડ છાપ્યો કે સ્કેન કરતાં જ અંગ્રેજી ગીત વાગવા માંડ્યું; વિવાદ બાદ બોર્ડની સ્પષ્ટતા
    Next Article
    Iran-Israeli War Effect | ગુજરાતમાં ગેસ સપ્લાય અંગે મોટું નિવેદન | Gujarat | Gas Shortage | LPG |CNG

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment