Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકાર્પણ મોડું થવાની શક્યતા:સાંઢીયા પુલની કામગીરીમાં ક્ષતિ બદલ PMC અને કોન્ટ્રાકટર કંપનીને નોટીસ, ફિનિશીંગ સહિતની કામગીરી 2-3 દિવસમાં પૂર્ણ કરવા આદેશ

    1 week ago

    રાજકોટના જામનગર રોડ પર જુનો સાંઢીયા પુલ તોડીને તેની જગ્યાએ રૂ. 74 કરોડના ખર્ચે નવા ફોરલેન બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રીજનું કામ મોટાભાગે પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં તેનું લોકાર્પણ થવાનું છે. આ દરમિયાન મહાપાલિકાના પદાધિકારીઓની મુલાકાત વખતે બ્રીજની કામગીરીમાં કેટલીક ટેકનીકલ ખામીઓ અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવા જેવી ત્રુટીઓ ધ્યાને આવી હતી. આ ગંભીર બેદરકારી અને ક્ષતિઓ બદલ કોર્પોરેશનના ઇજનેરો દ્વારા સમગ્ર પ્રોજેકટમાં પ્રોજેકટ મેનેજમેન્ટ ક્નસલ્ટન્ટ (PMC) તરીકે કામ રાખનાર ડેલ્ફ એજન્સી અને કોન્ટ્રાકટર કંપની ચેતન ક્નસ્ટ્રકશનને નોટીસ આપીને ખુલાસો પુછવામાં આવ્યો છે. નોટીસમાં કામમાં રહેલી પ્રવાહીતા અંગે જવાબ માંગવાની સાથે જ બાકી રહેલું ફિનીશીંગ સહિતનું કામ અગ્રતાના ધોરણે આગામી 2 થી 3 દિવસમાં પૂરું કરીને સંપૂર્ણ બ્રીજ વહેલી તકે મહાપાલિકાને સોંપવા માટે કડક તાકીદ કરવામાં આવી છે. રાજકોટનાં વોર્ડ 12માં સેન્ટર પોલ લાઈટનું જનતા દ્વારા લોકાર્પણ કરવાની ચિમકી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 74 કરોડના ખર્ચે બનેલો ફોરલેન સાંઢિયાપુલ તૈયાર હોવા છતાં લાંબા સમયથી લોકાર્પણ ન થતાં, તાજેતરમાં એક રાજકીય પક્ષ દ્વારા તેના જનતા લોકાર્પણની જાહેરાત કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે તંત્ર દોડતું થયું હતું, ત્યાં હવે વોર્ડ નં. 12માં પણ આવો જ એક મોરચો મંડાયો છે. વોર્ડ નં. 12માં વાવડી ગામ ગેટથી પુનિતનગર 150 ફીટ રિંગ રોડ સુધીની સેન્ટર પોલ લાઈટ છેલ્લા 1 મહિનાથી સંપૂર્ણ તૈયાર છે અને તેનું ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક થઈ ગયું છે. આમ છતાં, મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. આ કાયમ ધમધમતા મુખ્ય રોડ પરથી રોજ હજારો નાગરિકો પસાર થાય છે, જેમને લાઈટો ચાલુ નહીં હોવાના કારણે ભારે પરેશાની વેઠવી પડે છે. આ સમસ્યાને ધ્યાને રાખીને સ્થાનિક સોસાયટીના આગેવાનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે તંત્રને અલ્ટીમેટમ આપતા ચિમકી ઉચ્ચારી છે કે જો આગામી 8 દિવસમાં આ સેન્ટર પોલ લાઈટ ચાલુ કરવામાં નહીં આવે, તો સ્થાનિક રહીશો અને આગેવાનો સાથે મળીને જાતે જ તેનું જનતા લોકાર્પણ કરી દેશે. રાજકોટ-જૂનાગઢ વચ્ચે નવી ટ્રેન શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સની માંગ રાજકોટનાં શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનમાં નોકરી કરતાં નોકરીયાતને ટ્રેઇન વ્યવહારની ખૂબ જ અગવડ પડે છે તેમજ આ ટ્રેઇનોમાં પણ સામાન્ય વર્ગની બોગી ઓછી હોવાથી ખૂબ જ ભીડ રહે છે અને મુસાફરો ઘણી વખત ટ્રેઇન ચુકી જાય છે. આ સ્થિતિને નજરમાં રાખીને ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મારફત રેલવે મંત્રાલય, રેલ્વે બોર્ડ મેનેજર ભાવનગર ડીવીઝનલ રેલવે, સંસદ સભ્ય પરસોતમભાઇ રુપાલા તથા રામભાઇ મોકરીયા મારફત રજુઆત કરવામાં આવી છે. અને માગ કરવામાં આવી છે કે રાજકોટ ગોંડલ-જુનાગઢ વચ્ચે નવી ટ્રેઇન શરુ કરવી જોઇએ અને ફ્રિકવન્સી વધારવી જોઇએ. તેમજ ડેમુ પ્રકારની ટ્રેઇન રાજકોટ-જુનાગઢ વચ્ચે શરુ કરવી જોઇએ અને રીબડા સ્ટેશને સ્ટોપેજ આપવા જોઇએ. જેથી આ ઔદ્યોગિક ઝોનમાં કામ કરતાં કર્મચારી અને વર્કસને અપડાઉન કરવાની સગવડ રહે. ત્યારે તાત્કાલિક આ બાબતે યોગ્ય પગલાં લેવા માંગ કરાઈ છે. રાજકોટમાં પ્રિ-મોન્સુન કામગીરી ઝડપી કરવા કાલે 18 વોર્ડના કોર્પોરેટરો કરશે સ્થળ મુલાકાત રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મેયર ડો.નેહલ શુકલએ તમામ અધિકારીઓને કામગીરી અગ્રતા આપવા સૂચના આપી છે અને તંત્ર દ્વારા ચોમાસુ કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવાયો છે. આ આયોજનના ભાગરૂપે આવતીકાલે 4 જૂનના રોજ સવારે 9 વાગ્યે પ્રથમ વખત 18 વોર્ડના કોર્પોરેટરો પોતપોતાના વિસ્તારમાં થયેલ અને થઈ રહેલી પ્રિ-મોન્સુન તેમજ વોંકળા સફાઈ કામગીરીનું જાત-નિરીક્ષણ કરવા નીકળશે. સોલીડ વેસ્ટ વિભાગની કામગીરીનું એક રીતે ‘વેરીફીકેશન’ કરવાની જવાબદારી શાસકોએ કોર્પોરેટરોને સોંપી છે, જેથી શહેરમાં પાણી ભરાવાની સમસ્યા અટકાવી શકાય. મનપા દ્વારા અત્યાર સુધીમાં કુલ 63 પૈકી 49 વોંકળાની સફાઇ સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવી છે અને બાકીના વોંકળાની કામગીરી હજુ ચાલી રહી છે. આ સ્થળ મુલાકાત દરમિયાન જો ક્યાંય પણ કામગીરીમાં ઢીલ, ક્ષતિ કે બેદરકારી જણાશે તો કોર્પોરેટરો દ્વારા તુરંત જરૂરી સુધારા કરવા અને કામ ઝડપી બનાવવા માટે અધિકારીઓને સ્થળ પર સૂચના આપવામાં આવશે. રાજકોટ સમાચાર રવિવારે રાજકોટમાં સૌરાષ્ટ્રના 5954 ઉમેદવારોની GPSC ની પ્રિલિમિનરી પરીક્ષા ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા આગામી તા.7ને રવિવારે વર્ગ-1 અને 2ની વિવિધ જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પ્રિલીમનરી પરીક્ષા લેવામાં આવનાર છે. રાજકોટમાં આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટે જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.રાજકોટ ખાતે સૌરાષ્ટ્રભરના 5954 ઉમેદવારો પરીક્ષામાં બેસનાર છે. આ અંગે આવતીકાલે તા.4ને ગુરુવારે સાંજના 5 વાગ્યે ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલ દ્વારા રાજ્યભરના જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગની આ પ્રિલીમનરી પરીક્ષામાં બપોરના 11 થી 2 વાગ્યા દરમિયાન કોમન સ્ટડીઝનું પેપર લેવામાં આવશે. આ પરીક્ષા માટે રાજકોટની શાળા-કોલેજોના 28 બિલ્ડીંગો પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આ પરીક્ષા સુચારૂ રૂપથી લેવાય તે માટે પરીક્ષા કેન્દ્રો પર વર્ગ-1 અને 2ના અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવશે. રાજકોટ મહિલા આઈ.ટી.આઈ. ખાતે વિવિધ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ નિયામક, રોજગાર અને તાલીમ, ગાંધીનગરના નિયંત્રણ હેઠળની મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાજકોટ (શહેર) ખાતે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ સંસ્થામાં કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ફેશન ડિઝાઇન ટેક્નોલોજી, ડ્રેસ મેકિંગ, કોસ્મેટોલોજી, હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમ કુલ 6 કોર્સનો સમાવેશ થાય છે. આ તમામ કોર્સમાં ગત તા. 14 મેથી એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક તમામ મહિલા ઉમેદવારોએ જરૂરી માહિતી મેળવવા માટે મહિલા આઈ.ટી.આઈ., બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ પાછળ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રૂબરૂ સવારે 10 કલાકથી સાંજે 5 કલાક દરમિયાન અથવા સંસ્થાના ટેલિફોન નંબર 0281-2562883 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Peddi Movie Review and Release LIVE Updates: Ram Charan-starrer can’t surpass Pushpa 2’s advance sales, eyes Rs 100 cr opening
    Next Article
    5 જૂને દ.ગુજરાતના ઔદ્યોગિક વિકાસને ગતિ મળશે:PM મોદી ભરૂચના 6 અને વલસાડ જિલ્લાના 2 પ્રોજેક્ટ્સ સહિત ₹18777 કરોડના વિકાસકામોનું ખાતમૂહુર્ત કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment