Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં નવરાત્રિ પહેલાં દિવાળી, મોદીના જન્મદિને ઘરે-ઘરે દીવા પ્રગટાવાશે:PMના પરિવારજનો વડનગર GMERS સેવા કેમ્પમાં પહોંચ્યા; વડનગર અને વારાણસી બંને સ્થળેથી એકસાથે બાઈક સેવા યાત્રા

    17 hours ago

    વડનગરના પનોતા પુત્ર અને ‎દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં ‎‎જન્મદિવસ નિમિત્તે વડનગરમાં ‎આજથી બે દિવસીય જન્મોત્સવની ‎‎ભવ્ય ઉજવણી થઈ રહી છે. ‎‎વડાપ્રધાનની 25 વર્ષની સેવા અને ‎‎સમર્પણ યાત્રાની ઉજવણીના ‎‎ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ‎વડનગરમાં વિવિધ કાર્યક્રમોનું ‎આયોજન કરવામાં આવ્યું છે. ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎ચાર અલગ-અલગ પવિત્ર ‎સ્થળેથી બાઇક યાત્રાઓ બુધવારે ‎વડનગર પહોંચી હતી. યાત્રાના માર્ગમાં ‎આવતી પવિત્ર નદીઓનું જળ ‎કળશમાં એકત્ર કરી ‎ચારેય યાત્રાઓ વડનગર પહોંચ્યા‎ બાદ હાટકેશ્વર મહાદેવ મંદિરે ભગવાન ‎હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કર્યો હતો. ‎જળાભિષેક બાદ શર્મિષ્ઠા તળાવ ‎ખાતે ભવ્ય આરતી સાથે સાંસ્કૃતિક ‎કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકથાન શિંદે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા પણ શર્મિષ્ઠા તળાવ પહોંચ્યા હતા. વડાપ્રધાનના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે સાંજે 7થી 8 વાગ્યા દરમિયાન‎ નાગરિકોને પોતાના ઘરે ‘એક દીવડો’ પ્રગટાવી વડાપ્રધાન પ્રત્યે પ્રેમ,‎ સન્માન અને શુભેચ્છા વ્યક્ત કરવા અપીલ કરાઈ છે. ઉપરાંત રક્તદાન‎કેમ્પ સહિતના સેવા કાર્યક્રમો પણ યોજાશે. મંદિરોમાં વિશેષ પૂજા-‎અર્ચના કરાશે. ત્યારે ગુજરાતમાં નવરાત્રિ પહેલાં દિવાળી જેવો માહોલ જામ્યો છે. વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મંદિર અને શર્મિષ્ઠા તળાવ વિશે જાણીએ શર્મિષ્ઠા તળાવ, જ્યાંથી મલ્હાર રાગની સુરાવલી જલતરંગ સાથે હજીયે પ્રગટ થાય છે ઐતિહાસિક વડનગરની મધ્યે છલોછલ ભરેલું શર્મિષ્ઠા તળાવ રમણીય લાગી રહ્યું છે. તળાવ આશરે 150 ફૂટ ઊંડું અને એમાં 360 પગથિયાં છે. તળાવ આશરે 4500 વર્ષ જૂનું હોવાનું મનાય છે. અન્ય સ્મારકોની જેમ આ તળાવ સાથે પણ આવી અનેત વાતો જોડાયેલી
    Click here to Read More
    Previous Article
    સિંગાપોર સરકારની અનોખી પહેલ, પુસ્તક વાંચો પૈસા કમાઓ:બાળકો યુવાનોને સ્માર્ટ ફોન- રીલ્સના ચક્કરમાંથી બહાર કાઢવાનો હેતુ; શું આવું ભારતમાં પણ થશે?
    Next Article
    'PM મોદી ધ્રુવ તારાની જેમ દુનિયામાં ચમકી રહ્યા છે':શાહે કહ્યું- 25 વર્ષમાં એક પણ રજા નથી લીધી, PMના પરિવારજનો વડનગર GMERS સેવા કેમ્પમાં પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment