Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભ્રષ્ટાચારના આક્ષેપો તો PM મોદી પર પણ થાય છે':જૂનાગઢ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકરનો હૂંકાર, રોડની કામગીરી ના થતાં કમિશનર-BJPના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી

    8 hours ago

    જૂનાગઢ મહાનગરપાલિકામાં વિકાસકામો કરતા વિવાદોએ વધુ જોર પકડ્યું છે અને હાલમાં શહેરનો જવાહર રોડ રાજકારણ અને જનતાના રોષનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સ્વામિનારાયણ મંદિરથી સેજની ટાંકી સુધીના મુખ્ય માર્ગનું કામ ગોકળગતિએ ચાલતા સ્થાનિકો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. ફેબ્રુઆરી મહિનામાં ધામધૂમથી આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ આજદિન સુધી કામ પૂરું ન થતા ટકાવારીની આશંકાઓ વચ્ચે જનતાનો પિત્તો ગયો છે. આજે જ્યારે મનપા કમિશનર અને પદાધિકારીઓ રોડની મુલાકાતે પહોંચ્યા ત્યારે સ્થિતિ વણસી હતી અને ભાજપના જ કાર્યકરો તેમજ પદાધિકારીઓ વચ્ચે પોલીસની હાજરીમાં ઉગ્ર બોલાચાલી અને શાબ્દિક યુદ્ધ સર્જાયું હતું. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકરે કહ્યું કે, ભ્રષ્ટાચારના આક્ષેપો તો PM મોદી પર પણ થાય છે. 'લોકો મને બતાવે કે ભ્રષ્ટાચાર ક્યાં થયો છે' આ સમગ્ર વિવાદમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરનું નિવેદન રહ્યું છે. ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે તેમણે પોતાની આગવી શૈલીમાં કહ્યું કે, અમે કામ કરીએ છીએ એટલે લોકો આક્ષેપ કરે છે પણ મને બતાવે કે ભ્રષ્ટાચાર ક્યાં થયો છે. તેમના આ નિવેદને રાજકીય આલમમાં ગરમાવો લાવી દીધો છે કારણ કે પોતાની કામગીરીના બચાવમાં તેમણે સીધું વડાપ્રધાનના નામનો ઉલ્લેખ કરીને આક્ષેપોને સામાન્ય ગણાવ્યા હતા. 70 દિવસથી રોડ ખોદાયેલો, હજારો લોકોને હાલાકી બીજી તરફ કડિયાવાડ વિસ્તારમાં મુલાકાત દરમિયાન વાતાવરણ ત્યારે વધુ તંગ બન્યું જ્યારે પૂર્વ ડેપ્યુટી મેયરના પતિ અને ભાજપના જ સક્રિય કાર્યકર ભરત પરમારે રજૂઆત કરી હતી. ભરત પરમારે આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા 70 દિવસથી આ રોડ ખોદાયેલો પડ્યો છે જેના કારણે હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તેમણે જ્યારે કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેનને કામ પૂરું કરવા બાબતે પૂછ્યું ત્યારે તેમને અત્યંત ઉદ્ધતાઈભર્યા જવાબો મળ્યા હતાં. 'રોડ જે હાલતમાં છે તે હાલતમાં રહેશે' કહેતા સ્થાનિકોએ પિતો ગુમાવ્યો ભરત પરમારના જણાવ્યા મુજબ કમિશનરે સ્પષ્ટ કહી દીધું હતું કે આ કામ અમારે કરવાનું થતું નથી અને રોડ અત્યારે જે હાલતમાં છે તે જ હાલતમાં રહેશે. આ સાંભળીને સ્થાનિકોમાં રોષ ભભૂક્યો હતો અને તે સમયે હાજર અન્ય એક કોર્પોરેટર રાઠોડે પોલીસની હાજરીમાં જ રજૂઆત કરનારને ધમકાવવાનું શરૂ કરતા મામલો બિચક્યો હતો. 'હાલના પદાધિકારીઓ સત્તાના નશામાં હોદાની ગરિમા ભૂલી ગયા' પૂર્વ ડેપ્યુટી મેયરના પતિએ પોતાની વેદના ઠાલવતા કહ્યું કે, અમે પણ 25 વર્ષ સુધી શાસન કર્યું છે અને અમે ભાજપના ખભેખભા મિલાવીને કામ કરનારા કાર્યકરો છીએ પરંતુ હાલના પદાધિકારીઓ સત્તાના નશામાં હોદાની ગરિમા ભૂલી ગયા છે. તેમણે પ્રદેશ ભાજપને પણ અપીલ કરી છે કે આવા લેભાગુ લોકો કે જેઓ જનતા સાથે અશોભનીય વર્તન કરે છે તેમને જવાબદારી સોંપવી ન જોઈએ. લોકોએ આ પદાધિકારીઓને વિકાસ માટે મત આપ્યા છે પણ અત્યારે તેમને માત્ર મુશ્કેલીઓ જ મળી રહી છે. પાણીની લાઈનો તૂટી ગઈ હોવાથી વિલંબ થયાનો ગોળગોળ જવાબ જોકે સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકરે દર વખતની જેમ ગોળ ગોળ વાતો કરતા ટેકનિકલ કારણો આગળ ધરતા જણાવ્યું હતું કે, આ રોડનું કામ લાંબુ છે અને પીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગ વખતે પાણીની લાઈનો તૂટી ગઈ હોવાથી વિલંબ થયો છે. તેમણે સ્વીકાર્યું હતું કે, લોકોને મુશ્કેલી પડી રહી છે પરંતુ સાથે એવો પણ દાવો કર્યો હતો કે 24 કલાક ચોકીદારી કરવી શક્ય નથી અને રખડતા ઢોર રાત્રે નળના પોઈન્ટ્સ તોડી નાખતા હોવાથી વારંવાર લાઈનો રીપેર કરવી પડે છે. તેમણે ખાતરી આપી છે કે હવે માત્ર થોડા જ દિવસોમાં પીસીસી કામ પૂર્ણ કરવામાં આવશે અને ગુણવત્તાયુક્ત પાકો રોડ બનાવવામાં આવશે. પરંતુ હાલ તો જૂનાગઢમાં રોડના કામ કરતા પદાધિકારીઓની ભાષા અને વડાપ્રધાનના નામનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચારના આક્ષેપોને ફગાવવાની રીત જનતામાં ચર્ચાનો વિષય બની છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાન પર હાઈપરસોનિક મિસાઈલોથી હુમલો કરવાની તૈયારીમાં US:ઈરાનના મોટા નેતાઓ ટાર્ગેટ પર, અમેરિકી સેનાએ ટ્રમ્પને પ્લાન જણાવ્યો
    Next Article
    Evelyn Sharma Confirms Divorce From Husband Tushaan Bhindi, Will Continue Co-Parenting Children

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment