Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી, ખાંભામાં 8 ઇંચ વરસાદ, દરિયામાં તોફાન, 5 ખતરનાક સિસ્ટમથી સાત દિવસ ભારે વરસાદની આગાહી

    1 day ago

    નમસ્તે, PM નરેન્દ્ર મોદીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં જાનથી મારી નાખવાની ધમકી મળી. બીજી તરફ, રામ મંદિર ચોરી કેસમાં ગોલ્ડ પ્લેટેડ રામાયણ ચોરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે 15 વર્ષની ઉંમરે ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂરા થશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ રાષ્ટ્રને સંબોધિત કરશે. આ પ્રસંગે 408 કિલોનો એક ટાઈમ કેપ્સ્યુલ જમીનમાં દફનાવવામાં આવશે. 2. આમિર ખાન તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ઘરે જ ખાનગી સમારોહમાં લગ્ન કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી:'મેલબોર્ન મીટ્સ મોદી' કાર્યક્રમની ફેસબુક પોસ્ટમાં કોમેન્ટ કરીને ધમકી આપી, 9 જુલાઈએ કાર્યક્રમ PM મોદીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ઓસ્ટ્રેલિયાની ફેડરલ પોલીસ મોદીને મળેલી ધમકીની તપાસ કરી રહી છે. ધ ઓસ્ટ્રેલિયા ટુડેના શનિવારના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ધમકી ફેસબુક પર 'મેલબર્ન મીટ્સ મોદી' કાર્યક્રમના પ્રચાર સંબંધિત એક પોસ્ટ નીચે લખવામાં આવી હતી. અહેવાલ મુજબ, પોસ્ટ નીચે અબુ મુસ્તફા નામના ફેસબુક એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું હતું કે, ‘કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમની છત બંધ રહેવી જોઈએ, નહીં તો તે ઓસ્ટ્રેલિયામાં પોતાના મોત માટે આવશે.’ મોદી 8 જુલાઈથી 10 જુલાઈ સુધી ઓસ્ટ્રેલિયામાં રહેશે. 'મેલબર્ન મીટ્સ મોદી' કાર્યક્રમ 9 જુલાઈએ મેલબર્નના માર્વેલ સ્ટેડિયમમાં યોજાવાનો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. સોનાથી મઢેલી રામચરિતમાનસની પણ રામ મંદિરમાંથી ચોરી:પૂર્વ IAS બોલ્યા- 5 કરોડ કિંમત હતી, ચંપત રાયે રસીદ આપી ન હતી, કહ્યું- હું કંઈ કરી શકતો નથી અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરી વચ્ચે, પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ લક્ષ્મી નારાયણે દાવો કર્યો છે કે તેમની સોનાથી મઢેલી રામચરિતમાનસ ચોરાઈ ગઈ છે. તેમણે કહ્યું કે 8 એપ્રિલ 2024ના રોજ તેમણે રામ મંદિર ટ્રસ્ટને સવા ક્વિન્ટલની રામચરિતમાનસ ભેટ કરી હતી, પરંતુ આજ સુધી તેમને તેની રસીદ મળી નથી. એટલું જ નહીં, 3-4 મહિના પછી મંદિરમાંથી રામચરિતમાનસ ગાયબ થઈ ગઈ. આ રામાયણના 1000 પાના પર 24 કેરેટ સોનાનો થર ચઢાવવામાં આવ્યો છે. તેની કિંમત 5 કરોડ હતી. તેમણે એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, હું અયોધ્યા પહોંચ્યો, ત્યારે ચંપત રાયે 9 કલાક સુધી રાહ જોવડાવી. મેં તેમને હાથ જોડીને કહ્યું- સર, આ મારી આખી જિંદગીની પૂંજી છે. રામચરિતમાનસને મંદિરમાં રખાવી દો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ખામેનીની વિદાયમાં કાળા કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા:‘લોહી વહેશે’, ‘અમેરિકા મુર્દાબાદ’, ‘બદલો’ જેવા નારા લાગ્યા; ટ્રમ્પે કહ્યું- 1 સપ્તાહ બાદ ઇરાને અમારી શરતો માનવી પડશે ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનીને અંતિમ વિદાય આપવા માટે શનિવારે લાખો લોકો તેહરાનના ગ્રાન્ડ મોસલ્લામાં એકઠા થયા છે. શિયા પરંપરા મુજબ કાળા કપડાં પહેરેલા લોકો છાતી કૂટીને શોક મનાવતા જોવા મળ્યા. આ દરમિયાન લોકોએ ‘લોહી વહેશે’, ‘અમેરિકા મુર્દાબાદ’ અને ‘બદલો, બદલો’ જેવા નારા પણ લગાવ્યા. તેહરાનમાં 3 જુલાઈથી ખામેનીના અંતિમ સંસ્કાર સંબંધિત વિધિઓ શરૂ થઈ ગઈ છે જે 9 જુલાઈ સુધી ચાલશે. ગઈકાલે શુક્રવારે કાર્યક્રમમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા. જોકે, રશિયા, ચીન, ભારત અને તુર્કીયે જેવા દેશોના ટોચના નેતાઓએ આનાથી અંતર રાખ્યું. ઈરાન તરફથી આમંત્રણ મોકલવામાં આવ્યું હોવા છતાં, તેમણે તેમના નીચલા સ્તરના પ્રતિનિધિઓને મોકલ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. વૈભવ સૂર્યવંશીએ સચિન-શેફાલીનો રેકોર્ડ તોડ્યો:15 વર્ષ, 99 દિવસમાં ભારત માટે ડેબ્યૂ કર્યું; મેચ પહેલા આપી હતી હિન્ટ વૈભવ સૂર્યવંશી ભારત માટે સૌથી ઓછી ઉંમરે ડેબ્યૂ કરનાર ભારતીય ક્રિકેટર બન્યા છે. તેઓ 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યા છે. વૈભવે શેફાલી વર્મા અને સચિન તેંડુલકરનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે. શેફાલીએ 15 વર્ષ અને 239 દિવસ અને સચિને 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ભારત માટે પ્રથમ મેચ રમી હતી. મેચ પહેલા વૈભવે સોશિયલ મીડિયા પર પણ ડેબ્યૂના સંકેત આપ્યા હતા. શુક્રવારે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર પોતાની તસવીર શેર કરતા 'ન્યૂ ચેપ્ટર' લખ્યું હતું. BCCI તરફથી વૈભવને ટીમ ઇન્ડિયાની 3 નંબરની જર્સી મળી. થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ રઘુએ તેમને જર્સી આપી. સૂર્યવંશી પહેલા રઘુને પગે લાગ્યો, પછી જર્સી લીધી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. યુદ્ધ દરમિયાન મોટા-મોટા દેશો મુશ્કેલીમાં હતા, ભારત નહીં:મોદીએ કહ્યું- આયાતના રસ્તા બંધ હતા તો પણ 40 દેશોમાંથી આવ્યું તેલ, ઉર્જા સંકટમાંથી દેશ બહાર આવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- યુદ્ધના કારણે જે પરિસ્થિતિઓ સર્જાઈ, તેના કારણે રાંધણ ગેસના ભાવ 2 હજાર રૂપિયા સુધી જઈ શકતા હતા. સરકારે આ અંગે વધુ સારું વ્યવસ્થાપન કર્યું. આનું જ પરિણામ છે કે સિલિન્ડર 950 રૂપિયાની આસપાસ મળી રહ્યું છે. વડાપ્રધાન શનિવારે રાજસ્થાનના પ્રવાસે હતા. બપોરે લગભગ 12 વાગ્યે તેઓ બાલોતરાના પચપદરા પહોંચ્યા. અહીં તેમણે દેશની સૌથી આધુનિક રિફાઇનરીના કંટ્રોલ રૂમની મુલાકાત લીધી અને નિષ્ણાતો સાથે વાત કરી. ત્યારબાદ રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું. જયપુર મેટ્રોના ફેઝ-2નો શિલાન્યાસ (વર્ચ્યુઅલ) પણ કર્યો. આ પહેલા શનિવારે સવારે લગભગ 10:40 વાગ્યે તેઓ જોધપુર પહોંચ્યા. અહીં તેમણે એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગીરમાં બારે મેઘ ખાંગા, રાજુલા, ગણદેવી અને ચીખલીમાં 2 કલાકમાં 3-3 ઈંચ વરસાદ; સાત દિવસ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુુ અમરેલીના રાજુલામાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો. રાજુલા, ગણદેવી અને ચીખલીમાં 3-3 ઈંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે 10 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, કારણ કે રાજ્યમાં હાલ 5 શક્તિશાળી સિસ્ટમો એકસાથે સક્રિય થઈ છે. 7 જુલાઈ સુધી ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની પણ આગાહી છે. ભારે પવનથી દરિયો તોફાની બનવાની શક્યતા હોવાથી બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાડી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. વર્ષે અહીંથી 20 કરોડ ચિપ નીકળશે-PM: મોદીએ સાણંદમાં CG સેમિ. પ્લાન્ટમાં ચિપના ઉત્પાદનનો પ્રારંભ કરાવ્યો, અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના મંત્રીમંડળ સાથે બેઠક યોજી આજે (4 જુલાઈ) PM નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે CG સેમિ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે 4 મહિનામાં ત્રીજા પ્લાન્ટમાં ચિપનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. આ સાથે જ છેલ્લા 5 મહિનામાં જ ગુજરાતના 4 પ્લાન્ટમાંથી ત્રણમાં ચિપનું ઉત્પાદન થવા લાગ્યું છે. સાણંદના કાર્યક્રમ બાદ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજ્યના મંત્રીમંડળ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સહિતનું સમગ્ર મંત્રીમંડળ હાજર છે. મોદીએ કહ્યું કે, અહીં વર્ષે 20 કરોડ ચિપ નીકળશે અને 500 કરોડનો લક્ષ્યાંક છે. સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ તેજ ગતિ પકડી રહ્યો છે. સ્ટેપ બાય સ્ટેપ, બ્રિક બાય બ્રિક અને હવે ચિપ બાય ચિપ. આજે 20 વર્ષ જૂનું સપનું પૂર્ણ થયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : કેન્દ્ર સરકારે 23 લોકોને આતંકવાદી જાહેર કર્યા:તેમાંથી 6 જમ્મુ-કાશ્મીર અને 17 પાકિસ્તાનનાં રહેવાસી, અયોધ્યા રામ મંદિરની રેકી કરનાર પણ આતંકી જાહેર વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : 250 વર્ષ માટે જમીનમાં કેદ થશે iPhone 17:વ્હેલના હાડકા, કોકાકોલાની બોટલથી લઈ AIની ભવિષ્યવાણી સુધી અમેરિકા ભવિષ્યની પેઢી માટે દફનાવશે 'ટાઈમ કેપ્સ્યુલ' વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રામ મંદિર પછી કેદારનાથ-બદ્રીનાથમાંથી દાનની ચોરીનો આરોપ:કર્મચારીઓને નોટિસ આપી ત્રણ દિવસમાં જવાબ માંગ્યો, તપાસ માટે CCTV કબ્જે લીધા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઓ...કાકા...હવે કેટલાં પરવળ લેશો...?:USમાં સ્ટોર ઓપનિંગ દિવસે શાક લેવા ગુજરાતીઓની પડાપડી, 370 રૂપિયાના પરવળ માટે એકબીજા પર તૂટી પડ્યા! વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : EPFO-પોર્ટલ પર UAN એક્ટિવેશન અને નવો નંબર જનરેટ નહીં થાય:હવે ફક્ત UMANG એપથી કામ થશે, જાણો તેની સંપૂર્ણ પ્રક્રિયા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : વૈભવ સૂર્યવંશીએ સચિન-શેફાલીનો રેકોર્ડ તોડ્યો:15 વર્ષ, 99 દિવસમાં ભારત માટે ડેબ્યૂ કર્યું; મેચ પહેલા આપી હતી હિન્ટ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ધન-સંપત્તિના દાતા શુક્ર દેવનું ગોચર:મેષ રાશિના લોકોને પ્રેમની પ્રાપ્તિ થશે, કર્ક-મકર રાશિ પર પૈસાનો વરસાદ; જાણો તમારા જીવનમાં શું બદલાશે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ 13000 ફીટ પર હવામાં ઉડતા કર્યું ડિનર અમેરિકાના એરિઝોનામાં પ્રખ્યાત સ્કાયડાઇવર્સ સ્ટીવ અને સારા કર્ટિસ સાથે 6 લોકોએ 13 હજાર ફીટની ઊંચાઈ પર હવામાં ભોજન કર્યું. લગભગ 40 સેકન્ડ સુધી ચાલેલા આ અનોખા સ્ટંટ પછી બધાએ પેરાશૂટથી સુરક્ષિત લેન્ડિંગ કર્યું. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. એક્સક્લૂસિવ : 'સરકારનો હસ્તક્ષેપ માત્ર હિન્દુ ધર્મમાં શું કામ?': રામ મંદિર દાન ચોરી અંગે શંકરાચાર્યએ સવાલ ઉઠાવ્યો, કહ્યું- ગવર્મેન્ટ, નેતાઓ અયોધ્યાને પર્યટન સ્થળ માને છે 2. પારકી પંચાત : ગીરના લૂંગીવાળા કાકાએ ભારે કરી: હે મેઘરાજા ગુજરાતને ટાઢું પાડો, મગજ તપી જતાં સટાસટી બોલી, મંત્રી મિટિંગમાં ગયા અને સાહેબ બહાર રહી ગયા 3. ભાસ્કર ઈન્ટરવ્યૂ : માત્ર 14 વર્ષની ઉંમરે બુર્જ ખલીફામાં ઓફિસ!: 10મું પાસ કરી અભ્યાસ છોડ્યો, AI માર્કેટિંગ સ્ટાર્ટ-અપ શરૂ કર્યું; જૈનમ જૈનની જોરદાર જર્ની 4. સ્પાય ફાઈલ્સ : ભારતમાં જન્મેલા અબ્દુલે એટમ બોમ્બની ટેક્નોલોજી ચોરી: ભાગીને રાતોરાત પાકિસ્તાન પહોંચ્યો, વાળ ચોરીને જાસૂસોએ કેવી રીતે બગાડી રમત; ઓપરેશન કહૂટા પાર્ટ-1 5. ગ્રાઉન્ડ રિપોર્ટ : 12 કલાકથી વેરાવળમાં વરસાદ બંધ, છતાં જળબંબાકાર યથાવત્: ઘરો-દુકાનોમાં પાણી ઘૂસ્યા; પ્રથમ રાઉન્ડમાં જ ગટર વ્યવસ્થા ચોકઅપ; પ્રી-મોન્સૂન એક્શન પ્લાનમાં ભ્રષ્ટાચાર? 6. આજનું એક્સપ્લેનર: મોજતબા ખામેની જીવે છે કે નહીં, પિતાના જનાજાને કાંધ કેમ ન આપી; શું પુરાવો મળતા જ ઈઝરાયલ પતાવી દેશે? ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: વૃષભ અને મકર રાશિ માટે વ્યાવસાયિક સફળતાના સંકેત, સિંહ અને કન્યા રાશિના ઘરમાં આનંદભર્યું વાતાવરણ રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Deschamps on Mbappé’s rough treatment by Paraguay: ‘I asked two biggest lads stand around Kylian’
    Next Article
    Parvathy Thiruvothu discusses female representation, activism and I, Nobody at Expresso

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment