Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘અમને ભારતની મદદ જોઈએ છે’:પાકિસ્તાનનાં અત્યાચારો વચ્ચે POKના નેતાએ કહ્યું- અહીં પરિસ્થિતિ વધુ બગડે તો અમારી પાસે ભારત જવાનો વિકલ્પ હોવો જોઈએ

    1 day ago

    પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર(PoK)માં ચાલી રહેલી અશાંતિએ અત્યાર સુધીમાં સેંકડો લોકોના જીવ લીધા છે. પાકિસ્તાનની સેનાના હાથે રોજબરોજ લોકો મરી રહ્યા છે. આવા સમયમાં PoKના વિરોધ-પ્રદર્શનની આગેવાની કરનાર 'જોઇન્ટ અવામી એક્શન કમિટી'(JAAC)ના નેતા સરદાર અમન ખાને ભારત પાસે મદદ માગી છે. તેમનો દાવો છે કે વિરોધ પ્રદર્શનો પર કડક કાર્યવાહી કર્યા બાદ પાકિસ્તાન સરકારે આ વિસ્તારમાં આર્થિક નાકેબંધી કરી દીધી છે. હવે JAAC નેતાએ નવી દિલ્હીને માનવીય સહાય મોકલવા અને લાઇન ઓફ કંટ્રોલ(LoC) પર બોર્ડર ખોલવાની અપીલ કરી છે. તેમણે દલીલ કરી હતી કે જો પરિસ્થિતિ વધુ બગડશે, તો PoKના સામાન્ય નાગરિકો પાસે ભારત જવાનો વિકલ્પ હોવો જોઈએ. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં અમન ખાનને એમ કહેતા સાંભળી શકાય છે કે, "અમને ભારતની મદદ જોઈએ છે. અહીં રાશનની અછત છે..." તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા પ્રદર્શનકારીઓ સામેની કાર્યવાહી તેજ કરવાને કારણે PoKના રહેવાસીઓને ખોરાક અને દવાઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી ગંભીર માનવીય સંકટ ઊભું થયું છે. રાવલકોટના ઈદગાહ મેદાનમાં ભારે ભીડને સંબોધિત કરતા અમન ખાને લોકોને પૂછ્યું કે શું તેમણે લાઇન ઓફ કંટ્રોલ(LoC) તરફ આગળ વધવું જોઈએ. ભીડે તેમના આ સવાલનો જવાબ આપ્યો, "હા, તેના તરફ આગળ વધો." તેમણે ચેતવણી આપી હતી કે જો સત્તાવાળાઓ લોકોની માંગણીઓનો જવાબ ગોળીઓથી આપશે, તો "અમારી પાસે પણ અન્ય રસ્તાઓ છે." આ JAAC નેતાએ પૂંછ અને ડોડા સેક્ટરમાં LoC ખોલવાની પણ અપીલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે ઇસ્લામાબાદની આ કાર્યવાહીથી વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલીઓ વધુ વધી રહી છે. જોકે અમે આ વીડિયોની પૃષ્ઠી કરતાં નથી, જે કથિત રીતે અમન ખાનની 30 જૂનની રેલીનો છે. PoKમાં અશાંતિ અને લોહિયાળ સંઘર્ષ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી આ અપીલ એવા સમયે આવી છે જ્યારે PoKમાં છેલ્લા મહિનાથી પાકિસ્તાની વહીવટીતંત્ર સામે મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ગયા અઠવાડિયે, ઈદગાહ મેદાનમાં આયોજિત એક મોટી વિરોધ રેલી દરમિયાન, લોકોએ "PoK પાકિસ્તાનનો ભાગ નથી" અને "અમને આઝાદી જોઈએ છે" જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દર્શાવે છે કે ભલે વિરોધ પ્રદર્શન સુધારાની માંગ સાથે શરૂ થયું હતું, પરંતુ હવે તે પાકિસ્તાનથી આઝાદીની ખુલ્લી માંગમાં ફેરવાઈ ગયું છે. નિષ્ણાતોનું શું કહેવું છે? નિષ્ણાતોનું કહેવું છે કે PoKમાં વર્તમાન રાજકીય સંકટ સ્થાનિક લોકો અને પ્રાદેશિક વહીવટીતંત્ર વચ્ચેના ઊંડા અવિશ્વાસને દર્શાવે છે, કારણ કે આ વહીવટીતંત્ર સંપૂર્ણપણે ઇસ્લામાબાદના નિયંત્રણમાં છે. તેમનું માનવું છે કે JAAC પર પ્રતિબંધ મૂકવાનો અને કબજા હેઠળના વિસ્તારમાં સેનાનો ઉપયોગ કરવાનો પાકિસ્તાની સત્તાવાળાઓનો નિર્ણય, અશાંતિને દબાવવાના એક સમજી-વિચારીને ઘડેલા કાવતરાનો ભાગ છે. 5 જૂનના રોજ પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા JAACને ગેરકાનૂની જાહેર કરવા અને આ પાયાના સ્તરના સંગઠનને આતંકવાદી સંગઠન ગણાવ્યા બાદ PoKમાં અશાંતિ વધુ વકરી છે. થોડાં દિવસ પહેલાં PoKમાં પ્રદર્શન વખતે લોકોએ કહ્યું- અમે પાકિસ્તાની નથી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ પ્રદર્શનો તેજ બન્યા છે. 30 જૂનનાં રોજ રાવલકોટના ઈદગાહ ગ્રાઉન્ડમાં હજારો લોકો એકઠા થયા હતા. તેમણે કહ્યું કે PoK પાકિસ્તાનનો ભાગ નથી. આ આંદોલન જમ્મુ-કાશ્મીર અવામી એક્શન કમિટી (JAAC)ના નેતૃત્વ હેઠળ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, JAACના મુખ્ય નેતા શૌકત નવાઝ મીરને તેમના બે સાથીઓ સાથે ધીરકોટના સાંગર ફત્તારે વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. PoKમાં JAACના 600થી વધુ નેતાઓ અને કાર્યકરોને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે. સંપૂર્ણ સમાચાર અહીં ક્લિક કરીને વાંચો...
    Click here to Read More
    Previous Article
    Mumbai chawl collapse: Mother, children among dead, Mayor says shanty ‘illegal’
    Next Article
    LIVE: Heavy Rain Grounds Flights, Triggers Flood Alerts Across India

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment