Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રામજનો રોષે ભરાયા:બેડકુવાનજીક ગામે ગૌચરની જમીન પર મેડિકલ કોલેજના નામે ઠરાવ સામે રોષ

    11 hours ago

    વ્યારા તાલુકાના બેડકુવાનજીક ગામની ગૌચર જમીન પર મેડિકલ કોલેજ બાંધવાની પ્રક્રિયા સામે ગ્રામજનોએ કડક વિરોધ નોંધાવ્યો છે. મોજે બેડકુવાનજીક ખાતે આવેલ સર્વે નં.59 (નવો 60) ની જમીન વર્ષ 2015માં સામાન્યસભાના એકતરફી ઠરાવથી મેડિકલ કોલેજને ફાળવવામાં આવી હોવાનું તાજેતરમાં બહાર આવતા ગામમાં ભારે આક્રોશ ફેલાયો છે. ગ્રામજનો જણાવે છે કે 06/01/2026ના રોજ ટોરન્ટ પાવર કંપનીના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે દરમિયાન આ જમીન મેડિકલ કોલેજ માટે ફાળવાઈ હોવાની જાણ થઈ. આશ્ચર્યજનક રીતે, આટલી મહત્વની બાબતે ક્યારેય ગ્રામસભામાં ચર્ચા કરવામાં આવી નથી કે કોઈપણ ગ્રામજનને જાણ કરવામાં આવી નથી. ફક્ત સામાન્યસભામાં સરપંચની સહી-સિક્કાવાળો ઠરાવ કરી દેવાયો હોવાનું સામે આવ્યું છે, જેમાં તલાટીનું સહી-સિક્કો પણ હાજર નથી. બેડકુવાનજીક ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. ગામમાં અંદાજે 1000 જેટલા ગાય, ભેંસ અને બકરાં છે, જે સંપૂર્ણપણે આ ગૌચર જમીન પર આધારિત છે. ગ્રામજનો કહે છે કે જો જમીન છીનવાશે તો પશુઓ માટે ચરવાનું ક્યાં રહેશે? પરિણામે પશુપાલન સંપૂર્ણપણે ખતમ થવાની ભીતિ છે.આ ઉપરાંત, આ ગૌચર વિસ્તારમાં આદિવાસી સમાજના દેવી-દેવતાઓના પવિત્ર સ્થાન આવેલા છે, જ્યાં પેઢીદર પેઢીથી પૂજા-અર્ચના થાય છે. આ જમીન પર અંદાજે 7000થી 8000 જેટલા ઈમારતી અને જંગલી વૃક્ષો તેમજ અનેક ઔષધિય વનસ્પતિઓ પણ છે, જે માનવ અને પશુ સારવારમાં ઉપયોગી છે. મેડિકલ કોલેજના નામે બધું નષ્ટ થવાની ચેતવણી ગ્રામજનો આપી રહ્યા છે. PAISA એક્ટ મુજબ અનુસૂચિત વિસ્તાર હેઠળ આવતાં આ ગામમાં ગ્રામસભાનો નિર્ણય અંતિમ માન્ય છે. આ મુદ્દે 12/01/2026ના રોજ ગ્રામસભામાં 2015ના સામાન્ય સભાના ઠરાવ નં.6 અને 7 (તા.27/03/2015) ને સર્વ સંમતિથી રદ કરવાનો સ્પષ્ટ નિર્ણય લેવાયો છે. ગ્રામજનોએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ગૌચરમાંથે ચેડા કરાયા તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાથે મેડિકલ કોલેજ માટે અન્ય યોગ્ય સ્થળ ફાળવવા નહીં પરંતુ દ્રઢ માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    PM Modi, Merz hold bilateral talks: From defence to visa-free transit, India & Germany push forward

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment