Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PNG કનેક્શન ધારકોને LPG સિલિન્ડર નહીં મળે:વર્તમાન કનેક્શન પણ સરેન્ડર કરવું પડશે, 2 જહાજ હોર્મુઝથી 92,000 ટન ગેસ લઈને ભારત આવી રહ્યા છે

    10 hours ago

    જો તમારા ઘરમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન છે, તો હવે તમારે તમારો LPG સિલિન્ડર સરન્ડર કરવો પડશે. દેશમાં ઘેરાતા ગેસ સંકટ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયે સપ્લાયના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા આદેશ મુજબ, PNG યુઝર્સને ન તો નવું LPG કનેક્શન મળશે અને ન તો જૂનો સિલિન્ડર રિફિલ થશે. સરકાર આ પહેલા સપ્લાયને લઈને 9 દિવસમાં 3 વાર નવા નિયમો જાહેર કરી ચૂકી છે. રસોઈ ગેસના સપ્લાયના 4 નવા નિયમો LPG સિલિન્ડર બુકિંગના નિયમો ત્રણ વખત બદલાયા 6 માર્ચ: ઘરેલું LPG બુકિંગ માટે લોક-ઇન પિરિયડ 21 દિવસનો કરવામાં આવ્યો. 9 માર્ચ: માગ વધવાને કારણે શહેરોમાં લોક-ઇન પિરિયડ વધારીને 25 દિવસનો કરવામાં આવ્યો. 12 માર્ચ: ગ્રામીણ વિસ્તારોમાં સિલિન્ડર બુક કરવાનો ગેપ 45 દિવસનો કરવામાં આવ્યો. કનેક્શન સરન્ડર ન કરવા પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે નવા નિયમો તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયા છે. સરકાર ઈચ્છે છે કે જેમની પાસે PNG નો વિકલ્પ છે, તેઓ સિલિન્ડર છોડી દે જેથી સિલિન્ડર તે લોકો સુધી પહોંચી શકે જેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. શનિવારે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જેમની પાસે બંને કનેક્શન છે, તેઓ તરત જ નજીકના LPG ડિસ્ટ્રીબ્યુટર અથવા કંપનીના પોર્ટલ પર જઈને કનેક્શન સરન્ડર કરે. સરન્ડર કરવા પર દંડ લાગશે નહીં, પરંતુ નિયમ તોડવા પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. હોર્મુઝથી નીકળેલા 2 જહાજ, 92 હજાર ટન ગેસ લઈને ભારત આવી રહ્યા છે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે. બે ભારતીય LPG કેરિયર (માલવાહક જહાજ), 'શિવાલિક' અને 'નંદા દેવી', હોર્મુઝ રૂટ પાર કરી ચૂક્યા છે. બંદરગાહ અને જહાજ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાએ જણાવ્યું કે આ જહાજો લગભગ 92,700 મેટ્રિક ટન LPG લઈને આવી રહ્યા છે. તેમના 16 અને 17 માર્ચ સુધીમાં મુંદ્રા અને કંડલા બંદરગાહે પહોંચવાની અપેક્ષા છે. કોમર્શિયલ LPG સિલિન્ડરનો પુરવઠો શરૂ સરકારે 5 દિવસ પછી કોમર્શિયલ LPG સિલિન્ડર પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે શનિવારે જણાવ્યું કે દેશના 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોમર્શિયલ સિલિન્ડરનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સરકારે 9 માર્ચે કોમર્શિયલ સિલિન્ડરના સપ્લાય પર પ્રતિબંધ લગાવ્યો હતો. ઈરાનનું વલણ: ભારતીય જહાજોને રોકશે નહીં ભારતમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીના પ્રતિનિધિ, અબ્દુલ માજિદ હકીમ ઈલાહીએ ખાતરી આપી છે કે યુદ્ધ છતાં ભારતીય જહાજોને હોર્મુઝ રૂટ પરથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે કહ્યું, 'અમે ભારતની ઊર્જા જરૂરિયાતોને સમજીએ છીએ. અમને ખબર છે કે ભારતમાં લોકો ગેસ અને પેટ્રોલની અછતનો સામનો કરી રહ્યા છે, આવા સમયે અમે તેમને મદદ અને સમર્થન આપીશું.' તેમણે એમ પણ કહ્યું કે ઈરાનના દૂતાવાસે ભારતીય જહાજોને રસ્તો અપાવવા માટે વિશેષ પ્રયાસો કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મસૂરીમાં શાહી અંદાજમાં થયા કુલદીપ-વંશિકાના લગ્ન:ગોલ્ડન શેરવાનીમાં નીકળ્યા ‘ચાઈનામેન’, જાનમાં નાચ્યા કૈફ-ચહલ-તિલક, મહેમાનો પાછા ફરવા લાગ્યા
    Next Article
    રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ઓડિશાથી 82 ધારાસભ્યોને પારાદીપ મોકલ્યા:કોંગ્રેસના 8 ધારાસભ્યો બેંગલુરુમાં રોકાયા; રાજ્યની 4 બેઠકો પર 16 માર્ચે મતદાન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment