Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે PM મોદીનું દેશને સંબોધન:મહિલા અનામત બિલ નામંજૂર થયા પછી આજે રાત્રે 8.30 વાગે દેશને સંબોધન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

    21 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધિત કરશે. સંબોધનનો વિષય હજુ સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. સંભાવના છે કે PM મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલ સંસદમાં પસાર ન થઈ શકવા અંગે વાત કરી શકે છે. આ સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. શુક્રવારે કેન્દ્ર સરકાર લોકસભામાં બેઠકો વધારવા માટે લાવવામાં આવેલો બંધારણનો 131મો સુધારા બિલ લોકસભામાં પસાર કરાવી શકી ન હતી. તેમાં સંસદની 543 બેઠકો વધારીને 850 કરવાનો પ્રસ્તાવ હતો. બિલ પર લોકસભામાં 21 કલાકની ચર્ચા બાદ મતદાન થયું. 528 સાંસદોએ મત આપ્યા. પક્ષમાં 298, વિપક્ષમાં 230 મત પડ્યા. જોકે, બિલ પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર હતી. 528ના બે તૃતીયાંશ 352 થાય છે. આ રીતે બિલ 54 મતોથી પડી ગયું હતું. PM મોદીનું રાષ્ટ્રજોગ મુખ્ય સંબોધન 8 નવેમ્બર 2016 (રાત્રે 8:00 વાગ્યે): નોટબંધીની જાહેરાત. 8 ઓગસ્ટ 2019 (રાત્રે 8:00 વાગ્યે): જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ દેશને સંબોધિત કર્યો. 19 માર્ચ 2020 (રાત્રે 8:00 વાગ્યે): કોરોના વાયરસ વિશે વાત કરી અને 22 માર્ચે જનતા કર્ફ્યુની અપીલ કરી. 24 માર્ચ 2020 (રાત્રે 8:00 વાગ્યે): સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત. 14 એપ્રિલ 2020 (સવારે 10 વાગ્યે): લોકડાઉન 3 મે સુધી લંબાવવાની જાહેરાત. 12 મે 2020 (રાત્રે 8:00 વાગ્યે): 'આત્મનિર્ભર ભારત' અભિયાન અને 20 લાખ કરોડના પેકેજની જાહેરાત. 21 સપ્ટેમ્બર 2025: PM મોદીએ 'GST બચત ઉત્સવ'ની જાહેરાત કરી, જે 22 સપ્ટેમ્બરથી લાગુ થયો. મોદી સરકાર બિલ પાસ કરાવવામાં પહેલીવાર નિષ્ફળ 12 વર્ષના શાસનમાં આ પહેલો પ્રસંગ હતો, જ્યારે મોદી સરકાર ગૃહમાં કોઈ બિલ પાસ કરાવી શકી નહીં. હવે મહિલા અનામત નવી વસ્તી ગણતરીના પરિણામો આવે તે પહેલાં લાગુ નહીં થાય, એટલે કે 2029ની લોકસભા ચૂંટણીમાં તેનો ફાયદો નહીં મળે. સરકારે બે બિલ વોટિંગ માટે રજૂ જ ન કર્યા પહેલું- સીમાંકન સુધારા બંધારણ બિલ 2026 બીજું- કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો (સુધારા) બિલ 2026 સરકારે તેના પર મતદાન કરાવવાનો ઇનકાર કર્યો. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે બંને પહેલા બિલ સાથે જોડાયેલા છે, તેથી તેના પર અલગથી મતદાન કરાવવાની જરૂર નથી. 24 વર્ષ પછી કોઈ સરકારી બિલ પડ્યું 2002ના આતંકવાદ નિવારણ બિલ (પોટા) પછી સંસદમાં પરાજિત થનારું પહેલું સરકારી વિધેયક છે. 1990ના બંધારણ (64મો સુધારો) બિલ પછી લોકસભામાં રદ થયેલું પહેલું બંધારણીય સુધારા બિલ છે. મહિલા અનામત અને સીમાંકનનું જોડાણ સરકારે લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યા હતા. તેમાં બંધારણ (131મો) સુધારા બિલ, સીમાંકન સુધારા બંધારણ બિલ 2026 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો (સુધારા) બિલ 2026નો સમાવેશ થતો હતો. મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ) હેઠળ લોકસભા અને રાજ્ય વિધાનસભામાં 33% બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. જોકે, આ હવે 2034 સુધી લાગુ પડશે. આ માટે સીમાંકનની જરૂર છે. સીમાંકનનો અર્થ છે કે દેશની વસ્તીના આધારે લોકસભા અને વિધાનસભાની બેઠકોની સીમાઓ અને સંખ્યા નક્કી કરવી. આ કામ એક સીમાંકન આયોગ કરે છે. પહેલા નક્કી થશે કે કયા રાજ્યમાં કેટલી બેઠકો હશે. કયા વિસ્તારોની સીમાઓ શું હશે. તે પછી જ અનામત નક્કી થઈ શકશે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ….. મહિલા અનામત બિલ નામંજૂર થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 8.30 વાગે દેશને સંબોધન કરશે. લોકસભામાં મહિલા અનામત બિલ સંબંધિત ત્રણ બંધારણીય સુધારા બિલ પસાર કરવામાં સરકાર નિષ્ફળ રહી. 21 કલાકની ચર્ચા પછી બંધારણીય સુધારા બિલ પર પહેલા મતદાન થયું. બંધારણ (131મો) સુધારા બિલ, 2026. જેમાં બેઠકોની સંખ્યા 850 સુધી વધારવાની જોગવાઈ હતી, તેના પક્ષમાં 298 મત અને વિરોધમાં 230 મત મળ્યા. લોકસભામાં 528 સાંસદોએ મતદાન કર્યું. બિલ પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી હતી. 528 માંથી બે તૃતીયાંશ મત 352 થાય છે. પરિણામે બિલ 54 મતોથી પસાર થઈ શક્યું નહીં. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું, "કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષને દેશની મહિલાઓના રોષનો સામનો કરવો પડશે. તેમના પરનો આ કાળો ડાઘ ક્યારેય ભૂંસાઈ શકશે નહીં. આ એક ઐતિહાસિક બિલ હતું જેમાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને બેઠકો આપવામાં આવી હતી. તેનો વિરોધ કરવાનું શું કારણ હોઈ શકે? આ દેશ માટે કાળો દિવસ હતો." આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    RCB vs DC Live Score, IPL 2026: Royal Challengers Bengaluru chase repeat this season
    Next Article
    આવતીકાલે 5 જિલ્લામાં વરસાદની આગાહી, તાપમાન ઊંચું જ રહેશે:સુરતના તાપમાનમાં 4°Cનો વધારો, સુરેન્દ્રનગર 41.2°C સાથે સૌથી ગરમ; 3 દિવસ ખેડૂતો માટે ભારે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment