Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PMએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યાના ગણતરીના કલાકોમાં લિફ્ટ ખોટકાઈ:ગોધરા રેલવે સ્ટેશન પર 6 મુસાફરના જીવ અધ્ધર થયા; દોઢ કલાક સુધી ફસાયેલાં રહ્યા; ગેસ કટરથી પતરા કાપી બહાર કઢાયા

    12 hours ago

    દેશભરમાં 'અમૃત ભારત સ્ટેશન યોજના' અંતર્ગત રેલવે સ્ટેશનોના આધુનિકીકરણની મોટી-મોટી વાતો વચ્ચે પંચમહાલના ગોધરા રેલવે સ્ટેશન પર રેલવે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુક્રવારે (17 જુલાઈ) સાંજે 4 વાગે કરોડોના ખર્ચે પુનઃવિકસિત કરાયેલા ગોધરા જંકશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ લોકાર્પણના ગણતરીના કલાકોમાં જ મુસાફરો માટે ખુલ્લી મુકાયેલી અત્યાધુનિક લિફ્ટ મોડી રાત્રે 10 વાગે અચાનક બંધ થઈ જતાં 6 મુસાફરના જીવ અધ્ધર થઈ ગયા હતા. કરોડોના ખર્ચે આધુનિકીકરણના દાવાઓ પહેલા જ દિવસે 'ફેલ' દેશભરના 75 જેટલા પુનઃવિકસિત રેલવે સ્ટેશનોની યાદીમાં ગોધરા રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્ટેશનને રૂપિયા 6.17 કરોડના અધધ ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકસિત કરવામાં આવ્યું હોવાના વહીવટી તંત્ર દ્વારા મોટા-મોટા દાવા કરવામાં આવ્યા હતા. જો કે, મુસાફરોની સુરક્ષા અને સુવિધાના આ તમામ દાવાઓ પહેલા જ દિવસે પોકળ સાબિત થયા છે. મધ્યરાત્રિએ સર્જાઈ ટેકનિકલ ખામી, મુસાફરોમાં ફફડાટ મળતી માહિતી મુજબ, ગોધરા-વડોદરા મેમુ ટ્રેન મારફતે ગોધરા પહોંચેલા મુસાફરો જ્યારે પ્લેટફોર્મ નંબર 5 પર આવેલી નવી જ નખાયેલી લિફ્ટમાં સવાર થઈને ગેટ નંબર 2 તરફ નીચે ઉતરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક જ લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને લિફ્ટ અધવચ્ચે જ સ્તબ્ધ થઈ ગઈ હતી. બંધ લિફ્ટની અંદર ગૂંગળામણ અને ડરના કારણે તેમાં સવાર 3 મહિલા અને 3 પુરુષ સહિત તમામ 6 મુસાફરમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. લિફ્ટમાં ફસાયેલા મુસાફરોની યાદી ફાયર વિભાગે કટર વડે લિફ્ટ કાપીને 1 કલાકે રેસ્ક્યૂ કર્યું લિફ્ટ હોલ્ટ થઈ જતાં ફસાયેલા મુસાફરોએ તાત્કાલિક આપાતકાલીન મદદ માટે '112' પર કોલ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં ગોધરા ફાયર વિભાગની ટીમ અને 108ની ઇમરજન્સી ટીમ તાબડતોબ રેલવે સ્ટેશન ખાતે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ ગેસ કટરની મદદથી લોખંડની લિફ્ટનો ભાગ કાપીને અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ તમામ 6 મુસાફરને હેમખેમ બહાર કાઢ્યા હતા. જો કે, આ જોખમી રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ગોધરા ફાયર બ્રિગેડના જવાન મુકેશ ચાવડાને હાથના ભાગે ઇજા પહોંચી હતી. ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં નેતાઓની હાજરી નોંધનીય છે કે, આ દુર્ઘટના ઘટી તેના થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આ સ્ટેશનનું ડિજિટલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું. આ ભવ્ય પ્રસંગે ગોધરા સ્ટેશન ખાતે જિલ્લા પ્રભારી મંત્રી રમેશ કટારા, રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, સાંસદ રાજપાલસિંહ જાદવ સહિતના ઉચ્ચ નેતાઓ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નેતાઓએ મંચ પરથી ભાષણ આપતા જણાવ્યું હતું કે, આ નવું બિલ્ડિંગ, બીજું પ્રવેશદ્વાર, 4 નવી લિફ્ટ અને સ્માર્ટ સાઇનેજ મુસાફરોની સફરને વધુ સુગમ અને સુરક્ષિત બનાવશે. સાથે જ દેશમાં રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન 33%થી વધીને 99.6% થવા બદલ અને 'કવચ 4.0' જેવી અદ્યતન ટેકનોલોજી બદલ પીઠ થાબડવામાં આવી હતી. શું મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે? : જનતામાં રોષ તમામ 6 મુસાફરનો આબાદ બચાવ થતાં રેલવે તંત્ર અને સ્થાનિક વહીવટી પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આ ઘટનાએ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના કામ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક નાગરિકો અને મુસાફરોમાં એ વાતને લઈને ભારે રોષ છે કે જો ₹6 કરોડથી વધુના ખર્ચે થયેલી કામગીરીની ગુણવત્તા લોકાર્પણના પહેલા જ દિવસે આવી હોય, તો આગામી સમયમાં મુસાફરોની સુરક્ષા ખરેખર ભગવાન ભરોસે જ ગણી શકાય. આ મામલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સામે કડક તપાસ થાય તેવી માગ ઉઠી રહી છે. નવ દિવસ પહેલાં પણ ગોધરા રેલવે સ્ટેશન પર લિફ્ટ ખોટકાઈ હતી નવ દિવસ પહેલાં પણ ગોધરા રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે મુકાયેલી લિફ્ટ અચાનક બંધ પડી ગઈ હતી. અંકલેશ્વરના રહેવાસી અને સરકારી નિવૃત્ત અધિકારી રમેશ વણઝારા તેમના સંબંધી રમીલાબેન સાથે દાહોદ ઇન્ટરસિટી ટ્રેન મારફતે ગોધરા આવ્યા હતા. સવારે 10.50 વાગ્યાની આસપાસ તેઓ પ્લેટફોર્મ નં.3 પરથી લિફ્ટમાં ચડીને પ્લેટફોર્મ નં.1 પર જઈ રહ્યા હતા. તે દરમિયાન લિફ્ટ નીચે ઉતરતી વખતે અધવચ્ચે જ ખોટકાઈ ગઈ હતી. લિફ્ટ અચાનક બંધ થઈ જતાં બંને મુસાફરો અડધો કલાક સુધી અંદર જ ફસાયેલા રહ્યા હતા. વાંચો સંપૂર્ણ અહેવાલ… આ પણ વાંચો, ગાંધીનગરના પ્રતિક મોલમાં લિફ્ટ ખોટકાતાં યુવકને ગૂંગળામણ, કટરથી હાઇડ્રોલિક ગેટ તોડી બે કલાક બાદ રેસ્ક્યૂ
    Click here to Read More
    Previous Article
    પોલીસ વાંગચુકને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગઈ:પ્રદર્શનકારીઓએ હોબાળો કર્યો, દીપકેએ કહ્યું- સોનમ સરને ગાળો આપી, ઘસડીને લઈ ગયા, હવે આજથી મારી ભૂખ હડતાળ શરૂ
    Next Article
    સાવરકુંડલા-મહુવા રોડ પર અકસ્માત:શ્વાન આડું ઉતરતા વાહન પલટાયું, 14 લોકોને ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment