Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PMના ભાષણમાં 'યુવાનો'નો 52 વખત ઉલ્લેખ:111 વખત ભારત, 40 વખત 'મારા પ્રિય દેશવાસીઓ' કહ્યું; 75 મિનિટની સ્પીચનું એનાલિસિસ

    17 hours ago

    પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી 75 મિનિટનું ભાષણ આપ્યું. આ દરમિયાન તેમણે સૌથી વધુ 111 વખત ભારત કહ્યું, જ્યારે 'દુનિયા'નો 62 વખત ઉલ્લેખ કર્યો. વડાપ્રધાને 'યુવા', 'નવયુવાન', 'યુવા શક્તિ' અને 'સાથીઓ' જેવા શબ્દો દ્વારા યુવાનોને 52 વખત સંબોધિત કર્યા. મારા પ્રિય દેશવાસીઓ 40 વખત કહ્યું, સાથીઓ 10 વખત બોલ્યા. મારા પ્રિય યુવાનો, દેશ સેવક અને 'ભાઈ-બહેનો'નો ઉપયોગ પણ એક-એક વખત કર્યો. ભાષણમાં નક્સલવાદ, ગરીબી, ડિજિટલ અને લાલ કિલ્લા જેવા શબ્દો પણ વારંવાર આવ્યા. મોદીએ નક્સલ સંબંધિત શબ્દોનો કુલ 15 વખત, ગરીબી અને ગરીબ સંબંધિત શબ્દોનો 7 વખત, 'લાલ કિલ્લા'નો 11 વખત અને 'ડિજિટલ'નો 10 વખત ઉપયોગ કર્યો. ‘દેશવાસીઓ’ પછી ‘પરિવારજનો’ PM મોદીનું મનપસંદ સંબોધન ‘દેશવાસીઓ’ લાંબા સમયથી PM મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણોનું મનપસંદ સંબોધન રહ્યું છે. તેમણે 2025માં લગભગ 50 વાર, 2024માં 30 વાર, 2023માં 15 વાર અને 2022માં 40થી વધુ વાર તેનો ઉપયોગ કર્યો. જ્યારે ‘પરિવારજનો’ પણ મોદીના ભાષણોમાં ખાસ સ્થાન ધરાવે છે. 2023માં આ તેમનું સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલું સંબોધન હતું, જેને તેમણે લગભગ 50 વાર કહ્યું હતું. આ ઉપરાંત ‘સાથીઓ’નો ઉપયોગ 2025માં લગભગ 35 વાર, 2024માં 30 વાર, 2023માં 5 વાર અને 2022માં લગભગ 8 વાર થયો હતો. PM મોદીએ લાલ કિલ્લા પરથી 13મી વખત ભાષણ આપ્યું, રેકોર્ડ નેહરુના નામે PM મોદીએ આ વર્ષે લાલ કિલ્લા પરથી સતત 13મી વખત દેશને સંબોધિત કર્યો. હવે લાલ કિલ્લા પરથી સતત સૌથી વધુ સ્વતંત્રતા દિવસના ભાષણ આપવાના મામલે જવાહરલાલ નેહરુ 17 ભાષણો સાથે પ્રથમ સ્થાને છે. --------------------------- આ સમાચાર પણ વાંચો કોણ છે કેપ્ટન સોનિયા સિંહ ચૌહાણ?:તે આર્મી ઓફિસર, જેમણે PM મોદી સાથે લાલ કિલ્લા પર ફરકાવ્યો તિરંગો સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને આ ઐતિહાસિક ક્ષણને આખો દેશ જુએ છે. આ વખતે સમારોહ દરમિયાન PM નરેન્દ્ર મોદીની પાછળ ઉભેલા ભારતીય સેનાના અધિકારી કેપ્ટન સોનિયા સિંહ ચૌહાણે બધાનું ધ્યાન ખેંચ્યું. ધ્વજારોહણની પ્રક્રિયામાં વડાપ્રધાનને મદદ કરી રહેલા કેપ્ટન સોનિયાની હાજરી માત્ર એક ફરજ ન હતી, પરંતુ તે નારી શક્તિની વધતી ભૂમિકાને પણ દર્શાવે છે. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    After SC Rebuke, BCI Chairperson Manan Kumar Mishra Apologises To Nalsar Students
    Next Article
    ફૂટબોલ મેદાનમાં વીજકરંટ લાગતા ડોકટર પુત્રનું મોત:વડોદરાની ન્યૂ એરા સ્કૂલ મેદાનમાં બન્યો બનાવ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment