Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના જન્મદિવસને લઈ વડનગરમાં ઉત્સવનો માહોલ:GPS સજ્જ બાઈકર્સ પહોંચ્યા, કાલે વારાણસી તરફ પ્રયાણ થશે

    15 hours ago

    વડનગરના પનોતા પુત્ર અને PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના જન્મસ્થળ વડનગરમાં આજથી બે દિવસીય જન્મોત્સવની ઉજવણીનો ધામધૂમપૂર્વક પ્રારંભ થયો છે. વડાપ્રધાનની 25 વર્ષની રાષ્ટ્રસેવા અને સમર્પણ યાત્રાને બિરદાવવા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, ભાજપ પદાધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઉજવણીના ભાગરૂપે ચાર અલગ-અલગ પવિત્ર સ્થળોએથી નીકળેલી વિશેષ બાઈક યાત્રાઓ આજે વડનગર આવી પહોંચશે. યાત્રાના માર્ગમાં આવતી તમામ પવિત્ર નદીઓનું જળ કળશમાં એકત્રિત કરવામાં આવ્યું છે હાટકેશ્વર મહાદેવનો ભવ્ય જળાભિષેક વડનગર પહોંચ્યા બાદ આ ચારેય યાત્રાઓ સીધી ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરે પહોંચશે, જ્યાં એકત્ર કરાયેલા પવિત્ર જળથી ભગવાન હાટકેશ્વર મહાદેવનો ભવ્ય જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેકનો ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બાઈક્સમાં GPS સિસ્ટમ ફિટ આજના દિવસે દેશના અલગ-અલગ ઝોનમાંથી મોટી સંખ્યામાં બાઈક રાઈડર્સ વડનગર પહોંચી રહ્યા છે. વડનગર આવી પહોંચેલા તમામ બાઈક્સમાં GPS સિસ્ટમ ફિટ કરવામાં આવી રહી છે. વડનગરમાંથી પ્રસ્થાન કર્યા બાદ આ તમામ બાઈકર્સ આવતીકાલે વડનગરથી વડાપ્રધાનના સંસદીય ક્ષેત્ર વારાણસી તરફ રવાના થશે. યાત્રા દરમિયાન તમામ બાઈકની સુરક્ષા અને લોકેશન સરળતાથી ટ્રેસ કરી શકાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા આ જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વડાપ્રધાનના જન્મદિવસે વડોદરા દીપથી ઝળહળી ઊઠશે:25 ધાર્મિક સ્થળોએ દીપોત્સવ, સુરસાગર ખાતે વિશાળ દીપ પ્રાગટ્ય કાર્યક્રમ
    Next Article
    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ફોર્મ ભરવાનું પોર્ટલ ડાઉન:KCG પોર્ટલમાં ટેક્નિકલ ખામી, ગુજરાત યુનિવર્સિટીમાં 200થી વધુ વિદ્યાર્થીઓની લાંબી લાઇન, રજૂઆત બાદ તારીખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment