Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ રેલ્વેના અધિકારી સમક્ષ PMLA કોર્ટમાં ચાર્જશીટ દાખલ:5 વર્ષમાં ભ્રષ્ટાચારથી 2 કરોડની અપ્રમાણસર મિલકત વસાવ્યાનો આરોપ

    1 day ago

    અમદાવાદ દ્વારા પશ્ચિમ રેલવેના પ્રશાંત રબારી સામે અપ્રમાણસર મિલકતના કેસ સંબંધિત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 ની જોગવાઈઓ હેઠળ પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અધિકારીએ ભ્રષ્ટ આચરણ અપનાવીને પોતાની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં વધુ પ્રમાણમાં અનધિકૃત રીતે અનેક જંગમ અને સ્થાવર મિલકતો તેમજ અસ્કયામતો હસ્તગત કરી હતી. EDની તપાસ CBI, ગાંધીનગર દ્વારા પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, 1988ની વિવિધ જોગવાઈઓ હેઠળ નોંધવામાં આવેલી FIR ના આધારે શરૂ કરવામાં આવી હતી, જે PMLA હેઠળના શેડ્યૂલ્ડ ગુનાઓ દર્શાવે છે. 2.58 કરોડની અપ્રમાણસર મિલકત કથિત રીતે એકઠી કરી ED તપાસમાં બહાર આવ્યું છે કે પ્રશાંત રબારીએ, પશ્ચિમ રેલવેમાં પોતાની નોકરી દરમિયાન, 1 જાન્યુઆરી, 2017થી 2 ફેબ્રુઆરી, 2021 સુધીના તપાસ સમયગાળા દરમિયાન ભ્રષ્ટ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા પોતાના અને તેમની પત્નીના નામે સ્થાવર અને જંગમ મિલકતોના સ્વરૂપમાં આશરે 2.58 કરોડની અપ્રમાણસર મિલકત કથિત રીતે એકઠી કરી હતી. ભદ્ર PMLA કોર્ટમાં પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરાઈ હતી સઘન તપાસ હાથ ધર્યા પછી, ED અમદાવાદ દ્વારા ગેરકાયદેસર રીતે મેળવેલા ભંડોળના સીધા ઉપયોગ દ્વારા હસ્તગત કરાયેલી 2 કરોડની કિંમતની સ્થાવર મિલકતો જપ્ત કરવા માટે પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર બહાર પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ PMLA કોર્ટ ભદ્ર, અમદાવાદ સમક્ષ પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં દૂષિત પાણીની બૂમ ઉઠતા મનપા હરકતમાં:રાંદેર, અડાજણ, પાલ અને જહાંગીરપુરામાં પીળા દૂષિત પાણીની ફરિયાદો, ઉકાઈ ડેમમાંથી 11,960 ક્યુસેક પાણી છોડાયું
    Next Article
    ભાવનગરમાં મતદાર સુધારણા માટે ખાસ ઝુંબેશ:સમગ્ર જિલ્લામાંથી 9,785 નવા મતદારો માટે ફોર્મ-6 મળ્યા, કુલ 23,645 આવેદનો આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment