Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PMને મળવા ગયેલા 90 વર્ષના હીરાબા દિલ્હીને બદલે ગુડગાંવ પહોંચ્યા:કહ્યું-મોદી મારા દીકરા જેવા છે, કંઈ માંગવું નથી આશીર્વાદ આપવા છે, હવે નવસારી પરત ફરી ગઈ છું

    1 day ago

    નવસારીના વિજલપોરમાં રહેતા આશરે 90 વર્ષીય હીરાબા પીએમ મોદીને રૂબરૂ મળવાની ઈચ્છામાં નવસારીથી ટ્રેનમાં બેસીને દિલ્હી જવા નીકળ્યા હતા. જોકે, રસ્તામાં ભૂલા પડી ગયા અને દિલ્હીને બદલે ગુડગાંવ રેલવે સ્ટેશને ઉતરી ગયા હતા. તંત્ર અને ભાજપના આગેવાનોની મદદથી તેઓ સુરક્ષિત પોતાના વતન પરત ફર્યા હતા. નવસારીમાં કોઈ મોટા નેતા આવે ત્યારે આ વૃદ્ધા ત્યાં પહોંચી જાય છે વિજલપોરના સંભાજીનગરમાં હીરાબા એકલા રહે છે. નવસારીમાં જ્યારે પણ કોઈ મોટા નેતા કે મંત્રીઓનો કાર્યક્રમ હોય, ત્યારે આ વૃદ્ધા ઉત્સાહભેર ત્યાં પહોંચી જાય છે. થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી આવ્યા હતા. ત્યારે હીરાબા તેમને મળવા દોડી ગયા હતા. નેતાઓ પ્રત્યેનો આ જ લગાવ તેમને સીધા પીએમ મોદીને મળવા માટે દિલ્હી ખેંચી ગયો હતો. માજીને કેમ PM મોદીને મળવું હતું? હીરાબા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, મારે નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપવા માટે એક વાર મળવું છે. તેઓ જ્યારે નવસારી આવે છે ત્યારે તો સ્ટેજ પર મળવાનો મોકો મળી શકે એમ નથી જેથી મને વિચાર આવ્યો કે હું તેઓને મળવા દિલ્હી જાવ. ‘મારે કોઈ કમાનારૂં નથી હું એકલી છું’ હું ત્યાથી પરત ટ્રેનમાં જ આવી હતી. સાબરમતી ઉતરીને હું તો રીક્ષામાં બેસતી હતી પણ ત્યાં પોલીસવાળા મને લેવા આવ્યાં હતા. મને કાલુપુર મુકી ગયા હતા. જ્યાં મને ચા-નાસ્તો કરાવ્યો હતો. ત્યાં એક મેડમે મને 500 રૂપિયા આપ્યા હતા પણ મેં ના પાડી હતી. મને કહ્યું કે, માજી તમે આરામ કરો ગાડી 6 વાગે આવશે. પછી હું ગાડીમાં નવસારી આવી ગઈ હતી. મારા પરિવારમાં કોઈ નથી હું એકલી રહું છું. મારે કોઈ કમાનારું નથી. કોઈ આપે એમાંથી જ જમવાનું બનાવું છું અને ઘરખર્ચ કાઢું છું. ક્યાં ઉતરવું તે અંગે હીરાબા ગૂંચવાયા હતા નવસારીથી ઉત્સાહમાં મોદીને મળવા માટે ટ્રેન પકડીને દિલ્હી જવા રવાના થયેલા હીરાબા ક્યાં ઉતરવું તે અંગે ગૂંચવાયા હતા. તેઓ દિલ્હી ઉતરવાના બદલે ભૂલથી હરિયાણાના ગુડગાંવ રેલવે સ્ટેશને ઉતરી ગયા હતા. અજાણ્યા શહેરમાં પહોંચી ગયા બાદ, પોતાની આસપાસ કોઈ સ્વજન ન હોવાથી અને ઉંમરના આ પડાવે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ગુડગાંવથી નવસારી પરત કેવી રીતે પહોંચ્યા? આ અંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે જણાવ્યું કે, ભુલથી દિલ્હીના બદલે ગુડગાંવ પહોંચેલા માજીની સ્થાનિક રેલવે પોલીસે મદદ કરી હતી. ભૂતકાળમાં કલેકટર કચેરીમાં PA તરીકે ફરજ બજાવતા યુવાનને આ અંગે રાત્રે ફોન આવ્યો હતો. જેથી તે યુવાને તાત્કાલિક સમગ્ર ઘટના અંગે મને જાણ કરી હતી. જેથી મે અમદાવાદના IGને આ અંગે જાણ કરતા IG અને ગુડગાંવ પોલીસ વચ્ચે લાઇઝનિંગ થયું. હીરાબાને કોઈ ટ્રેન દ્વારા ગુડગાવથી સાબરમતી રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાંથી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જ્યાથી ગુજરાત રેલવે દ્વારા માજીને સુરક્ષિત રીતે નવસારી પહોંચાડવામાં આવ્યા હતા. વધુમાં જણાવ્યું કે, ઘણી વખત મંત્રીઓ અને રાષ્ટ્રીય નેતાઓ નવસારીની મુલાકાતે આવે ત્યારે આ માજી મળવા માટે આવતા હોય છે પરંતુ ક્યારેક પ્રોટોકોલને કારણે મળવા દેવામાં આવતા નથી. જોકે, ક્યારેક મંત્રીની ઈચ્છા હોય તો મળવા દેવાય છે. નવસારી સ્ટેશને સર્જાયા ભાવુક દૃશ્યો નવસારી રેલવે સ્ટેશન પર હીરાબા પરત ફરતા જ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ, જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના અગ્રણીઓ અને ભાજપના કાર્યકરો સ્ટેશને દોડી આવ્યા હતા. 90 વર્ષની વયે પણ દેશના વડાપ્રધાન પ્રત્યેનો અતૂટ પ્રેમ દર્શાવનાર હીરાબા જ્યારે હેમખેમ પોતાના વતન પરત ફર્યા, ત્યારે સ્ટેશન પર ભાવુક દૃશ્યો સર્જાયા હતા. પક્ષના હોદ્દેદારો અને વહીવટી તંત્રની સમયસૂચકતાને કારણે એક મોટી મુશ્કેલી ટળી હતી અને વૃદ્ધા સકુશળ પોતાના ઘરે પહોંચી શક્યા હતા. પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈએ જણાવ્યું કે, હીરાબા વર્ષોથી પાર્ટીના કાર્યકર્તા તો ખરા જ, પરંતુ એક સિનિયર સિટિઝન તરીકે પણ બધાની એમના પ્રત્યે લાગણી હતી. જિલ્લા પ્રમુખ ભૂરાભાઈએ તાત્કાલિક ગુડગાવથી ટ્રેનમાં બેસાડવાની વ્યવસ્થા કરી હતી, કારણ કે ત્યાં રહેવાની કોઈ વ્યવસ્થા ન હતી. મુલાકાતના હેતું વિશે પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું કે, માજી એમજ નોર્મલ કેસની અંદર કોઈ પણ આગેવાનો આવતા હોય તો એમ માને છે કે 'મારે મળવું જોઈએ'. સીએમ આવ્યા ત્યારે પણ મળવા ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    પોલીસ ભરતીમાં ટ્રાન્સજેન્ડર કેટેગરી માટે હાઇકોર્ટમાં અરજી:ત્રીજી કેટેગરે ન હોવાથી આધાર કાર્ડ મુજબ મહિલા કેટેગરીમાં ફોર્મ ભર્યું હતું, સરકાર-DGPને નોટિસ
    Next Article
    ભાજપના નેતાઓની અધિકારીઓ- કોન્ટ્રાક્ટર સાથે બેઠક:ત્રણ દિવસમાં અમદાવાદ ખાડામુક્ત બનશે, રોડ રીસર્ફેસની કામગીરી પણ તાત્કાલિક શરૂ કરવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment