Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીની ડિગ્રી જાહેર કરવાનો કેસ:HCએ કહ્યું- 'યોગ્ય કાર્યવાહી વગર યુનિ. ખાનગી માહિતી જાહેર કરી શકે નહીં',સોલિસિટર જનરલ બોલ્યા-'અપીલ બદલ કેજરીવાલને કોસ્ટ કરવો જોઈએ'

    9 hours ago

    PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રૂ. 25 હજારનો દંડ ફટકારાયો હતો. સિંગલ જજના ચુકાદા સામે કેજરીવાલ તરફથી કરવામાં આવેલી અરજી રદ કરાતા ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ કરી હતી. આ મામલે આજે સુનાવણી યોજાઈ રહી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરતા કહ્યું કે, ડિગ્રી બતાડવાનો માહોલ ઉભો કરવો તે બદઈરાદાપૂર્વકનો છે. જો સિંગલ જજના હુકમ બાદ ખરેખર કેજરીવાલને PM ની ડિગ્રીમાં રસ ના હોત તો તેઓ રિવ્યૂ અરજી દાખલ કરત નહીં. કોર્ટે પણ નોંધ્યું કે, આ કેસમાં CIC (સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન) એ ડહાપણપૂર્વક વર્તવાની જરુર હતી. કેજરીવાલને PMની ડિગ્રીમાં રસ ન હોત તો તે રિવ્યૂ અરજી દાખલ કરત નહીં- તુષાર મહેતા સોલિસિટર જનરલે હાઈકોર્ટમાં દલીલ કરતા જણાવ્યું કે, શું માહિતીના અધિકાર હેઠળ ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીની ડિગ્રી જાહેર કરી શકાય ? યુનિવર્સિટી લાખો વિદ્યાર્થીઓને ડિગ્રી આપતી હોય છે. PM એક સંવૈધાનિક પોસ્ટ પર છે. તેઓની ડિગ્રી જાહેર કરવામાં યુનિવર્સિટીને વાંધો હોય નહીં. સિંગલ જજે પણ નોંધ્યું કે, યુનિવપર્સિટીએ ડિગ્રી પબ્લિક ડોમેઈનમાં મૂકી છે. જો આ પ્રકારે ડિગ્રીઓ જાહેર કરવામાં અરજીઓ આવે તો આવી અરજીઓથી સંસ્થાઓ ઉભરાઈ જાય. અરવિંદ કેજરીવાલ કહે છે કે, તેઓએ કોઈ ડિગ્રી માગી નથી. પરંતુ, ડિગ્રી બતાડવાનો માહોલ ઉભો કરવો તે બદઈરાદાપૂર્વકનો છે. જો સિંગલ જજના હુકમ બાદ ખરેખર કેજરીવાલને PM ની ડિગ્રીમાં રસ ના હોત તો તેઓ રિવ્યૂ અરજી દાખલ કરત નહીં. ‘જિજ્ઞાસાવૃતિ હેઠળ માહિતી માગી શકાય નહીં’ કેજરીવાલ અને સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાત યુનિવર્સિટીને બદનામ કરી. જેથી યુનિવર્સિટીએ બંને સામે ડિફેમેશનની ક્રિમીનલ ફરિયાદ મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરી છે. RTI એક્ટમાં કેટલીક બાબતોની મુક્તિ આપવામાં આવી છે, જેમાં સેક્શન 8માં જોગવાઈઓ કરેલી છે. શું આ માહિતીમાં લોકોનું વ્યાપક હિત રહેલું છે? યુનિવર્સિટી પાસે વિધાર્થીઓની માહિતી તે ખાનગી માહિતી છે, તે સંદર્ભના ચુકાદાઓ પણ છે. પ્રાઈવસીનો સ્કોપ આજે બહુ મોટો છે. આ યુનિવર્સિટી અને વિધાર્થીઓ વચ્ચે આંતર વિશ્વાસનો સંબંધ છે. હા, કોઈ પોસ્ટ ઉપર લાયકાતનો પ્રશ્ન હોય કે ડોક્ટર બનવા માટે તબીબી ડિગ્રીની જરૂર હોય, તેની ઉપર શંકા હોય તો તેને જાહેર કરવામાં લોકહિત સમાયેલું છે. પરંતુ ફકત જિજ્ઞાસા વૃતિ હેઠળ માહિતી માંગી શકાય નહીં. CICએ આ કેસમાં ડહાપણ પૂર્વક વર્તવાની જરુર હતી- કોર્ટ સોલિસિટર જનરલે કોર્ટ સમક્ષ કહ્યું કે, કેજરીવાલને ચીફ ઇન્ફોર્મેશન ઓફિસરે કહ્યું કે તમારી ડીગ્રી માંગી છે, તે આપીએ ? કેજરીવાલે કહ્યું PMની માંગી છે તે પણ આપો.CICએ યુનિવર્સિટીને ડિગ્રી જાહેર કરવા કહ્યું. આ માહિતીની બાબતમાં PM કે યુનિવર્સિટી પક્ષકાર જ નહોતા. કોર્ટે કહ્યું- આજે એક્ટિવિસ્ટ મોટા પ્રમાણમાં ખાનગી માહિતીઓ માગે છે. CICએ આ કેસમાં ડહાપણપૂર્વક વર્તવાની જરુર હતી. આવા સંજોગોમાં RTI એક્ટનો દુરુપયોગ થવાની પૂરી શક્યતા છે. વ્યકિતએ પોતાની પર્સલન માહિતી જાહેર કરવી હોય તે જાતે કરશે. યોગ્ય કાર્યવાહી વગર યુનિવર્સિટી ખાનગી માહિતી જાહેર કરી શકે નહીં. સોલિસિટર જનરલે કહ્યું- અહીં ખાનગીપણાની જ વાત છે. વળી PMની પોસ્ટ માટે કોઈ ડિગ્રીની જરુર છે જ નહીં. RTI એક્ટમાં નક્કી કરેલી પ્રોસેસ ફોલો કરીને જ માહિતી જાહેર કરવી જોઈએ.મારી ડિગ્રી જાહેર કરો તો PMની કરો તે બાલિશ પ્રકારની દલીલ છે. કોર્ટના એક ચુકાદાને ટાંકતા જણાવ્યું કે, જો વિધાર્થી પોતાની ઉત્તરવહી માંગે તો પરીક્ષા બોડી આપે, પરંતુ થર્ડ પાર્ટીને નહીં. આમ વ્યક્તિ જાતે પોતાને લગતી માહિતી માંગી શકે, થર્ડ પાર્ટી નહીં પરીક્ષા બોડી પાસે વિધાર્થીઓની માહિતી વિશ્વાસપાત્રતાના સિદ્ધાંત ઉપર હોય છે. માર્ક્સ, શારીરિક અને માનસિક સ્થિતિ, લખાણ, ગ્રેડ વગેરે ખાનગી માહિતી છે. શું છૂટછાટ આપવા માટે તેમાં મોટા પાયે લોકહિત સમાયેલું છે ? તે જોવું પડે. કોઈની ડિગ્રી જોવી તેની જિજ્ઞાસા હોય ,પણ શું તે લોકહિતનો મુદ્દો છે ? લો ઓફિસર જે સરકારમાં હોદ્દો ધરાવતો હોય તેની ડિગ્રી જાહેર કરવાની માંગ તે લોકહિત છે, કારણ કે તે પોસ્ટ માટે તે જરૂરી છે. સિંગલ જજના હુકમમાં જણાવ્યા મુજબ ડિગ્રી નહીં ડિગ્રીની માહિતી જ પબ્લિક ડોમેઇનમાં છે. તેમ છત્તા કેજરીવાલે કેસ ચલાવે રાખ્યો, આથી તેઓને 25 હજારનો કોસ્ટ કરાયો. મ અપીલ મેરિટ ઉપર સંભળાવી જોઈએ અને આ અપીલ કરવા ઉપર પણ કેજરીવાલને કોસ્ટ કરવો જોઈએ.કાયદાનો ઉપયોગ બિન ઉત્પાદકીય બાબતોમાં કરવો જોઈએ નહીં. ગુજરાત યુનિવર્સિટી વતી તુષાર મહેતાએ કહ્યું સિંગલ જજના હુકમમાંથી કોસ્ટ અને કેજરીવાલ સામેની ટિપ્પણીને દૂર કરી શકાય નહીં. આ બાબતે વધુ સુનાવણી 21 સપ્ટેમ્બરે યોજાશે.
    Click here to Read More
    Previous Article
    BGMI 4.6 Update Rolls Out With Vampire Mode, Kiaraa, and One Punch Man Collaboration
    Next Article
    રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા પર વ્યાખ્યાન:હારીજની સરકારી કૉલેજમાં NSS કૉઓર્ડીનેટર કમલેશ ઠક્કરે યુવાનોને પ્રેરણા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment