Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં HCમાં સુનાવણી:કેજરીવાલે કહ્યું- 'મેં ડિગ્રી માગતી કોઈ RTI નથી કરી, 25 હજારનો દંડ પણ ખોટો', આવતીકાલે સોલિસિટર જનરલ દલીલ કરશે

    एक दिन पहले

    PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને રૂ. 25 હજારનો દંડ ફટકારાયો હતો. ત્યારબાદકેજરીવાલ તરફથી સિંગલ જજના ચુકાદા સામે રિવ્યૂ અરજી કરવામાં આવતા સિંગલ જજે નકારી નાખી હતી. જેની સામે કેજરીવાલે ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ દાખલી કરી છે. જેમાં આજે સુનાવણી યોજાઈ. હવે આવતીકાલે આ બાબતે સોલિસિટર જનરલ તુષાર મહેતા તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરાશે. અરવિંદ કેજરીવાલ વતી વકીલ અભિષેક મનુ સિંઘવીએ રજૂઆત કરી સિંઘવીએ અપીલ પર રજૂઆત કરતા કહ્યું, સિંગલ જજના હુકમમાં જણાવાયું છે કે PMની ડિગ્રી યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર છે, તે વાત ખોટી છે. વળી ચીફ ઇન્ફોર્મેશન કમિશનરે કેજરીવાલને પ્રશ્ન કર્યો હતો કે, તમારી એજ્યુકેશન સંબંધી માહિતી માંગતી RTIમાં તેને જાહેર કરી શકાય કે કેમ ? જેના જવાબમાં કેજરીવાલે કહ્યું હતું કે, હા તે જાહેર કરી શકાય પણ પણ બીજી RTIમાં PM ના અભ્યાસ અંગે માહિતી આપી નથી, માહિતી કમિશને સ્વતંત્ર રીતે કામ કરવું પડે. આમ CIC દ્વારા આ કેસ સુઓ મોટો પ્રક્રિયાથી ઉદભવ્યો હતો અને ગુજરાત યુનિવર્સિટીને CIC એ નિર્દેશ આપ્યા હતા. જેની સામે યુનિવર્સિટી હાઇકોર્ટમાં આવી હતી, કેજરીવાલ તો ફક્ત પક્ષકાર હતા. કોર્ટે કહ્યું હતું કે જો RTI અરજી કોઈ અરજદારે ના કરી હોય, તો RTI એક્ટ મુજબ તેને માહિતી મળે જ નહીં, આ કેસમાં આવું થયું નથી. કેજરીવાલ તરફથી તેમને ફટકારાયેલા દંડને લઈ વાંધો ઉઠાવ્યો કેજરીવાલ વતી કહેવાયું હતું કે, તેને RTI અરજી કરીને PMની ડિગ્રી માંગી નથી કે તેને હાઇકોર્ટમાં પણ અરજી કરી નથી છત્તા તેને 25 હજારનો દંડ કરાયો છે, તેની સામે તેમને વાંધો છે. કોર્ટે સરકારી વકીલને પૂછીને કહ્યું હતું કે, સરકાર આ દંડ રદ્દ કરવા તૈયાર છે, બાકીનો ચુકાદો જેમ છે તેમ રહેશે. જો કે કેજરીવાલે કહ્યું હતું કે સિંગલ જજના ચુકાદામાં તેમની વિરુદ્ધ ખોટી નોંધ કરાઈ છે, તેને પણ દૂર કરવી જોઈએ. આવતીકાલે સોલિસિટર જનરલ તુષાર મહેતા દલીલ કરશે કોર્ટે કહ્યું હતું કે RTIમાં માહિતી અધિકારીને સૂઓ મોટો પાવર હોતો નથી. જ્યારે અપીલકર્તા કેજરીવાલે જણાવ્યું હતું કે, તેઓએ RTI કરી નથી કે ના હાઇકોર્ટમાં અરજી કરી છે, આમ તેઓએ આ બાબતની શરૂઆત જ નથી કરી. તેઓએ તો ફક્ત પોતાના સંબંધની RTI માં જવાબ આપ્યો હતો. સિંગલ જજ પાસે CICના હુકમ સામે યુનિવર્સિટી ગઈ હતી, અપીલકર્તા નહીં. વળી હાઇકોર્ટે જે વેબસાઇટ કહી તેવી કોઈ વેબસાઇટ છે જ નહીં. હવે આ મુદ્દે સામા પક્ષે સોલિસિટર જનરલ તુષાર મહેતા દલીલો કરશે. ત્યારબાદ કોર્ટ ચુકાદો આપી શકે છે. આ સમાચાર પણ વાંચોઃ PMની ડીગ્રી વિવાદ મામલે ગુજરાત યુનિવર્સિટીએ બદનક્ષીનો દાવો કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રીના વિવાદમાં અરવિંદ કેજરીવાલને દંડ તો ફટકારાયો પણ હજુ તેમની મુશ્કેલીનો અંત આવ્યો નથી. ગુજરાત યુનિવર્સિટીએ યુનિવર્સિટીની છબિ ખરાબ કરવા મામલે અરવિંદ કેજરીવાલ સામે બદનક્ષીનો દાવો કર્યો હતો. આ કેસમાં અરવિંદ કેજરીવાલની સાથે સંજય સિંહ પણ આરોપી છે. બંનેને અગાઉ સમન્સ પાઠવવામાં આવ્યું હતું ત્યારે હવે મેટ્રો કોર્ટમાં સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને વધુ એક સમન્સ પાઠવવામાં આવ્યું છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં બંધ મકાનમાંથી રૂ.2.99 લાખની ચોરી:મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચોરી કરનાર કુખ્યાત માતા-પુત્રીની ધરપકડ
    Next Article
    Lhuan-Dre Pretorius Hits 94 As South Africa Reach T20I Tri-Series Final

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment