Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ સ્ટેશનોમાં જ બ્લેક ફિલ્મ અને Police લખેલા વાહનો મળ્યા:ગાંધીનગર પોલીસ ભવનથી આદેશ થયો ત્યાં પણ નિયમોનો ઉલાળિયો, અમદાવાદ-સુરત સહિત 4 શહેરમાં ભાસ્કરનું રિયાલિટી ચેક

    1 day ago

    રાજ્યભરમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે તે માટે 21 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી 15 દિવસની ખાસ ઝૂંબેશ શરૂ કરાઈ છે, જેમાં પોલીસકર્મીઓ અને અધિકારીઓનાં વાહનોમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વિના તથા ‘P’, ‘Police’ અથવા અન્ય અનધિકૃત લોગો દૂર કરવાની સાથે તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની રહેશે. પોલીસ સ્ટેશન, પોલીસ લાઇન અને સરકારી કચેરીઓમાં પણ આ પ્રકારના વાહનોની તપાસ કરવા અને નિયમભંગ કરનાર પોલીસકર્મીઓ અને અધિકારીઓ સામે ટ્રાફિક કાયદા હેઠળ ઉપરાંત શિસ્તભંગની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. આ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને સુરતમાં પોલીસ કચેરીઓ ખાતે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. તમામ CP અને જિલ્લા પોલીસ વડાને ખાસ ટ્રાફિક ડ્રાઈવની સૂચના 11 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં પ્રવેશતી કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની કારને રોકીને તપાસ કરતા આ કાર પોલીસ ઇન્સ્પેક્ટરની હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાને ગંભીરતાથી લઈ કાયદો અને વ્યવસ્થા વિભાગ દ્વારા તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને ખાસ ટ્રાફિક ડ્રાઈવ કરવા સૂચના આપવામાં આવી હતી. જે પોલીસ ભવનથી નિયમોના પાલનના આદેશ થયા ત્યાં જ વાહનો મળ્યા દિવ્ય ભાસ્કર દ્વારા ગાંધીનગર પોલીસ ભવનમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં રસપ્રદ બાબત એ છે કે, જે પોલીસ ભવનમાંથી આ પ્રકારના નિયમોનું પાલન કરાવવા માટે આદેશો જારી કરવામાં આવ્યા છે, તે જ પોલીસ ભવનની અંદર તેમજ બહારના રોડ પર બ્લેક ફિલ્મ, 'Police' લખેલા બોર્ડ/લોગો અને નંબર પ્લેટ વિનાનાં પાર્ક વાહનો જોવા મળ્યા હતા. અમદાવાદના વસ્ત્રાપુરમાં પોલીસકર્મીની કારમાં જ બ્લેક ફિલ્મ દિવ્ય ભાસ્કર દ્વારા અમદાવાદમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની બહાર જ એક GJ-08-CG-5704 નંબરની ગાડીમાં એકદમ ડાર્ક બ્લેક ફિલ્મ લગાવેલી હતી. તો બીજી તરફ પોલીસ સ્ટેશનની પાછળના ભાગે GJ-01-ZC-5171 નંબરની ગાડીમાં એક પોલીસકર્મી બેઠો હતો તે ગાડીમાં પણ બ્લેક ફિલ્મ જોવા મળી હતી. આ ઉપરાંત એક સ્વિફ્ટ ડિઝાયર અને એક i10 કાર પણ બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાની જોવા મળી હતી. ઝોન-7 ડીસીપીની કચેરી છતાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા સેટેલાઈટ પોલીસ સ્ટેશનની બહાર એક અલ્ટો કાર નંબર પ્લેટ વિના ઉભી હતી, જ્યારે પોલીસ સ્ટેશનની અંદર એક થાર ગાડી હતી, જેના કાચ પર બ્લેક ફિલ્મ અને આગળ-પાછળ નંબર પ્લેટ નહોતી. આ ઉપરાંત અન્ય એક કાર પણ નંબર પ્લેટ વિનાની જોવા મળી હતી. જે પોલીસ સ્ટેશનમાં ઝોન-7 ડીસીપીની કચેરી છે અને રોજ તેમની અવરજવર હોય છે છતાં અહીં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આવી જ સ્થિતિ જોવા મળી હતી, જેમાં પોલીસ સ્ટેશનની અંદર પોલીસ સિમ્બોલવાળી બે બાઈક અને સ્ટેશન બહાર નંબર પ્લેટ વિનાની અને બ્લેક ફિલ્મ વાળી કાળા કલરની કાર જોવા મળી હતી. સુરત પોલીસ કમિશનર કચેરીના પાર્કિંગમાં જ નિયમોનું ઉલ્લંઘન દિવ્ય ભાસ્કર દ્વારા સુરત અઠવાલાઈન્સ સ્થિત પોલીસ કમિશનર કચેરીમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં કચેરીના પાર્કિંગમાં મુકાયેલા અનેક પોલીસકર્મીઓના વાહનોની નંબર પ્લેટ પર તેમજ વિન્ડશિલ્ડ પર સ્પષ્ટપણે 'Police' અને લાલ-વાદળી રંગમાં 'P' લખેલા સ્ટીકરો મળી આવ્યા હતા. જ્યાંથી સમગ્ર શહેરની કાયદો-વ્યવસ્થાનું સંચાલન થાય છે તે કચેરીના પરિસરમાં જ ખુદ પોલીસકર્મીઓના વાહનો પર નિયમવિરુદ્ધ 'P' અને 'POLICE' લખેલું જોવા મળ્યું હતું. 'નિયમો તોડનાર સામે કાર્યવાહી થશે જ': DCP પન્ના મોમાયા આ સમગ્ર મામલે 'દિવ્ય ભાસ્કર' દ્વારા ડીસીપી ટ્રાફિક પન્ના મોમાયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય કક્ષાએથી મળેલા સ્પષ્ટ આદેશ મુજબ ગઈકાલથી જ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી દીધી છે. તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને પોતાના વાહનોમાંથી 'P', 'POLICE'ના લખાણો અને કાચ પરથી બ્લેક ફિલ્મ દૂર કરવાની કડક સૂચના આપી દીધી છે. ચેકિંગ દરમિયાન કોઈપણ કર્મચારીનું આ પ્રકારનું ઉલ્લંઘન સામે આવશે તો નિયમાનુસાર કડક કાર્યવાહી કરાશે. રાજકોટ સાયબર ક્રાઈમ કચેરીના પાર્કિંગમાં જ બ્લેક ફિલ્મ વાળી કાર મળી દિવ્ય ભાસ્કર દ્વારા રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનર કચેરીએ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં પાર્કિંગમાં 'Police' લખેલા, 'P' લખેલા અને પોલીસ સાઈન દર્શાવતા વાહનો જોવા મળ્યા હતા. એટલું જ નહીં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં એક બ્લેક ફિલ્મ વાળી નંબર પ્લેટ વિનાની સ્વીફ્ટ કાર જોવા મળી હતી. એક દિવસમાં 55 વાહનો ડિટેઇન કર્યા રાજકોટ ટ્રાફિક પોલીસે ગત 21 સપ્ટેમ્બરે 55 વાહન ડિટેઇન કર્યા હતા, જેમાં 37 ટુ-વ્હીલર, 6 રિક્ષા, 9 ફોર-વ્હીલર અને 3 હેવી વાહનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, 21 સપ્ટેમ્બરથી શરૂ થયેલી ઝૂંબેશ પૂર્ણ થયા બાદ તમામ એકમોએ કામગીરીનો ડેઈલી રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે અને 6 ઓક્ટોબર સુધીમાં વડી કચેરીને મોકલવાનો આદેશ કરાયો છે. હવે જોવાનું એ રહેશે કે રાજ્યભરમાં નિયમોનું પાલન કરાવતી પોલીસ પોતાના જ વાહનો અને કચેરી પરિસરમાં પણ આ 'ઝીરો ટોલરન્સ' નીતિનો કેટલો કડક અમલ કરાવે છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં ટ્રાફિક પોલીસે અડચણરૂપ પાર્કિંગ અને લારીઓ હટાવી:4 ગુના નોંધી 10,500 રૂપિયાનો દંડ વસૂલ્યો, કાર્યવાહી ચાલુ રહેશે
    Next Article
    Pakistan Attacks 10 Sites In Afghanistan After Alleged Drone Strikes On Border

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment