Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોક્સર મેરી કોમ પર અફેરના આરોપો લાગ્યા:પૂર્વ પતિએ કહ્યું- તેનું એક જુનિયર બોક્સર સાથે અફેર હતું, મારી પાસે પુરાવા છે

    1 day ago

    ભારતની દિગ્ગજ બોક્સર એમસી મેરી કોમ પર લગ્ન પછી એક્સ્ટ્રા મેરિટલ અફેરના આરોપો લાગ્યા છે. આ આરોપો મેરી કોમના પૂર્વ પતિ કરુંગ ઓંખોલેર (ઓનલર)એ લગાવ્યા છે. તેમણે ન્યૂઝ એજન્સી IANSને કહ્યું- ‘હું એક ટીવી શોમાં કહેવાયેલી વાતો પર બોલીશ. સૌથી પહેલા 2013માં તેનું એક જુનિયર બોક્સર સાથે અફેર હતું. આને લઈને અમારા પરિવારોમાં ઝઘડો થયો, પછી સમાધાન થઈ ગયું.’ ઓંખોલેરએ આગળ કહ્યું- '2017 થી તે મેરી કોમ બોક્સિંગ એકેડમીમાં કામ કરતા એક વ્યક્તિ સાથે સંબંધમાં હતી. તેના વોટ્સએપ મેસેજ મારી પાસે પુરાવા તરીકે છે. મારી પાસે તે વ્યક્તિનું નામ પણ છે. હું અત્યાર સુધી ચૂપ રહ્યો.' ગયા વર્ષે મેરી કોમે ઓનલરથી છૂટાછેડાની પુષ્ટિ કરી હતી. મેરી કોમે 30 એપ્રિલ 2025ના રોજ X પોસ્ટ પર કોઈ સંબંધમાં હોવાની વાતને નકારી કાઢી હતી. ઓંખોલેરે આગળ કહ્યું- મેરી કોઈ બીજા સાથે રહેવા માગતી હતી. આ જ કારણે સંબંધમાં તિરાડ પડી. તેમણે કહ્યું, 'અમારા છૂટાછેડા થઈ ચૂક્યા છે. જો તે બીજા લગ્ન કરવા માગે છે તો મને કોઈ વાંધો નથી, પરંતુ મારા પર ખોટા આરોપો ન લગાવે. જો આરોપો લગાવવા હોય તો પુરાવા સામે લાવે. મેરી કોમે ઓંખોલર પર છેતરપિંડીના આરોપો લગાવ્યા હતા આ અઠવાડિયે મેરીએ ખુલાસો કર્યો કે તેમણે 2023માં અલગ થવાનો નિર્ણય એટલા માટે લીધો હતો. કારણ કે, ઓનલરે તેના બોક્સિંગ કરિયરમાંથી કમાયેલી રકમમાં કથિત રીતે છેતરપિંડી કરી. મેરીનો આરોપ છે કે ઓનલરે તેની જાણકારી વિના તેના નામે લોન લીધી, સંપત્તિ ગીરવે મૂકી અને કેટલીક સંપત્તિઓ પોતાના નામે ટ્રાન્સફર કરી લીધી હતી. આ આરોપો પર ઓંખોલરે કહ્યું- 'તેનું (મેરી કોમ) કહેવું છે કે મેં 5 કરોડ રૂપિયા ચોર્યા છે. મારું એકાઉન્ટ ચેક કરી લો. 18 વર્ષ અમે સાથે રહ્યા. આજે હું દિલ્હીમાં ભાડાના મકાનમાં રહી રહ્યો છું. તે એક સેલિબ્રિટી છે, જે કહેશે, કેટલાક લોકો માનશે, કેટલાક નહીં.' મને યુઝ એન્ડ થ્રોની જેમ બહાર કરી દીધો ઓંખોલરે એ પણ કહ્યું કે મેરી કોમ બોક્સિંગ એકેડમીનો પાયો નાખવામાં તેમની ભૂમિકા રહી છે. હવે તેમને ‘યુઝ એન્ડ થ્રો’ની જેમ બહાર કરી દેવામાં આવ્યો. બાળકોને લઈને પણ તેણે દાવો કર્યો કે ભલે મેરી તેમના ભણતરનો ખર્ચ ઉઠાવી રહી હોય, પરંતુ ઉછેરમાં તેની પણ સમાન ભૂમિકા રહી છે. પોતાની આદતોને લઈને લાગેલા આરોપો પર ઓંખોલેરે કહ્યું કે દારૂ પીવાની વાતોને વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવી હતી. તેણે દાવો કર્યો કે અંગત વાતોને તેમણે ક્યારેય મીડિયામાં લાવી નથી. જ્યારે, તાજેતરમાં 'આપ કી અદાલત'માં મેરી કોમે કહ્યું હતું કે તેમને લાંબા સમય સુધી પોતાની આર્થિક સ્થિતિની જાણકારી નહોતી અને ઈજા થયા પછી તેમને સચ્ચાઈનો ખ્યાલ આવ્યો. 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો મેરી કોમે 2012માં લંડનમાં યોજાયેલા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, 42 વર્ષીય બોક્સર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ સહિત 8 મેડલ જીતી ચૂકી છે. તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ જીતનાર દુનિયાની એકમાત્ર મહિલા બોક્સર છે. 2006માં તેને પદ્મ શ્રી, 2013માં પદ્મ ભૂષણ અને 2020માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરી છે. આવી રહી મેરી કોમની કારકિર્દી -------------------- સ્પોર્ટ્સની આ સમાચાર પણ વાંચો… શિખર ધવને છૂટાછેડાનાં 3 વર્ષ બાદ ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર શિખર ધવને સોમવારે ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે સગાઈની જાહેરાત કરી. ધવને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી. બંને છેલ્લા કેટલાક સમયથી રિલેશનશિપમાં હતાં અને મે 2025માં પોતાના સંબંધોને સાર્વજનિક કર્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    Sachin Pilot क्यों Delhi की राजनीति से दूर होना चाहते हैं? Rahul Gandhi से हुई गुप्त मीटिंग
    Next Article
    મુંબઈએ ગુજરાતને સતત 8મી WPL મેચ હરાવી:193નો ટાર્ગેટ 3 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો; કેપ્ટન હરમનપ્રીત કૌરની ફિફ્ટી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment