Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોલ્ટ ડિઝનીનું ડિઝનીલેન્ડ: તુ કમાલ, તેરી સલ્તનત કમાલ:બાળકો જ નહીં, મોટેરાઓની દુનિયા પણ વધુ રસપ્રદ બનાવી દીધી

    1 day ago

    કોઇ જગ્યાએ વાંચ્યું હતું કે કોઇ નાની બાળકીને એમ નહીં કહેવાનું કે હકીકતની દુનિયામાં પરી જેવું કોઇ પાત્ર અસ્તિત્વ ધરાવતું નથી કારણ કે પપ્પાની પરી એવી બાળકીઓને એ કેરેક્ટર એક આશા આપતું હોય છે કે દુનિયા સારી પણ હોઇ શકે. ફક્ત દુનિયાભરની બાળકીઓ જ નહીં પણ બાળકો જે પરીકથાઓ, એમાં આવતા રાજકુમાર, રાજકુમારી, સુંદર કિલ્લાઓ, વસ્ત્રોની વાર્તા ઓ સાંભળીને મોટા થયા છે, એ બાળકોને ક્યારેક એ પરીકથાઓમાં આવતી જિંદગી જીવીશું એ વાત બહુ મોટું આશ્વાસન અને સારું કામ કરવાની પ્રેરણા આપે છે. પરીકથાઓ સાંભળીને મોટું થયેલું બાળક વિજ્ઞાન અને સંશોધનો કહે છે એમ બહેતર કલ્પના શક્તિ ધરાવે છે અને આ વાત બાળકના માનસિક વિકાસ માટે ખૂબ અગત્યની છે. આ વાત દુનિયાભરના બાળકોના દાદા એવા વોલ્ટ ડિઝનીથી વધારે સારી રીતે કોણ સમજી શક્યું હશે? વિશ્વભરના બાળકોનું બાળપણ વધુ સુંદર બનાવનાર અજરાઅમર ડિઝની કેરેક્ટર મિકી માઉસના સર્જક વોલ્ટ ડિઝની બાળકો માટે આ બધા પાત્રો અને ડિઝની લેન્ડ થીમ પાર્ક બનાવીને બાળકો જ નહીં પણ મોટેરાઓની દુનિયા પણ વધુ રસપ્રદ બનાવી ગયા છે. પાર્કની મુલાકાત દરમિયાન વિચાર આવ્યો આ સ્વપ્ન સૃષ્ટિ રચવાનો વિચાર, વોલ્ટ ડિઝની તેની પુત્રીઓ ડાયેન અને શેરોન સાથે લોસ એન્જલસમાં ગ્રિફિથ પાર્કની મુલાકાત લઇ રહ્યા હતા. ત્યાં તેમને ચગડોળ ચલાવતા જોતા આવ્યો જ્યાં પુખ્ત વયના લોકો અને તેમના બાળકો સાથે જઇ શકે અને મજા કરી શકે. ડિઝાઇનર્સે વોલ્ટના સપનાને સાકાર કરવા કામ શરૂ કર્યું અને વોલ્ટ ડિઝની જેનું નામ, જે એક વખત કોઇ સપનું જોવે પછી એને પૂરું કરવા લગનથી મંડી જ પડે એમણે શરૂઆતમાં મિકી માઉસ પાર્ક, મૂળ રીતે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના મહાનગર લોસ એન્જલસમાં સોળ એકરનાં વિસ્તારમાં બનાવવાનું નક્કી કર્યું અને તેમના ડિઝાઇનરોએ વોલ્ટના સપનાને સાકાર કરવા પર કામ કરવાનું શરૂ કર્યું. જોકે વોલ્ટનો આ પ્રોજેક્ટ ધાર્યા કરતાં ઘણી વધુ જમીન અને ભવિષ્યમાં વસતિ વધે તો એને પહોંચી વળવા એ બધા પાયાના પ્રશ્નો પર વિચાર કરતાં ઘણો મોટો થયો. ભવિષ્યની વસતિ વૃદ્ધિના આધારે આયોજિત થીમ પાર્ક ક્યાં સ્થિત કરવો તે નક્કી કરવા ડિઝનીએ સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સી. વી. વૂડ અને હેરિસન પ્રાઇસને બાકાયદા કન્સલ્ટિંગ કરવા રાખ્યા. 160 એકરના બગીચા ખરીદ્યા પ્રાઇસના વિશ્લેષણના આધારે ડિઝનીએ લોસ એન્જલસમાં ઓરેન્જ કાઉન્ટીમાં આવેલા એનાહાઇમ નામના વિસ્તારમાં 160 એકર નારંગીના બગીચા અને અખરોટના જંગલો ખરીદ્યા અને ત્યાર પછી એમણે ત્યાં જે માયાવી સૃષ્ટિ સર્જી એણે દુનિયાભરના બિઝનેસ, મનોરંજન, સર્જનાત્મકતા અને વધારે અગત્યની વાત માણસના બે હાથ, દિમાગ અને હૃદય શું કરી શકે એના સમીકરણો બદલી નાખ્યા. વર્ષે 16 મિલિયન લોકો જે ડિઝનીલેન્ડની મુલાકાત લે છે એ વોલ્ટના આ વિશાળ પ્રોજેક્ટમાં એમના ભાઇ રોય ડિઝની, સી.વી વૂડ, હેરી પ્રાઇસ અને વોલ્ટના અવનવા આઇડિયાને વાસ્તવિક્તામાં બદલવામાં ટેક્નિકલી અગત્યનો ભાગ ભજવનાર જો ફોવલરનો સાથ મળ્યો. ઓપનિંગમાં 28 હજાર લોકો આવ્યા એક ડોલરની પ્રવેશ ફી સાથે વોલ્ટ ભાઇઓએ ડિઝનીલેન્ડ પાર્કની પ્રથમ ટિકિટ ખરીદી ને ડિઝનીલેન્ડ રવિવાર, 17 જુલાઇ, 1955ના રોજ પબ્લિક માટે ખુલ્લું મૂક્યું અને 28 હજાર લોકોએ ઓપનિંગ દિવસે મુલાકાત લીધી. 18 અલગ અલગ આકર્ષણો સાથે શરૂ થનાર ડિઝનીલેન્ડ અત્યારે 51 આકર્ષણો જેમ કે સ્પ્લેશ માઉન્ટેઇન, સ્પેસ માઉન્ટેન, પાઇરેટ્સ ઓફ કેરેબિયન, ઇન્ડિયાના જોન્સ એડવેન્ચર, મોનો રેલ, માર્ક ટ્વેઇન રિવર બોટ, હોન્ટેડ મેન્શન, જંગલ ક્રૂઝ, બાળકીઓનું પ્રિય, એલિસ ઇન વન્ડરલેન્ડ, સ્ટાર વોર્સ ગેલેક્સી, પીટર પેન ફ્લાઇટ અને મિકી એન્ડ મિનિટ્સ રન વે રેલ વે વગેરે સાથે અત્યારે દુનિયાભરમાં સૌથી લોકપ્રિય વેકેશન સ્થાન બની ગયું છે. ડિઝનીલેન્ડ ખૂલ્યું ત્યારથી અત્યાર સુધી વોલ્ટ ડિઝનીના પર્યાય બની ચૂકેલા બાળકોના અતિપ્રિય કેરેક્ટર મિકી માઉસના 84 મિલિયન કાન આકારના સોવેનિયર વેચનાર આ માયાવી સૃષ્ટિ, ડિઝની પાર્ક, ડિઝની ક્રૂઝ, ડિઝની રિસોર્ટ, ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડ સ્પા જેવા બીજા અનેક ધંધાકીય આકર્ષણો દ્વારા અમેરિકન ઇકોનોમીમાં પણ બહુ મોટો ફાળો આપે છે. સ્ટાર વોર્સ અને ઇન્ડિયાના જોન્સ ફ્રેન્ચાઇઝીના ક્રિએટર જ્યોર્જ લુકાસ જેમણે 11 વર્ષની ઉંમરે ડિઝનીલેન્ડ ની મુલાકાત લીધી અને એમના આ સર્જનના બીજ રોપવામાં અને દુનિયાભરના બાળકોની જિંદગીને થોડી વધુ બહેતર બનાવવામાં ડિઝનીલેન્ડનો અને ધ વોલ્ટ ડિઝનીનો ફાળો એનું ઋણ ના ચૂકવી શકાય એટલો મોટો છે.
    Click here to Read More
    Previous Article
    Three killed in explosion in Jharkhand’s Hazaribag

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment