Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાહેબ મીટિંગમાં છે:PMની ગુજરાત મુલાકાત બાદ મંત્રીમંડળમાં નવાજૂનીની અટકળો તેજ બની, AMCના અધિકારીઓએ ટોયલેટની પણ તપાસ કરવી પડશે

    16 घंटे पहले

    દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... મંત્રીમંડળમાં નવાજૂનીની અટકળો, કોની ખુરશી સલામત અને કોની મુશ્કેલીમાં? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ગુજરાત મુલાકાત અને ગાંધીનગરમાં મોડી રાત સુધી ચાલેલી મંત્રીમંડળ સાથેની બેઠક બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગની ગુજરાતમાં વધતી સક્રિયતા અને સંગઠનાત્મક બેઠકોને કારણે પણ અટકળો તેજ બની છે. ચર્ચા એવી છે કે, 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં સરકાર અને સંગઠન બંનેમાં નવી ટીમ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી થઈ શકે છે. કેટલાક મંત્રીઓની કામગીરી, જનસંપર્ક અને વિભાગોની કામગીરીની સમીક્ષા થઈ રહી હોવાની પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. જોકે, કોને પડતા મૂકવામાં આવશે, કોને નવી જવાબદારી મળશે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તે અંગે હજુ કોઈ સત્તાવાર સંકેત નથી. એટલે હાલ તો ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં એક જ સવાલ ગુંજી રહ્યો છે કે આગામી ફેરફારમાં કોનું પ્રમોશન થશે અને કોની ખુરશી જશે? AMCના અધિકારીઓએ હવે ટોયલેટની તપાસ કરવાના દિવસો આવ્યા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને દ્વારા દરરોજ સવારે તેમના વિસ્તારમાં આવેલા ટોયલેટ જોવાના દિવસો આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓને તેમના વિસ્તારના ટોયલેટને તપાસ કરવા માટેની સુચના આપવામાં આવી છે. અલગ અલગ બે વિભાગના અધિકારીઓને તેમના વિસ્તારમાં આવેલા ટોયલેટની તપાસ કરવા માટે કહ્યું છે અને જો કોઈ પણ ખામી જણાય તો તેની નોંધ કરી કામગીરી માટે કહ્યું છે. એટલું જ નહીં ટોયલેટનો કેટલા લોકો ઉપયોગ કરે છે એનો ડેટા રજૂ કરવા પણ કહ્યું છે. કોર્પોરેશનના અધિકારીઓમાં ચર્ચા છે કે, હવે ઘરના ટોયલેટની સાથે જાહેર ટોયલેટમાં પણ કોણ જાય છે તેની અમારે તપાસ કરવી પડી રહી છે. પોલીસ ભરતી બોર્ડે સોશિયલ મીડિયા સંભાળવા એજન્સી શોધી, હવે ભરતીના સવાલોના જવાબ પણ ડિજિટલ ટીમ આપશે? ગુજરાત પોલીસમાં હજારો જગ્યાઓની ભરતી અને લાખો ઉમેદવારોની પૂછપરછ વચ્ચે હવે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે સોશિયલ મીડિયા મેનેજમેન્ટ માટે પણ અલગ એજન્સીની મદદ લેવાની તૈયારી કરી છે. એજન્સીને માત્ર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકવાની જ નહીં, પરંતુ ઉમેદવારોના સવાલોના જવાબ આપવા, કોમેન્ટનું મોનિટરિંગ કરવા, નકારાત્મક કે ખોટી માહિતી પર નજર રાખવા, હેલ્પડેસ્ક સપોર્ટ અને સોશિયલ મીડિયા કેમ્પેઇન સંભાળવાની જવાબદારી પણ સોંપવાની છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં કામગીરી કરવાની રહેશે. ભરતીની પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના સવાલો અને સોશિયલ મીડિયા પર થતી ચર્ચાઓને ધ્યાનમાં રાખીને પોલીસ ભરતી બોર્ડે આ ડિજિટલ વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ ભરતીના મેદાનની સાથે સોશિયલ મીડિયાની જવાબદારી કઈ એજન્સીને મળે છે! કાયદા વિભાગમાં એપલના 110 આઈપેડની ખરીદી, હવે ફાઈલો નહીં પણ આઈપેડ પર થશે કાયદાકીય કામકાજ! ગાંધીનગરના સચિવાલયમાં કાયદા વિભાગની એક ખરીદી ચર્ચાનું કેન્દ્ર બની છે. કાયદા વિભાગ માટે 110 Apple iPad Air 11 (Wi-Fi + Cellular) 128 GB અને તેની સાથે 110 Apple Pencil ખરીદવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હવે સચિવાલયના વર્તુળોમાં સવાલ એ છે કે, કાયદા વિભાગમાં આટલી મોટી સંખ્યામાં આઈપેડ કોના માટે ખરીદાઈ રહ્યાં છે? શું હવે કાયદાકીય દસ્તાવેજો, ફાઈલો અને નોંધોનું કામકાજ ડિજિટલ માધ્યમથી થશે? એક તરફ સરકાર પેપરલેસ વહીવટની વાત કરી રહી છે, ત્યારે કાયદા વિભાગમાં એપલની એન્ટ્રીથી અધિકારીઓના ટેબલ પર પણ ટેક્નોલોજીનો નવો રંગ જોવા મળશે તેવી ચર્ચા છે. ગુજરાતની કોમન સોશિયલ રજિસ્ટ્રી માટે કરોડોનું ટેન્ડર, સરકાર એક જ ક્લિકમાં મેળવશે પરિવારની વિગતો? ગુજરાત સરકાર હવે રાજ્યના નાગરિકો અને પરિવારોને લગતી વિવિધ સામાજિક યોજનાઓની માહિતી એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાની દિશામાં આગળ વધી રહી છે. ગુજરાત કોમન સોશિયલ રજિસ્ટ્રી અને ડેટા લેકહાઉસ પ્રોજેક્ટ માટે સિસ્ટમ ઇન્ટિગ્રેટરની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રોજેક્ટમાં વિવિધ સરકારી વિભાગોના ડેટાને એકસાથે જોડવા, ડેટા એનાલિટિક્સ, AI-ML, જનરેટિવ AI અને ચેટબોટ જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની યોજના છે. હવે સચિવાલયમાં ચર્ચા છે કે જો આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક અમલમાં આવે તો સરકારી યોજનાઓનો લાભ કોને મળે છે, કયા પરિવારો કઈ યોજનાથી વંચિત છે અને વિવિધ વિભાગો પાસે ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે એક જ પ્લેટફોર્મ પરથી જાણી શકાશે. જોકે, આટલો મોટો ડેટા એકત્રિત થશે ત્યારે નાગરિકોની અંગત માહિતીની સુરક્ષા અને તેના ઉપયોગ અંગે પણ સવાલો ઊભા થશે. ભાજપના સ્વ. ધારસભ્ય યોગેશ પટેલની પ્રતિમા મુકવામાં સરકારને રસ નથી ભાજપના એક સમયના દિગ્ગજ ગણાતા અને વડાપ્રધાન મોદીના વિશ્વાસુ ગણાતા સ્વર્ગસ્થ ધારાસભ્ય યોગેશ પટેલની વદોડરામાં પ્રતિમા મુકવાની માગણી ખુદ ભાજપના જે કેટલાય આગેવાનો કરી રહ્યા છે. સત્યમ સુંદરમ કમિટી દ્રારા યોગેશ પટેલની પ્રતિમાં મુકવા માટે થોડો સમય પહેલા મુખ્યમંત્રીને રુબરુ મળીને રજૂઆત કરાઈ હતી. સીએમએ પણ પોઝીટીવ પ્રતિસાદ આપ્યો હતો. તેમજ સીએમઓના અધિકારીને આ માગણીવાળો લેટર માોકલી આપ્યો હતો તેમજ રજૂઆત કરનારા લોકોને આશ્વાસન આપ્યુ હતુ કે, જાહેર માર્ગ પર વચ્ચેની જગ્યા પર આ પ્રતિમાં મુકવાની નથી પણ એવી જગ્યાએ પ્રતિમાં મુકો કે જેથી કોઈને નડે નહી. ત્યારબાદ કમિટીના લોકોએ સીએમઓમાં તપાસ કરી તો જાણવા મળ્યુ કે સીએમઓએ આ માગણી પત્રની કોપી શહેરી વિકાસ ખાતામાં મોકલી છે. ત્યાંથી શું થયુ તે રામ જાણે. વાયબ્રન્ટ સમિટના એમઓયુ કરવા માટે પણ વિભાગોના સચિવોને ટારગેટ જાન્યુઆરી 2027માં યોજાનારી વાયબ્રન્ટ સમિટ માટેની તૈયારી હવે પુરજોશમાં ચાલુ થઈ છે. વર્ષોથી આ સમિટમાં અબજો રુપિયાના એમઓયુ કરવામાં આવે છે. એમઓયુ કરવા માટે ચોક્કસ અધિકારીઓને જવાબદારી પણ સોંપાય છે. એટલુ નહી, તમામ ડીપાર્ટમેન્ટોના સચિવોને ચોકકસ રકમોના એમઓયુ કરવાની જવાબદારી પણ સોપાય છે. ચર્ચા છે કે,સરકારનો આદેશ અને દબાણ હોવાથી સચિવો પણ મુંઝવણ અનુભવી રહ્યા છે. કેટલાય ડીપાર્ટમેન્ટો એવા છે કે, તેઓને ત્યાં અબજો રુપિયાના એમઓયુ કરવા માટે ખાસ એવા કોઈ મોટા પ્રોજેક્ટો હોતા નથી. આમંત્રણ પત્રિકામાં મેયર-શહેર પ્રમુખને યોગ્ય સ્થાન ન મળતા સૂચના આપવી પડી એક મનપાના મહિલા કોર્પોરેટરના કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમની આમંત્રણ પત્રિકાને લઈ વિવાદ થયો હતો. ઉદ્ઘાટનની આમંત્રણ પત્રિકામાં મેયર અને શહેર પ્રમુખનું નામ નીચે લખવામાં આવ્યું હતું. જ્યારે ધારાસભ્યનું નામ સૌથી ઉપર લખવામાં આવ્યું હતું. એક કોર્પોરેટર તરીકે કાર્યાલયનું ઉદઘાટન કાર્યક્રમ હોય અને આમંત્રણ પત્રિકા છપાવવામાં આવતી હોય ત્યારે મેયર અને શહેર પ્રમુખનું નામ લખવામાં આવતું હોય છે. આમંત્રણ પત્રિકામાં શહેર પ્રમુખનો ફોટો પણ લગાવવામાં આવ્યો નહોતો. આ વિવાદને લઈને શહેર ભાજપ દ્વારા નોંધ લેવામાં આવી હતી અને ગાંધીનગર લોકસભાના હોદ્દેદાર દ્વારા વિધાનસભાના હોદ્દેદારોને કાર્યાલય ખાતે બોલાવીને આવું ફરી ક્યારે ન બને તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સોનામાં 72 હજારનો કડાકો, હજું કેટલું સસ્તું થશે? વાપીમાં PIએ આરોપીના પગમાં ગોળી ધરબી દીધી, ઇઝરાયલમાં આઇઝનકોટનું નેતન્યાહૂની પાર્ટીને તેડું
    Next Article
    નવી રીતે પરત ફરી રહ્યો છે સંયુક્ત પરિવારનો જમાનો:એક જ સોસાયટીમાં અલગ-અલગ ફ્લેટ, જીવનમાં વધુ દખલ પણ નથી થતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment