Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાલીઓને સેવન્થ ડે સ્કૂલમાં જ બાળકોના એડમિશનમાં રસ:એક મર્ડર અને બબાલ બાદ પણ વાલીઓનો બે મહિનાથી એડમિશન માટે ધસારો, 'આસપાસ બીજી કોઈ સારી સ્કૂલ ન હોવાથી માગ'

    1 day ago

    અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ સ્કૂલને સરકારે પોતાના હસ્તક લઈ લીધી હતી. જે બાદ ધોરણ 7ના એક વિદ્યાર્થીને અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ મોનિટર હોવાની અદાવતમાં શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખ્યા હોવાની ઘટના બની હતી. સ્કૂલનો વહીવટ રાજ્ય સરકાર અને જિલ્લા શિક્ષણાધિકારી હસ્તક હોવા છતાં સુરક્ષા સામે સવાલો ઉભા થયા હતા. ઘટનાને પગલે શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક સત્રમાં એડમિશન પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મધ્યમ વર્ગના વાલીઓ પોતાની દીકરીઓ અને અન્ય બાળકોના પ્રવેશ માટે છેલ્લા બે મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટ જવાબ ન મળતા વાલીઓએ વહેલી તકે એડમિશન શરૂ કરવાની માગ કરી રહ્યાં છે. કેટલાક વાલીઓએ એડમિશન માટે અગાઉથી અરજી પણ કરી રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સેવન્થ ડે સ્કૂલમાં નવા પ્રવેશ પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવી છે. જો કે નવું સત્ર પણ થોડા મહિના બાદ શરૂ થઈ જવાનું છે. છતાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે કે નહીં તેને લઈને આસપાસના વાલીઓને કોઈ યોગ્ય જવાબ મળી રહ્યો નથી. જે વાલીઓના એક કે બે બાળક સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરે છે તે વાલીઓ પણ અપેક્ષા આપી રહ્યા છે કે તેમના બીજા બાળકોને પણ આ જ સ્કૂલમાં એડમિશન મળી જાય. તેમજ કેટલાક વાલીઓએ તો એડમિશન લેવા માટે અગાઉથી અરજી પણ કરી દીધી હતી. નજીકમાં કોઈ સારી સ્કૂલ ન હોવાથી આસપાસ રહેતા વાલીઓની માગ અત્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીના વહીવટ હેઠળ સ્કૂલની કામગીરી ચાલી રહી છે. જેથી વિદ્યાર્થીઓની સુરક્ષાને અન્ય કોઈ સવાલ ઉભો થાય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી નથી. જેના કારણે વાલીઓ એવી માગ કરી રહ્યા છે કે, સ્કૂલનો વહીવટ શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે તો નવા એડમિશન પણ શરૂ કરવામાં આવે. જેથી અન્ય કોઈ સ્કૂલમાં મોંઘી ફી ભરીને એડમિશન લેવા કરતા આ જ સ્કૂલમાં બાળકોના એડમિશન અપાવી શકીએ. નજીકમાં બીજી કોઈ સારી સ્કૂલ ન હોવાથી આસપાસ રહેતા વાલીઓ માગ કરી રહ્યા છે કે, અન્ય સ્કૂલઓમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે તો સેવન્થ ડે સ્કૂલમાં પણ વહેલી તકે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે. 'મધ્યમ વર્ગના લોકો ભરી શકે તેવી ફી હોવાથી અમે માગ કરી રહ્યાં છીએ' વાલી જીગ્નેશ ચૌહાણે જણાવ્યું હતું કે, મારી બે દીકરીઓ અત્યારે સેવન્થ ડે સ્કૂલમાં જ અભ્યાસ કરે છે. એક પહેલા ધોરણમાં અને પાંચમાં ધોરણમાં અભ્યાસ કરે છે. મારી ત્રીજી દીકરીનું પણ આજ સ્કૂલમાં એડમિશન લેવાનું હતું, પરંતુ એડમિશન શરૂ ન થતા ઘણી મુશ્કેલી પડી રહી છે. કારણ કે આજીબાજી બીજી કોઈ સારી સ્કૂલ છે નહીં અનો ફીને લઈને પણ વાંધો ન આવે. જેથી મારી દીકરીની એડમિશન થઈ જાય તો બીજી કોઈ મુશ્કેલી પડે નહીં. કારણ કે મારા પિતાને બીમારી છે. બે દીકરી અહીંયા અભ્યાસ કરે છે જેથી ત્રીજી દીકરીને અહીંયા એડમિશન મળી જાય તો બીજો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઓછો થઈ જાય. મધ્યમ વર્ગના લોકો ભરી શકે તેવી ફી હોવાથી અમે માગ કરીએ છીએ કે સ્કૂલની એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    દીકરીના લગ્નનો હરખ પિતાને ભારે પડ્યો:પથિકાશ્રમ પાસે હોટલમાં રાતે ઊંચા અવાજે સંગીતની સુરાવલીઓ વચ્ચે પોલીસ ત્રાટકી, જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
    Next Article
    How China Could Stop American F-35 Jets Without Firing A Single Shot

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment