Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:PM મોદી આજે વડોદરામાં, રેમ્પ પર રોકસ્ટાર સ્ટાઇલમાં એન્ટ્રી કરશે, અમદાવાદમાં પ્લેનની ટિકિટ જેટલાં રિક્ષા ભાડાં, MPમાં ઝેરી દારૂથી 22 મોત

    11 hours ago

    નમસ્તે, કાલના મોટા સમાચાર દિલ્હી બિલ્ડિંગ દુર્ઘટના સાથે જોડાયેલા છે. બિલ્ડિંગ માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજા સમાચાર મધ્ય પ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી થયેલા મોતોના છે. અમે તમને એ પણ જણાવીશું કે ટ્રમ્પે પોતાની તસવીર નકશામાં કેમ બદલી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી આજે ગુજરાતનાં પ્રવાસે રહેશે. તેઓ અહીં Gen-Z સાથે વાત કરશે. 2. સંભલની શાહી જામા મસ્જિદના સર્વે સંબંધિત મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. દિલ્હી હાઈકોર્ટે કહ્યું- હોસ્ટેલ દુર્ઘટના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર:સરકાર પણ જવાબદારીમાંથી છટકી શકે નહીં; બિલ્ડિંગ માલિક કસ્ટડીમાં; અત્યાર સુધીમાં 7નાં મોત દિલ્હી હોસ્ટેલ કેસમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે- દુર્ઘટના માટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને દિલ્હી યુનિવર્સિટી બંને જવાબદાર છે. કોર્ટે કહ્યું કે બહારથી ભણવા આવતા વિદ્યાર્થીઓના હોસ્ટેલોની હાલત અત્યંત દયનીય અને ખરાબ છે. સરકાર જવાબદારીમાંથી છટકી શકે નહીં. અદાલતે MCD, દિલ્હી સરકાર, કેન્દ્ર સરકાર, NHRC અને દિલ્હી યુનિવર્સિટીને 10 દિવસની અંદર પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ દરમિયાન, બિલ્ડિંગના માલિક હરિરામ બંસલની પોલીસે રાજસ્થાનના ભિવાડીથી અટકાયત કરી છે. પોલીસે તેની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત થયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. મધ્યપ્રદેશમાં ઝેરી દારૂથી પિતા-પુત્ર સહિત 22 લોકોનાં મોત:112ની હાલત બગડી, સાગર-ભોપાલમાં દાખલ; દારૂના કોન્ટ્રાક્ટર સહિત 30 પર કેસ, 10ની ધરપકડ મધ્યપ્રદેશનાં સાગરમાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક 22 પર પહોંચી ગયો છે. સોમવારે સવારે ધુરમાર ગામના મહેશ રાવત (55) એ બંડા હોસ્પિટલમાં, છાપરી ગામના શ્યામબાઈ અહિરવાર (50) એ જિલ્લા હોસ્પિટલમાં અને પાપેટ ગામના કૃષ્ણ કુમાર લોધીએ મેડિકલ કોલેજમાં દમ તોડ્યો. આ પહેલાં એરલિફ્ટ કરીને ભોપાલ લાવવામાં આવેલા રામ પ્રસાદ લોધીનું રવિવારે રાત્રે મૃત્યુ થયું હતું. પિતા ગોવિંદ લોધીએ પણ રવિવારે દમ તોડ્યો હતો. જ્યારે, રામપ્રસાદનો નાનો ભાઈ ભૂરે લોધી બીએમસીમાં દાખલ છે. બમૂરા ભેડા ગામમાં અત્યાર સુધીમાં 6 મૃત્યુ થયા છે. હાલમાં, 112 લોકો હોસ્પિટલોમાં દાખલ છે. પોલીસે આ મામલે 30 આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. તેમાંથી 10 ની ધરપકડ કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. સંજય દત્તે શિવસેના મંત્રી સામે મરાઠી બોલવાની ઘસીને ના પાડી:BJP ધારાસભ્યએ પૂછ્યું- 'માત્ર ઓટો ડ્રાઇવર પર જ કેમ દબાણ?' મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે બોલિવૂડ એક્ટર સંજય દત્તે મરાઠીમાં બોલવાનો ઇનકાર કર્યો. રવિવારે મુંબઈમાં આયોજિત દહીં હાંડી કાર્યક્રમમાં તેણે કહ્યું, 'હું 6 વર્ષ સુધી યરવડા જેલમાં રહ્યો, ત્યારે પણ મરાઠી ભાષા શીખી શક્યો નહીં.' સંજય દત્તના નિવેદન પર હવે વિવાદ થયો છે. આ કાર્યક્રમ થાણેમાં શિવસેના (શિંદે જૂથ)ના નેતા અને મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આયોજિત કર્યો હતો. સંજય દત્ત મંચ પર હિન્દીમાં બોલી રહ્યા હતા. આના પર મંત્રીએ તેને મરાઠીમાં બોલવા કહ્યું, પરંતુ 67 વર્ષીય એક્ટરે રમુજી અંદાજમાં તેમ કરવાનો ઇનકાર કર્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં યોજાશે નેશનલ ફિલ્મ અવોર્ડ્સ સેરેમની:72 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર દિલ્હીની બહાર કાર્યક્રમ યોજાશે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અવોર્ડ્સ અપાશે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના ઇતિહાસમાં આ વખતે બદલાવ થવા જઈ રહ્યો છે. 72મા નેશનલ ફિલ્મ અવોર્ડ્સ સમારોહ પહેલીવાર નવી દિલ્હીની બહાર યોજાશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ માટે ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતા નગર (કેવડિયા)ની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના 23 સપ્ટેમ્બરના ગુજરાત પ્રવાસ દરમિયાન પુરસ્કારો પ્રદાન કરવામાં આવે તેવી સંભાવના છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ સામાન્ય રીતે નવી દિલ્હીમાં યોજાતો રહ્યો છે. ગયા વર્ષે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનો સમારોહ 23 સપ્ટેમ્બર 2025ના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓને પુરસ્કારો પ્રદાન કર્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચાલુ ફ્લાઇટે પેસેન્જરને આખેઆખો ટેપથી બાંધી દીધો:નરકની વાતો કરતા બુમો પાડવા લાગ્યો, યાત્રીઓને બટકા ભર્યા, મારઝૂડ કરી; USમાં ઇમરજન્સી લેન્ડિંગ અમેરિકામાં અમેરિકન એરલાઇન્સની એક ફ્લાઇટમાં 67 વર્ષના એક મુસાફરે ભારે હોબાળો મચાવ્યો. તેણે પહેલા ફ્લાઇટ એટેન્ડન્ટ અને અન્ય મુસાફરો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી. ત્યારબાદ તેણે નજીકમાં બેઠેલા મુસાફર પર હુમલો કર્યો અને વચ્ચે બચાવ કરવા આવેલી એક મહિલાને પણ ધક્કો માર્યો. પરિસ્થિતિ વણસતા ત્રણ મુસાફરોએ તેને કાબૂમાં લીધો અને ડક્ટ ટેપ તથા ઝિપ ટાઈ વડે સીટ પર બાંધી દીધો. આ ઘટનાને કારણે ફ્લાઇટને બાલ્ટીમોર ડાયવર્ટ કરવી પડી.આ ઘટના 3 સપ્ટેમ્બરની રાત્રે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 618માં બની હતી. વિમાન ટેક્સાસના ડલ્લાસ-ફોર્ટ વર્થથી ન્યૂ જર્સીના નેવાર્ક જઈ રહ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 6. અમદાવાદમાં પ્લેનની ટિકિટ જેટલું રિક્ષા ભાડુ, મુસાફારો ખૂલ્લેઆમ લૂંટાયા:કાલુપુરથી શેલાના 2500 રૂપિયા, હડતાળની આડમાં રિક્ષાચાલકોની દાદાગીરી ઓલા, ઉબેર, રેપિડો જેવી ઓનલાઈન ટેક્સી એપ્લિકેશનો સામે અમદાવાદના 3.70 રિક્ષા અને ટેક્સી ચાલકોનું ‘રોજગાર બચાવો’ આંદોલન ઉગ્ર બન્યું છે. વારંવાર રજૂઆત છતાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં અમદાવાદ રિક્ષાચાલક એકતા સહિતના વિવિધ સંગઠનો દ્વારા આજથી 10 સપ્ટેમ્બર સુધી 4 દિવસના સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે. મધ્યરાત્રિથી શરૂ થયેલી હડતાળમાં યુનિયને 3 લાખ રિક્ષા અને 70 હજાર ટેક્સી ચાલકો જોડાશે તેવો દાવો કર્યો હતો, પરંતુ અનેક વિસ્તારોમાં વાહનો ચાલુ રહેતાં હડતાળને ફિક્કો પ્રતિસાદ સાંપડ્યો છે. હડતાળને સફળ બનાવવા યુનિયનના સભ્યો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રાણીપ બસ સ્ટેશન પાસે રિક્ષાચાલકે લાકડી સાથે આવીને મુસાફરોને અધ્ધવચ્ચે જ ઉતારી હડતાળમાં જોડાવા દબાણ કરતા વિવાદ થયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. વડોદરામાં Y આકારના રેમ્પ પર મોદી રોકસ્ટાર સ્ટાઇલમાં એન્ટ્રી કરશે:GEN-Zને સંબોધન ને IPL જેવું ભવ્ય લાઇવ બ્રોડકાસ્ટિંગ, શાનદાર સ્ટેજ તૈયાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે (8 સપ્ટેમ્બર) વડોદરા આવી રહ્યા છે. પહેલીવાર સરકારી કાર્યક્રમમાં GEN-Zને ધ્યાને રાખીને તમામ તૈયારીઓ કરાઈ છે અને ‘બુક માય શો’ પર રજીસ્ટ્રેશન પણ ફૂલ થઈ ગયું છે. એમ.એસ. યુનિવર્સિટીના પેવિલિયન મેદાનમાં વડાપ્રધાનના સ્ટેજ સાથે ખાસ 'Y' આકારનો રેમ્પ બનાવાયો છે, જ્યાં આસપાસ યુવાનોને બેસાડાશે. રોકસ્ટારની સ્ટાઇલમાં મોદી રેમ્પ પર ચાલતા-ચાલતા જેન-ઝી વિદ્યાર્થી અને પ્રોફેશનલ્સ સાથે સંવાદ કરી અભિવાદન ઝીલશે. નોંધનીય છે કે, એજ્યુકેશન સિસ્ટમ સામે અવાજ ઉઠાવવા માટે રાહુલ ગાંધી હાલ 'છાત્રો કી ગૂંજ' નામનો કાર્યક્રમ કરી રહ્યા છે. કોટાથી લઈ પૂણે સુધી તેઓએ યુવાઓ સાથે એક રોકસ્ટારના અંદાજમાં સ્ટેજ પર એન્ટ્રી લીધી હતી, જેમાં સ્ટેજથી લઈ તેના ટી-શર્ટ ચર્ચામાં રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : 36 હજાર ફૂટ પર પ્લેનનું ફ્યુઅલ ઓછું થયું:1 એન્જિન પર કોચીમાં ઇમરજન્સી લેન્ડિંગ; એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ અબુધાબી જઈ રહી હતી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : તબાહીના 11 દિવસ પછી તિબેટ પહોંચ્યું ઇન્ટરનેશનલ મીડિયા:ચીની વિદેશ મંત્રાલયે મુલાકાત કરાવી, નેપાળ પૂર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5000 લોકો ગુમ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : દાવો-શિવસેના ઠાકરે જૂથના 14 ધારાસભ્યો એકનાથના સંપર્કમાં:શિવસેના નેતાએ કહ્યું- ટુંક સમયમાં ઓપરેશન ટાઈગર-4; ઉદ્ધવના 6 સાંસદો શિંદે જૂથમાં સામેલ થયા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પના ઈરાન વિરુદ્ધ 1 કલાકમાં 7 પોસ્ટ:ઈરાની નકશા પર પોતાની તસવીર લગાવી, બોમ્બમારાની AI તસવીર પર લખ્યું- બાય-બાય ખાર્ગ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : એક વર્ષમાં બેંક ખાતામાં કેટલી રોકડ જમા કરી શકાય?:લિમિટ કરતાં વધારે કેશ જમા કરાવશો તો આવશે ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ, જાણો નિયમો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ઈશાનની રેકોર્ડ બ્રેક ઈનિંગથી ગર્લફ્રેન્ડ થઈ ઇમોશનલ:દુલીપ ટ્રોફી ફાઇનલમાં 250 રન પૂરા થતા જ પ્રેમ વરસાવ્યો, 'પ્રાઉડ ઓફ ઈશુ'... લખતા જ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી વાઇરલ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગ્રહોના ‘રાજકુમાર’નું કન્યા રાશિમાં મહાગોચર:મિથુન-કન્યા રાશિની ચાંદી જ ચાંદી!, મળશે પ્રમોશન અને ધનલાભ; ડિસેમ્બર સુધી આ રાશિનો ગોલ્ડન ટાઈમ શરૂ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ભોજપુરી ગીત પર રોબોટનો ડાન્સ બિહારમાં લોકોએ એક રોબોટને ભોજપુરી ગીત પર ડાન્સ કરાવ્યો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં હ્યુમનોઇડ રોબોટ ગમછો અને ફૂલોની માળા પહેરીને સ્ટેજ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. છેલ્લી ઘડીએ રૂટ બદલાયો ને નેપાળમાં ચમત્કારિક રીતે બચી ગયા: ગુજરાતી દંપતીના 47 સાથીઓનો આજે પણ કોઇ અતોપતો નથી, કહ્યું- અમેરિકાથી બધા ફોન કરીને પૂછે છે મારી બહેનને જોઇ? 2. આજથી નવી વીડિયો સિરીઝ 'કેસેટ કિંગઃ ધ ગુલશન કુમાર સ્ટોરી': જ્યૂસ વેચનારે મુંબઈમાં સામ્રાજ્ય બનાવ્યું તો ગેંગસ્ટરે હત્યા કરી, રોજ નવો થ્રિલિંગ એપિસોડ 3. Editor's View 457 વર્ષે દુનિયાનો નકશો બદલાયો: હવે ભારત મોટું દેખાશે, સરહદ મુદ્દે પાવર બતાવ્યો, અમેરિકાનાં પેટમાં તેલ રેડાયું, ગૂગલ મેપનું શું થશે? જાણો પાંચ ઇન્ટરેસ્ટિંગ વાત 4. પારકી પંચાત : નશેડી ક્રેન ઉપર ચડ્યો અને લટકી ગયો: હાથ છૂટતા જ પબ્લિક વીફરી, મટકી ફોડવા MLAએ ધુંબાવાળી કરી, મંત્રીઓની જગ્યાએ પૂર્વ મંત્રી બેઠા ને વીડિયો બની ગયો 5. 26 દિવસમાં ત્રણ ધમકીઓ, ફરી કાશ્મીરી પંડિતો ભયમાં: પત્રમાં નામ-સરનામું, ગાડી નંબરનો ઉલ્લેખ; ઘરની બહાર નીકળવું પણ જોખમી 6. આજનું એક્સપ્લેનર: શું રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે? પહેલાં CIA ડિરેક્ટર મોસ્કોની સીક્રેટ મુલાકાતે ગયા, હવે ટ્રમ્પના બે વિશ્વાસુ દૂત રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા 7. મંડે મેગા સ્ટોરી : જ્યાં આજે હિમાલય છે, ત્યાં ક્યારેક વિશાળ સમુદ્ર હતો: સૌથી યુવાન પર્વત, દર વર્ષે 5 મિમી હાઇટ વધી રહી છે; હિમાલય આટલો ખતરનાક કેમ બન્યો? 8. ગ્રાઉન્ડ રિપોર્ટ 10 મિનિટ માટે રહી ગયા, બાકી અમેય દટાઈ જાત: વિદ્યાર્થીએ કહ્યું- બિલ્ડિંગમાં તિરાડ પડવાના અવાજો આવતાં'તા; દિલ્હી દુર્ઘટનામાં જન્માષ્ટમીની રજાને લીધે અનેક જીવ બચ્યા 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ મંગળવારનું રાશિફળ:મેષ અને તુલા રાશિને પ્રોપર્ટીમાં મોટી ડીલના સંકેત; મિથુન, કન્યા સહિત 5 રાશિએ રોકાણ ટાળવું વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Nepal vs Hong Kong Live Streaming: When And Where To Watch NEP v HK ACC Men's Premier Cup 2026
    Next Article
    સત્ય નિકેતન દુર્ઘટના- આખી દિલ્હીમાં બિલ્ડિંગ તપાસના આદેશ:MCDએ 3 દિવસમાં રિપોર્ટ માંગ્યો; 28 લાખમાંથી માત્ર 19 ઇમારતો જોખમી મળી હતી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment