Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું નહોતી ઈચ્છતી કે રાજીવ PM બને':સોનિયા ગાંધીએ કહ્યું- મારું પુસ્તક બહાર પડશે ત્યારે હોબાળો જરૂર થશે, 5 દિવસમાં ત્રીજો VIDEO પોસ્ટ કર્યો

    1 day ago

    સોનિયા ગાંધીએ કહ્યું- જ્યારે રાજીવ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવવામાં આવી રહ્યા હતા, ત્યારે હું આ નિર્ણયના વિરોધમાં હતી. હું ક્યારેય ઇચ્છતી નહોતી કે રાજીવ ગાંધી વડાપ્રધાન બને. મારું પુસ્તક બહાર પડશે ત્યારે થોડો ‘હોબાળો’ તો ચોક્કસ થશે. દાયકાઓથી લોકો મારી કહાની કહેતા આવ્યા છે, હવે મારી કહાની કહેવાનો વારો મારો છે. સોનિયા ગાંધી પર લખાયેલું પુસ્તક ‘બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ’ 10 નવેમ્બરે રિલીઝ થશે. તેમણે મંગળવારે X પર તેનો નવો વીડિયો પોસ્ટ કર્યો. ગયા અઠવાડિયે X સાથે જોડાયા બાદ X પર સોનિયા ગાંધીની આ બીજી પોસ્ટ છે. વીડિયોમાં તેઓ પુસ્તકનાં પાનાં ફેરવતાં પોતાની કહાની પોતે કહેવાની વાત કરે છે. સોનિયાએ 5 દિવસમાં સોશિયલ મીડિયા પર ત્રીજો વીડિયો પોસ્ટ કર્યો. તેમણે 22 ઓક્ટોબરે ઇન્સ્ટાગ્રામ પર અને 24 ઓક્ટોબરે X પર ડેબ્યૂ કર્યું હતું. સોનિયાએ કહ્યું- ઘણી બધી વાતો મનઘડંત હતી સોનિયાએ કહ્યું, ઘણી બધી વાતો મનઘડંત હતી અથવા તો તેમને વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવી હતી. તેથી મને લાગ્યું કે હવે મારે પોતે જ મારી કહાની લખવી જોઈએ અને તથ્યો તથા ઘટનાઓને એ જ રીતે જણાવવી જોઈએ, જેવી રીતે તે વાસ્તવમાં બની હતી. X પર સોનિયાની પ્રથમ પોસ્ટ, રેસ્ટોરન્ટમાં રાજીવને મળી સોનિયા, ત્યાં જ પ્રેમ થયો 1970ના દાયકામાં ઇંગ્લેન્ડનું એક અજાણ્યું શહેર, મનપસંદ ભોજનની શોધ અને એક ગ્રીક રેસ્ટોરન્ટમાં થયેલી મુલાકાત… સોનિયા ગાંધી કદાચ ત્યારે જાણતી પણ નહોતી કે આ ક્ષણો તેમના જીવનની સૌથી સુંદર યાદોમાં સામેલ થઈ જશે. કેમ્બ્રિજમાં રાજીવ ગાંધી સાથેની પ્રથમ મુલાકાતે મિત્રતાનો માર્ગ ખોલ્યો. સોનિયાએ કહ્યું- અહીંથી જ પ્રેમની શરૂઆત થઈ, અમે સાથે મળીને યાદોની એક દુનિયા બનાવી. સોનિયાના જીવનના 5 કિસ્સા 1. પહેલી મુલાકાતમાં જ રાજીવ પસંદ આવી ગયા સોનિયાએ જણાવ્યું કે રાજીવ ગાંધીને પહેલી વાર મળ્યા ત્યારે જ તેમને તરત લાગ્યું કે તેઓ એવા વ્યક્તિ છે, જેમની સાથે તે રહેવા ઇચ્છશે. બાદમાં તેમને ખબર પડી કે રાજીવને પણ આવું જ લાગ્યું હતું. બંનેની મિત્રતા પાર્ટીઓ, ફરવા જવા અને વિદ્યાર્થીઓની બેઠકોમાં સાથે સમય વિતાવવાથી આગળ વધતી ગઈ. તેમણે કહ્યું તેઓ ખૂબ સૌમ્ય દેખાતા વ્યક્તિ હતા. નિઃસંદેહ, તેઓ ખૂબ જ આકર્ષક દેખાતા હતા. પરંતુ તેમનો સૌમ્ય સ્વભાવ સ્પષ્ટપણે નજરે પડતો હતો. 2. ઇન્દિરા સાથે પહેલી મુલાકાત અને નવા પરિવારમાં ઢળવું રાજીવ સાથે લગ્ન કર્યા બાદ સોનિયાએ નેહરુ-ગાંધી પરિવારમાં પોતાનું સ્થાન બનાવ્યું. આત્મકથામાં તેમણે પોતાની સાસુ અને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથેની પહેલી મુલાકાત તથા ભારતમાં પરિવાર સાથે વિતાવેલા જીવનના અનુભવોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે અહીંની ભાષા, ખાણીપીણી અને સંસ્કૃતિ સાથે તાલમેલ બેસાડવો પણ જીવનનો એક ભાગ હતો. પુસ્તકમાં હિન્દી શીખવા, સાડી પહેરવા અને ભારતીય જીવનશૈલી અપનાવવા વિશે પણ લખવામાં આવ્યું છે. 3. ઇન્દિરા અને રાજીવની હત્યા પછી બદલાઈ જિંદગી 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. સાત વર્ષ પછી, 1991માં રાજીવની પણ હત્યા કરી દેવામાં આવી. સોનિયાએ જણાવ્યું કે પોતાના લોકોને ગુમાવવાના દુઃખે તેમને જાહેર જીવન અને રાજકારણ તરફ ધકેલી દીધા. આ પહેલાં તેઓ પોતાના અંગત જીવનને જાહેર નજરોથી દૂર રાખવા માગતાં હતાં. 4. રાજીવની હત્યા બાદ પણ રાજકારણથી દૂર રહ્યાં 1991માં રાજીવની હત્યા બાદ પણ સોનિયા રાજકારણથી દૂર રહ્યાં. પી. વી. નરસિંહ રાવ વડાપ્રધાન બન્યા. 1996 સુધીમાં કોંગ્રેસ નબળી પડવા લાગી અને પાર્ટીમાં અનેક જૂથો બની ગયા. 1997માં કોંગ્રેસને એકજૂટ કરવા માટે સોનિયાએ પાર્ટીની પ્રાથમિક સદસ્યતા લીધી. 62 દિવસ બાદ, 1998માં તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં. સોનિયા 2017 સુધી અધ્યક્ષ રહ્યાં, જે પાર્ટીના ઇતિહાસમાં સૌથી લાંબો કાર્યકાળ છે. 5. પીએમ બનવાની તક મળી, પરંતુ મનમોહન સિંહને પસંદ કર્યા 2004માં કોંગ્રેસે 14 સહયોગી પક્ષો સાથે UPAની રચના કરી. ચૂંટણી પછી ડાબેરી પક્ષો સહિત અનેક પક્ષોના સમર્થનથી UPAને 335 સાંસદોનું સમર્થન મળ્યું. સહયોગીઓએ સોનિયા ગાંધીને પ્રધાનમંત્રી બનાવવાનું સમર્થન કર્યું, પરંતુ તેમણે 18 મે 2004ના રોજ પદ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ મનમોહન સિંહ પ્રધાનમંત્રી બન્યા. જોકે, NDAએ સોનિયાના વિદેશી નાગરિક હોવાના મુદ્દાને ઉઠાવીને તેમના પ્રધાનમંત્રી બનવાનો વિરોધ કર્યો. તેના કારણે સોનિયાએ પીએમ પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને મનમોહન સિંહને પીએમ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. મનમોહન સિંહ પ્રધાનમંત્રી બન્યા. જોકે, કહેવાય છે કે પડદા પાછળ રહીને સરકારની બાગડોર સોનિયાના હાથમાં જ હતી. ----------------------------- આ સમાચાર પણ વાંચો: સોનિયા ગાંધીનું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ:નવા પુસ્તકનો વીડિયો શેર કર્યો; 3 કલાકમાં 59 હજાર લાઇક, 13 હજાર ફોલોઅર્સ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ગુરુવારે પહેલી વાર પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું. તેમણે પોતાની પહેલી પોસ્ટમાં આવનારી પુસ્તક ‘Belonging: A Journey of Love’નો વીડિયો શેર કર્યો. આ પુસ્તક 10 નવેમ્બરે પબ્લિશ થશે. સોનિયાએ ગુરુવારે સવારે લગભગ 9 વાગ્યે પહેલી પોસ્ટ કરી હતી. બપોરે 12 વાગ્યા સુધીમાં 59 હજાર લોકોએ તેને લાઇક કરી હતી. તેમના 13 હજાર ફોલોઅર્સ છે. બીજી તરફ, સોનિયા ગાંધી પોતાના અકાઉન્ટ પરથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને ફોલો કરી રહ્યાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    Congress Gets Permission For Ramlila Protest Rally. But There Are Conditions
    Next Article
    સાયન્સ કોન્ક્લેવમાં PM મોદીએ કહ્યું- ભારતમાં ઇનોવેશનની પરંપરા રહી છે:શૂન્યની શોધ કરી, નંબર સિસ્ટમ બનાવી; અમારું લક્ષ્ય આત્મનિર્ભર બનવાનું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment