Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PNG કનેક્શન લેનાર ગ્રાહકોને રૂ.500ની છૂટ:મહેસાણા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય

    1 day ago

    મહેસાણા જિલ્લામાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ના નેટવર્કને વધુ મજબૂત બનાવવા અને છેવાડાના માનવી સુધી આ સુવિધા પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી અને સાબરમતી ગેસ કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગેસ જોડાણ મેળવવા ઈચ્છતા નવા ગ્રાહકો માટે પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. PNG કનેક્શન લેનાર ગ્રાહકોને રૂ.500ની છૂટ સરકારના આદેશ અનુસાર પ્રત્યેક ઘર સુધી સ્વચ્છ ઈંધણ પહોંચાડવાના લક્ષ્યાંક સાથે સાબરમતી ગેસ કંપનીએ નવા PNG કનેક્શન મેળવનાર તમામ ગ્રાહકોને રૂ. 500 ની વિશેષ છૂટ આપવાનું નક્કી કર્યું છે. આ સાથે જ વહીવટી પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે 'સિટી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક' હેઠળ અરજી કર્યાના માત્ર 24 કલાકમાં જ મંજૂરી આપવાની નવી યોજના પણ અમલી બનાવવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં 1 લાખથી વધુ ડોમેસ્ટિક ગ્રાહકો જિલ્લામાં ગેસ નેટવર્કની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરતા જણાવવામાં આવ્યું હતું કે, હાલ મહેસાણા જિલ્લામાં કુલ 1,06,490 ડોમેસ્ટિક ગ્રાહકો, 410 કોમર્શિયલ એકમો અને 204 ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ કાર્યરત છે. જિલ્લાના કુલ 114 ગામોમાં ગેસ લાઈન વિસ્તરેલી છે. જેમાં મહેસાણાના 35, વિજાપુર અને કડીના 25-25, વિસનગરના 16, ઊંઝાના 8 અને વડનગરના 5 ગામોનો સમાવેશ થાય છે. આ સુવિધાને વધુ વ્યાપક બનાવવા કંપનીએ પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે. ગેસ, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ બેઠકના અંતે જિલ્લામાં ઈંધણની ઉપલબ્ધતા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં હાલ ગેસ, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નિયમિતપણે પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    Viral 'Mahakumbh' Girl Monalisa ने की Farman Khan से शादी, लोग Hindu-Muslim करने लगे | Social List
    Next Article
    ધુરંધર મૂવી બની ‘ધમાલ’:થેયટરના કર્મચારીએ એડલ્ટ મુવી હોવાને કારણે સગીરને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો, શખસે સાથીદારો સાથે મળી માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment