Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદી બોલ્યા- ભારત-ઓસ્ટ્રેલિયાનું સાથે મળીને આગળ વધવું જરૂરી:તેનાથી બંને દેશને ફાયદો; ઓસ્ટ્રેલિયન PM સાથે સેલ્ફી લીધી, આજે 40,000 ભારતીય મૂળના લોકોને સંબોધશે

    3 days ago

    PM મોદીએ ગુરુવારે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ભારત-ઓસ્ટ્રેલિયા CEO ફોરમ અને ઇકોનોમિક રોડમેપ બિઝનેસ રિસેપ્શનમાં ભાગ લીધો. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઓસ્ટ્રેલિયાએ ભવિષ્યની મજબૂત ભાગીદારીનો પાયો નાખ્યો છે. પીએમએ કહ્યું કે દુનિયા આ સમયે અનિશ્ચિતતા, સપ્લાય ચેઇનમાં અવરોધ અને ઊર્જા સંકટનો સામનો કરી રહી છે. આવા સમયે ભારત અને ઓસ્ટ્રેલિયાનું વિશ્વસનીય ભાગીદાર તરીકે સાથે આગળ વધવું જરૂરી છે. કાર્યક્રમ પછી મોદીએ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝ સાથે સેલ્ફી પણ લીધી. પીએમ મોદી 6 થી 11 જુલાઈ સુધી ત્રણ દેશોના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયામાં તેઓ પીએમ એન્થની અલ્બનીઝને મળશે. બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ પર ચર્ચા થશે. પીએમ મેલબર્નના માર્વેલ સ્ટેડિયમમાં 40 હજાર ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે. તેઓ 11 જુલાઈએ ન્યુઝીલેન્ડ જવા રવાના થશે. મેલબોર્નમાં PM મોદીના સ્વાગતની 3 તસવીરો… બંને દેશો વચ્ચે ડિફેન્સ ડીલ પણ શક્ય પીએમ મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ડિફેન્સ ડીલ શક્ય છે. આ સાથે જ બંને દેશોના વડાપ્રધાન ભારત-ઓસ્ટ્રેલિયાના અનેક ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરશે. PM મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ સાથે જોડાયેલી પળેપળની અપડેટ માટે નીચેના બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    Government schools face 86 Lakh enrollment decline in two years: UDISE
    Next Article
    મહારાષ્ટ્રમાં પૂરથી 3000 LPG સિલિન્ડર તણાયા:અજમેરમાં વરસાદથી મકાન ધરાશાયી, 3 લોકો દટાયા; દિલ્હીમાં રસ્તાઓ પાણીમાં ડૂબ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment