Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં કોહલીને મળીને રાતોરાત વાઇરલ થયેલો ટેણિયો કોણ છે?:ચહેરો, આંખ, સ્મિત, હાવભાવ બધું એકદમ મળતું આવે; જોતા વેંત વિરાટે કહ્યું- તું તો મારી કાર્બન કોપી લાગે

    14 hours ago

    ક્રિકેટ જગતના કિંગ ગણાતા વિરાટ કોહલીના કરોડો ચાહકો છે. વિરાટ જેવું રમવું, તેના જેવું દેખાવું કે તેની સ્ટાઇલની કોપી કરવી એ ઘણા યુવાનોનું સપનું હોય છે પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી સાથે એક એવા બાળકનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેને જોઇને ખુદ વિરાટ કોહલી પણ એક ક્ષણ માટે વિચારમાં પડી ગયો હતો. આ ઘટના વડોદરાની છે. કોટંબી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝિલેન્ડની મેચના આગલા દિવસે આ બાળક અને કોહલી સાથે જોવા મળ્યા હતા. બાળકની ખાસિયત એ છે કે તેનો ચહેરો, તેની આંખો અને તેનું સ્મિત, તેના દાંત, તેના હાવભાવ અસલ વિરાટ કોહલીના બાળપણને મળતા આવે છે. જ્યારે વિરાટ કોહલીએ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું ત્યારે તેના ગોળમટોળ ચહેરાવાળા ચીકુ લૂકના ફોટા ફેમસ થયા હતા. આ બાળકનો ફોટો અને કોહલીના નાનપણનો ફોટો બાજુ-બાજુમાં મૂકીને જુઓ તો સરખા જ લાગે. ફેન્સ આ બાળકની તુલના વિરાટના બાળપણના તે પ્રખ્યાત ફોટા સાથે કરી રહ્યા છે જેમાં વિરાટ હાથમાં બેટ લઇને ઊભો છે અથવા કંઇક ખાઇ રહ્યો છે. ઇન્ટરનેટ પર લોકો આ બાળકને જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા છે. ઘણાએ તો આ બાળકનું નામ મિની કોહલી પાડી દીધું છે. આ જુનિયર કોહલી કોણ છે? તે ક્યાં રહે છે? વિરાટે તેને મળીને શું કીધું? આ સવાલો તમને થતાં હશે. દિવ્ય ભાસ્કરે આ બાળકને શોધી કાઢ્યો છે અને તેની સાથે તેમજ તેના પિતા સાથે વાતચીત કરી છે. આ બાળકનું નામ ગર્વિત ઉત્તમ છે. તે વડોદરામાં નહીં પણ વડોદરાથી 1244 કિલોમીટર દૂર આવેલા હરિયાણાના પંચકુલામાં સેક્ટર-11માં પોતાના પરિવાર સાથે રહે છે. ગર્વિતના પિતાનું નામ સુરેન્દર સિંગ છે અને તે હિમાચલની એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. ગર્વિતને એક્ટિંગ અને ક્રિકેટ ખૂબ પસંદ છે. ગર્વિતે બૂમ પાડી અને કોહલીનું ધ્યાન ગયું વડોદરાના કોટંબી સ્ટેડિયમ પર જ્યારે કોહલી આવ્યો ત્યારે ગર્વિતે તેને જોઇને બૂમ પાડી હતી. જેના પછી શું થયું તે ગર્વિતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું. 'જ્યારે વિરાટ કોહલી આવી રહ્યાં હતા ત્યારે મેં તેમને જોરથી બૂમ પાડી હતી એટલે તેમણે મારી સામે જોયું હતું. તેમણે મને દૂરથી હાય કર્યું અને કહ્યું કે હું થોડીવારમાં આવું છું. થોડીવાર પછી તે આવ્યાં અને તેમણે મને બેટ પર ઓટોગ્રાફ આપ્યો હતો.' રોહિત શર્માએ કહ્યું- વિરાટ તારો ડુપ્લિકેટ બેઠો છે 'વિરાટ કોહલી અને રોહિત શર્મા મારાથી દૂર ઊભા હતા અને મને જોયો ત્યારે તરત જ રોહિત શર્માએ વિરાટ કોહલીને કહ્યું, અરે વહાં દેખ વિરાટ તેરા ડુપ્લિકેટ બેઠા હૈં... આ સાંભળીને મને ખૂબ જ ખુશી થઇ હતી.' ક્રિકેટર અર્શદીપે ગર્વિત અને બીજા બાળકો સાથે એક વીડિયો બનાવ્યો હતો. વીડિયો બનાવતી વખતે અર્શદીપે કંઇક એવું કહ્યું કે બધા ખડખડાટ હસી પડ્યા હતા. અર્શદીપની કોમેન્ટ અને હાસ્યનું મોજું ફરી વળ્યું ગર્વિત કહે છે કે, જ્યારે અમે અર્શદીપને મળ્યાં ત્યારે તેણે અમારી સાથે એક વીડિયો બનાવ્યો હતો. અર્શદીપ ખૂબ હસતા હતા અને તેમના દાંત દેખાતા હતા. હું ત્યાં ફક્ત નોર્મલ સ્માઇલ કરીને ઊભો હતો એટલે અર્શદીપે મજાક કરતાં મને કહ્યું કે અરે બેટા તેરા દાંત કહાં હૈ? આવું કહીને અમને હસાવ્યાં હતા. એ પછી અમારી સાથે મસ્તી પણ કરી હતી. 'મને પહેલેથી જ એક્ટિંગ કરવી અને ક્રિકેટ રમવું ખૂબ પસંદ છે. એમાંય મને વિરાટ કોહલીની સ્ટાઇલ વધારે ગમે છે.' ગર્વિતે પોતાની કાલીઘેલી ભાષામાં કહ્યું કે, હવે લોકો મારા પપ્પાને કોલ કરીને કહે છે કે હજી સુધી અમે વિરાટ કોહલીને નથી મળી શક્યાં અને તમારા દીકરાએ આટલી નાની ઉંમરમાં કેવી રીતે આવું કરીને બતાવ્યું? હરિયાણામાં રહેતો 8 વર્ષનો ગર્વિત વડોદરા ક્યારે આવ્યો અને કયા કયા સ્ટાર ક્રિકેટર્સને મળ્યો તેના વિશે તેના પિતાએ વાત કરી. 8મી તારીખે વડોદરા આવ્યા હતા સુરેન્દર સિંગે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, 4 જાન્યુઆરીએ અમારે ચંડીગઢથી એક કામ માટે હૈદરાબાદ જવાનું થયું હતું. એ પછી વડોદરામાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે પહેલી વન ડે મેચ રમાવાની હતી એટલે અમે 8મી તારીખે વડોદરાના કોટંબી સ્ટેડિયમ આવ્યા હતા. સ્ટેડિયમમાં સુરેન્દર સિંગ અને ગર્વિતની મુલાકાત વિરાટ કોહલી, શુભમન ગિલ, અર્શદીપ, કે.એલ.રાહુલ અને રોહિત શર્મા સાથે થઇ હતી. વીડિયો વાઇરલ થતાં આખા દેશમાંથી ફોન આવ્યા આ મુલાકાતને યાદ કરતા તેમણે કહ્યું કે, એ સમયે મારા દીકરા ગર્વિતે પણ વિરાટ કોહલીના નામ અને નંબરવાળી જ સેમ ટી શર્ટ અને ટ્રેક પહેર્યા હતા. કોહલી અને બાકીના ક્રિકેટર્સ સાથે તેની વાતચીત થઇ હતી. જેનો વીડિયો અને ફોટા અત્યારે ખૂબ જ વાઇરલ થઇ રહ્યાં છે. મને દેશભરમાંથી લોકોના ફોન કોલ્સ આવવાના શરૂ થઇ ગયા છે. બધા મને શુભેચ્છાઓ આપી રહ્યાં છે. ગર્વિતને જોઇને ખુદ વિરાટ કોહલી પણ ચોંકી ગયો હતો. કોહલીનું શું રિએક્શન હતું? કોહલીના રિએક્શન વિશે વાત કરતાં ગર્વિતના પિતાએ કહ્યું કે, મારા દીકરાને જોઇને થોડા સમય માટે તો કોહલી પણ નવાઇ પામ્યા હતા. એ પછી તેણે હસીને ગર્વિતને કહ્યું હતું કે અરે તુ તો અબસે મેરા દોસ્ત હૈ, તુ તો બિલકુલ મેરે જેસા હી દીખ રહા હૈ. તુ તો યાર મેરી કાર્બન કોપી હી હૈ. આટલું કહીને વિરાટ કોહલીએ તેને ઓટોગ્રાફ પણ આપ્યો એ પછી તેની સાથે ફોટો પણ પડાવ્યો હતો. પરિવારે એવું ક્યારેય નહોતું વિચાર્યું કે તેમના દિકરાને રાતો રાત આટલી બધી પ્રસિદ્ધિ મળી જશે. તેમના મનમાં એવું હતું કે તેમના દીકરાનો ચહેરો વિરાટ કોહલીના બાળપણ જેવો જ છે પણ તેમને સપનામાં પણ આવો ખ્યાલ નહોતો કે તેમનો દીકરો રાતોરાત આટલો ફેમસ થઇ જશે. કોહલની જેમ ગર્વિત પણ આગળ વધે તેવી પિતાની ઇચ્છા સુરેન્દર સિંગે કહ્યું કે, હાલમાં મારા દીકરાના નામની બૂમ છે. ઇન્ટરનેટ પર તે બધી જ જગ્યાએ છવાઇ ગયો છે. હું તો ભગવાનને એવી જ પ્રાર્થના કરું છું કે તેને હજી વધારે આગળ વધારવામાં મદદ કરે. હાલમાં તે વિરાટ કોહલીની કોપી કરી રહ્યો છે પણ તેની પ્રસિદ્ધિ વિરાટ કોહલી જેવી થાય એવી જ ઇચ્છા છે. 'મારા દીકરાને જોઇને હવે લોકો છોટે વિરાટ કોહલી, લિટલ ચીકુ કહીને બોલાવે છે. આનાથી અમે જ નહીં અમારા પરિવારના લોકોને પણ ખૂબ જ ખુશી મળી રહી છે.' પિતાનું અધુરૂં સપનું સુરેન્દર સિંગ સચિન તેંડુલકરના ફેન છે. તેમનું સપનું પણ ક્રિકેટર બનવાનું હતું પણ સંજોગવશાત તે અધુરૂં રહી ગયું. પોતાનું અધુરૂં સપનું બન્ને બાળકો પુરૂં કરી શકે તે માટે તેમણે બન્ને દીકરાઓને ક્રિકેટ કોંચિગમાં મુક્યાં છે. વાઇરલ લિટલ વિરાટ કોહલી ગર્વિત 5 વર્ષનો હતો ત્યારથી જ તે ક્રિકેટ એકેડેમીમાં છે. આજે તેની ઉંમર 8 વર્ષની થઇ છે એટલે તે છેલ્લા ત્રણેક વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છે. તેમણે કહ્યું કે, હું જ્યારે નાનો હતો ત્યારે મારું સપનું ક્રિકેટર બનવાનું હતું. હું ત્યારે ખૂબ જ સારી રીતે ક્રિકેટ રમતો હતો પણ ત્યારે કંઇ થઇ શક્યું નહીં અને એ સપનું અધુરું રહી ગયું. ક્રિકેટ એકેડેમીમાં ગર્વિતની ઓળખ કોહલી જ છે વડોદરા આવ્યા ત્યાર પછી જ લોકો ગર્વિતને લિટલ વિરાટ કોહલી તરીકે ઓળખતાં થયાં કે એ પહેલાં પણ ક્યારેય કોઇએ કહ્યું હતું તે અંગે પૂછતાં સુરેન્દર સિંગે કહ્યું, તેને લિટલ વિરાટ કોહલી કહેવાનો સિલસિલો તો 2-3 વર્ષ પહેલાંથી શરૂ થયો હતો પણ અમે માત્ર ઘરના લોકો જ એવું કહેતા હતા. ગર્વિત જે એકેડેમીમાં જાય છે ત્યાં પણ તેને લોકો કોહલી કોહલી કહીને જ બોલાવે છે. ગર્વિત પોતે પણ કોહલીનો ફેન છે. તેના પિતા કહે છે કે, મારો દીકરો ગર્વિત કિંગ કોહલીને પોતાનો ભગવાન માને છે. એ નાનો હતો ત્યારે પણ અમે તેને કોહલી વિશે કંઇ કહ્યું નથી પણ તેને જેમ જેમ સમજણ આવવા લાગી તેમ એ કોહલીનો બિગ ફેન બની ગયો છે. તે કોહલીને જોઇ જોઇને તેના જેવી જ રીતે ચાલવાથી લઇને તેની સ્ટાઇલમાં રમવાનો પ્રયત્ન કરે છે. ગર્વિત ક્રિકેટ કિટ સાથે લઇને સૂઇ જાય છે ગર્વિત જ્યારે ક્રિકેટ એકેડેમીમાંથી પાછો આવે છે ત્યારે તેની ક્રિકેટની કિટને પરિવારના લોકો એક ઠેકાણે મુકી દે છે પણ તે ત્યાંથી ઉઠાવીને તેના બેડમાં લઇ આવે છે અને તે જે જ્યાં સૂવે છે ત્યાં પોતાની પાસે રાખે છે. આમ તે પોતાની ચારેય બાજુ ક્રિકેટની કિટ રાખે છે આટલી નાની ઉંમરમાં પણ તેને ક્રિકેટ પ્રત્યે ખૂબ જ લગાવ છે. વડોદરામાં લોકોએ ગર્વિત સાથે ખૂબ સેલ્ફી લીધી હતી. આ વાતને યાદ કરતા તેના પિતાએ કહ્યું કે, જ્યારે અમે બહાર માર્કેટમાં જઇએ ત્યારે લોકો તેની સાથે વાતચીત કરે છે અને પૂછે છે. વડોદરામાં તો લોકોએ તેની સાથે ખૂબ જ સેલ્ફી લીધી છે, લોકો તેને જુનિયર વિરાટના નામથી બોલવતાં હતા પણ અહીંયા હજી એટલા બધા લોકોને ખબર નથી. લોકો ગર્વિતને ફક્ત કોહલીના નામથી જ ઓળખે છે તેનું નામ ખબર નથી હોતું.
    Click here to Read More
    Previous Article
    For someone with gut issues, eating fibre is like taking sandpaper and rubbing it on open wound, says hormonal coach; gastroenterologist verifies
    Next Article
    ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેશિફીક ખરીદીનો માહોલ...!!!

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment