Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ–ગોરખપુર એક્સપ્રેસ હવે ભટની સુધી:દેવરિયા સદર અને નૂનખાર વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગના કામને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત

    2 days ago

    અમદાવાદથી ગોરખપુર જતી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરો માટે એક મહત્વના સમાચાર છે. ઉત્તર પૂર્વ રેલવેના ગોરખપુર કેન્ટ–ભટની સેક્શનમાં દેવરિયા સદર અને નૂનખાર સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ–ગોરખપુર એક્સપ્રેસને આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન શોર્ટ ટર્મિનેટ અને ઓરિજિનેટની વિગત રેલવે પ્રશાસન દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, 10 March 2026 ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19489 અમદાવાદ–ગોરખપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત સ્ટેશન ગોરખપુરને બદલે ભટની સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. એટલે કે, આ ટ્રેન ભટની અને ગોરખપુર વચ્ચે દોડશે નહીં. તેવી જ રીતે, વળતી મુસાફરીમાં 11 March 2026 ના રોજ ટ્રેન નંબર 19490 ગોરખપુર–અમદાવાદ એક્સપ્રેસ ગોરખપુરને બદલે ભટની સ્ટેશનથી ઉપડશે (ઓરિજિનેટ થશે). આ ટ્રેન ગોરખપુર અને ભટની વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ઓનલાઇન માહિતી ઉપલબ્ધ મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચની ગોઠવણી અંગેની વધુ વિગતવાર માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર સંપર્ક કરે. મુસાફરોએ તેમની મુસાફરીનું આયોજન આ ફેરફારને ધ્યાનમાં રાખીને કરવા સૂચના અપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું:ટ્રમ્પના 'યુદ્ધ સમાપ્ત' થવાના નિવેદનની અસર, એશિયન શેરબજારોમાં 6% સુધીનો વધારો
    Next Article
    Iran's attack on Israel LIVE | ચારે તરફ ધમાકા, ભાગતા લોકો,જુઓ નજરે જોયેલો અહેવાલ | War | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment