Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇઝરાયલનો લેબનોનના ટાયર શહેર પર હુમલો:પાકિસ્તાનનાં PMની અપીલ બાદ 40મા દિવસે અમેરિકા-ઈરાન વચ્ચે 2 અઠવાડિયાનો યુદ્ધવિરામ

    2 days ago

    અમેરિકા અને ઈરાન વચ્ચે 40 દિવસથી ચાલી રહેલા યુદ્ધ પછી આખરે 2 અઠવાડિયાના યુદ્ધવિરામ પર સહમતિ બની ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણય પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફની અપીલ પછી લેવામાં આવ્યો. યુદ્ધવિરામ પહેલાં ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી હતી કે જો હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને સુરક્ષિત રસ્તો નહીં મળે તો તે તેની આખી સભ્યતા ખતમ કરી દેશે. તેમણે મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની પણ ધમકી આપી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આ ડીલ પાકિસ્તાનની મધ્યસ્થી અને છેલ્લી ઘડીએ ચીનના હસ્તક્ષેપ પછી શક્ય બની. પાકિસ્તાને 2 અઠવાડિયાના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ઈરાને સ્વીકારી લીધો. સમજૂતી હેઠળ, અમેરિકા અને ઇઝરાયલ પોતાના હુમલા રોકશે. ઈરાન પણ હુમલા બંધ કરશે. આ દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલ, ગેસ અને અન્ય જહાજોની સુરક્ષિત અવરજવર ઈરાની સેનાની મદદથી સુનિશ્ચિત કરવામાં આવશે. આ યુદ્ધવિરામ લેબનોન સહિત અન્ય વિસ્તારો પર પણ લાગુ પડશે. ત્યારબાદ 10 એપ્રિલે અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ઔપચારિક વાતચીત શરૂ થશે. લેબનોનના ટાયર શહેરમાં ઇઝરાયલનો હુમલો લેબનોનના દરિયાકાંઠાના શહેર ટાયરમાં ઇઝરાયલે હુમલો કર્યો છે. ઇઝરાયલે થોડા સમય પહેલા જ વિસ્તારના લોકોને તાત્કાલિક ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. ઇઝરાયલી સેનાએ ચેતવણી જારી કરીને લોકોને કહ્યું હતું કે તેઓ પોતાની સુરક્ષા માટે ઝેહરાની નદીની ઉત્તર દિશામાં જતા રહે. આ પછી શહેરમાં મોટો ધમાકો થયો, જેના ફૂટેજ પણ સામે આવ્યા છે. ઇઝરાયલી સેના (IDF) એ કહ્યું છે કે તે આ વિસ્તારમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવી રહી છે. નોંધનીય છે કે અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામમાં લેબનોન સામેલ નથી. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    નેતન્યાહૂએ એવું પ્રેઝન્ટેશન બતાવ્યું કે ટ્રમ્પ યુદ્ધ માટે રાજી થયા:બંનેની સિક્રેટ મિટિંગમાં નિર્ણય લેવાયો, ઉપરાષ્ટ્રપતિ વેન્સ હુમલાની વિરુદ્ધ હતા
    Next Article
    જિલ્લા પંચાયત લડવા IPSએ સ્વૈચ્છિક નિવૃતિ લીધી!:મોડી સાંજ સુધીમાં ભાજપ ઉમેદવારો જાહેર કરશે; કોંગ્રેસનું પણ બીજુ લિસ્ટ આવી શકે, જેનીબેન ઠુમ્મર સામે જ્ઞાતિવાદનો આક્ષેપ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment