Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદી આજે રાત્રે ગુજરાતના મંત્રીઓ સાથે કરશે 'ડિનર બેઠક':સાંજે 7 વાગ્યે હાજર રહેવા સૂચના; PA-PS અને કમાન્ડોને પ્રવેશ નહીં આપવાની સૂચના હોવાની ચર્ચા

    एक दिन पहले

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (13 નવેમ્બર) ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અગાઉ 14 નવેમ્બરે લાભપાંચમના દિવસે બનાસકાંઠાના અંબાજી મંદિરે દર્શન અને પૂજા કરવાનો તેમનો કાર્યક્રમ નક્કી થયો હતો, પરંતુ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. બનાસકાંઠા કલેક્ટરની સત્તાવાર જાહેરાત મુજબ અંબાજીનો કાર્યક્રમ સરકારની સૂચનાથી આગામી સૂચના ન મળે ત્યાં સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. અંબાજીનો કાર્યક્રમ રદ થયા બાદ વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ હવે ગાંધીનગર સુધી મર્યાદિત રહેશે. તેઓ આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ ગાંધીનગર લોકભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. મંત્રીઓ સાથે ખાસ ડિનર બેઠકનું આયોજન રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન રાત્રે આશરે 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર પહોંચશે અને લોકભવનમાં ગુજરાતના મંત્રીઓ સાથે ડિનર બેઠક કરશે. આ બેઠકને રાજકીય દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મંત્રીઓને સાંજે 7 વાગ્યે લોકભવન ખાતે હાજર રહેવા જણાવાયું છે. આ ડિનરમાં મંત્રીઓના પર્સનલ આસિસ્ટન્ટ (PA), પર્સનલ સેક્રેટરી (PS) અને કમાન્ડોને હાજર નહીં રહેવા જણાવાયું હોવાની પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. વડાપ્રધાન મંત્રીઓ સાથે સીધો સંવાદ કરશે ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સંજોગોમાં વડાપ્રધાનની મંત્રીઓ સાથેની ડિનર બેઠકને રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સરકારના કામકાજ, મંત્રીઓની કામગીરી, આગામી રાજકીય પડકારો અને ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે ચર્ચા થવાની શક્યતા છે. જોકે, બેઠકનો સત્તાવાર એજન્ડા જાહેર થયો નથી. આવતીકાલે સવારે દિલ્હી જવા રવાના થશે પ્રાપ્ત કાર્યક્રમની વિગતો મુજબ, વડાપ્રધાન 14 નવેમ્બરે સવારે ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે. અંબાજી દર્શનનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Rohit Sharma Turns Back The Clock With Stunning Diving Catch, Internet In Disbelief. Watch
    Next Article
    Mammootty Spent 2.5 Days Listening To Om's Script Before Shooting, Reveals Director

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment