Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઝેન ઝી સે ડર ગયા બૂમર મોદી':નવરંગપુરામાં સરકારી હોર્ડિંગ પર PM મોદીના પોસ્ટર પર વિવાદીત સ્ટીકર ચોંટાડતા FIR

    9 hours ago

    નવરંગપુરામાં રેલવે ફાટક નજીક આવેલા એક સરકારી હોર્ડિંગ પર પીએમ નરેન્દ્ર મોદીની જાહેરાતવાળા પોસ્ટર પર કેટલાક અજાણ્યા શખ્સોએ વિરોધ દર્શાવતા અને વિવાદાસ્પદ સૂત્રો લખેલા સ્ટીકર લગાવ્યા હતા. ખાનગી હોર્ડિંગ પર આ પ્રકારના પોસ્ટર લાગતા કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જોકે હાલ આ પોસ્ટર હટાવી દેવામાં આવ્યા છે. 5 ઓગસ્ટે કંપનીને પોસ્ટર સાથે છેડછાડ થયાની જાણ થઈ સેલવેલ મીડિયામાં એડમિન મેનેજર કામ કરતા 48 વર્ષીય ચિરાગ ભાવસારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, નવરંગપુરા રેલવે ફાટક પાસે આવેલા સાશ્વત બિલ્ડિંગની આગળના ભાગે કોર્નર પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડરથી ભાડે આપવામાં આવેલું હોર્ડિંગ આવેલું છે. આ હોર્ડિંગનો ત્રણ વર્ષનો લીઝ કોન્ટ્રાક્ટ આંબાવાડી સ્થિત સેલવેલ મિડિયા સર્વિસીસ પ્રા.લી. પાસે છે. ગત 5મી ઓગસ્ટ, 2026ના રોજ સાંજે અરસામાં કંપનીના ધ્યાન પર આવ્યું હતું કે હોર્ડિંગ પર લાગેલી પીએમ સૂર્યઘર યોજનાની સોલાર પેનલની જાહેરાતવાળા અને પીએમ મોદીના ફોટાવાળા પોસ્ટર પર કોઈએ વિરોધ કરતા વિવાદાસ્પદ સ્ટીકર ચોંટાડી દીધા છે. પોસ્ટર લગાવનાર સામે પોલીસ ફરિયાદ આ સ્ટીકરમાં 'છાત્રો કા ખૂન મોદી કે હાથ', 'ઝેન ઝી સે ડર ગયા બૂમર મોદી', 'સંઘી બૂમરને ઝેન ઝી કો મરવા દિયા' અને 'મોદીને મરવા દિયા' જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા. અજાણ્યા શખ્સે સરકારી મિલકત સમાન હોર્ડિંગની ફ્રેમ, લાઈટિંગ અને અસલ પોસ્ટરને નુકસાન પહોંચાડ્યું છે. જેમાં ફ્રેમ અને લાઈટિંગ અને ઓરિજિનલ પોસ્ટર સહિત કુલ રૂપિયા 26,500નું નુકસાન થયું છે. હાલમાં વિવાદિત પોસ્ટર હટાવી લેવામાં આવ્યા છે. પોસ્ટર અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઝારખંડ વિધાનસભા સામે પહોંચ્યા વિદ્યાર્થીઓ, વોટર કેનન પર ડાન્સ કર્યો:કાંટાળા તારવાળા બેરિકેડિંગ પર ચઢ્યા, નવ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા દેવેન્દ્રનાથ પણ પ્રદર્શનમાં જોડાયા
    Next Article
    શ્રાવણ પૂર્વે જૂના સોમનાથ મંદિરમાં સાપ દેખાયો:સ્નેક સ્કેચર સાવચેતીપૂર્વક સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું, ભૂદેવો, સેવકો સહિતનાઓએ રાહતનો શ્વાસ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment