Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PMએ ચાલુ ડિનરમાં ઉભા થઈ મંત્રીઓ સાથે શું વાત કરી?:એરપોર્ટ પર જૂના જોગીઓ સાથે બેઠક, મંત્રી ભવનમાં સૌરભ દલાલની અચાનક એન્ટ્રી; મોદીની ગુજરાત મુલાકાતમાં શું રંધાયું?

    16 hours ago

    PM મોદી ગુજરાતની મુલાકાત લઈ દિલ્હી પરત પહોંચી ગયા છે. વડાપ્રધાનની આ મુલાકાત આમ તો ટૂંકી હતી, પરંતુ તે દરમિયાન ઘણી એવી ઘટનાઓ ઘટી જેને બધાનું ધ્યાન ખેંચ્યું. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતના મંત્રીમંડળ સાથે બેઠક યોજાઈ હતી. જે રાત્રે 11:10 વાગ્યે પૂર્ણ થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓ સાથે ભોજન લીધું. ડિનર દરમિયાન વડાપ્રધાન મોદી માત્ર એક જ જગ્યાએ બેસી રહ્યા નહોતા, પરંતુ મંત્રીઓના ટેબલ પર જઈને તેમની સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી હતી. ગાંધીનગરમાં આજે રાજકીય ગતિવિધિઓ વચ્ચે પૂર્વ મંત્રી સૌરભ દલાલ અચાનક મંત્રી નિવાસ સ્થાને પહોંચ્યા હતા. તેમના આગમનને પગલે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા હતા. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ લોકભવન ખાતે પહોંચ્યા હતા. આ અંગે બળદેવજી ઠાકોરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હું મંત્રી અર્જુન મોઢવાડિયાને મળવા માટે ગયો હતો. આજે દિલ્હી જતા પહેલા અમદાવાદ એરપોર્ટ પર ભાજપના જૂના જોગીઓ સાથે PMએ બેઠક કરી. તો આવો જાણીએ મોદીની ટૂંકી અને સૂચક ગુજરાત મુલાકાતમાં શું રંધાયું? PM મોદીએ શું વાત કરી? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન મંત્રીઓ સાથે યોજાયેલી બેઠક અને ડિનર દરમિયાન ગુજરાતના વિકાસના મહત્ત્વના પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમની સાથે કામ કરી ચૂકેલા નેતાઓ અને મંત્રીઓ સાથે જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. આ દરમિયાન તેમણે અગાઉના સમયની કામગીરી અને અનુભવોને પણ યાદ કર્યા હતા. ડિનર દરમિયાન વડાપ્રધાન મોદી માત્ર એક જ જગ્યાએ બેસી રહ્યા નહોતા, પરંતુ મંત્રીઓના ટેબલ પર જઈને તેમની સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી હતી. તેમણે મંત્રીઓ પાસેથી તેમના વિસ્તારની સ્થિતિ, સ્થાનિક પ્રશ્નો અને વિકાસકાર્યો અંગે વિગતો જાણી હતી. ખાસ કરીને ગુજરાતના તેમના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા ગિફ્ટ સિટી, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR), સાણંદમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે થઈ રહેલા વિકાસ, કચ્છના વિકાસકાર્યો તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના વિકાસ પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા કરી હતી. સંસ્કારધામના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજવામાં આવી આજે(14 નવેમ્બર) સવારના 10 વાગ્યે લોકભવનમાં જ સંસ્કારધામ ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. જેમાં સંસ્કારધામના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી દિવસોમાં સંસ્કારધામ દ્વારા હાથ ધરાનારા વિવિધ આયોજનો અને શિક્ષણ ક્ષેત્રે થનારી પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, PM મોદીએ RSSના તેમના ગુરુ વકીલ સાહેબની સ્મૃતિમાં સંસ્કારધામની શરૂઆત કરી હતી. સંસ્કારધામ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે. આજની બેઠકમાં સંસ્થાના આગામી આયોજન અને વિકાસલક્ષી કામગીરી અંગે ચર્ચા થઈ હતી. ગાંધીનગરમાં લોકભવન ખાતે ભોજન પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એક જ ગાડીમાં અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા હતા. જ્યાં ભાજપના જૂના નેતા ધર્મેન્દ્ર શાહ, કિરીટ સોલંકી, વલ્લભ કાકડિયા, રાકેશ શાહ, ભૂષણ ભટ્ટ, જીતુ વાઘેલા, બલરામ થવાણી, હિતેશ બારોટ સાથે મુલાકાત કરી તેઓ દિલ્હી જવા રવાના થયા હતા. રાત્રે PMની મંત્રીઓ સાથેની બેઠક સમયે ડિફેન્ડરે એન્ટ્રી મારી આ પહેલાં 13 નવેમ્બરની રાત્રે ગાંધીનગરના લોકભવન ખાતે મોદીની મંત્રીઓ સાથેની બેઠક અને રાત્રિ રોકાણને પગલે લોકભવન તરફના માર્ગ પર અવરજવર પર પ્રતિબંધ મૂકી સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. જોકે, આ દરમિયાન રાત્રે VVIP મૂવમેન્ટ જોવા મળી હતી. રાત્રે 10 વાગ્યે રેન્જ રોવર કાર સાથે એક ઇનોવા લોકભવનમાં પ્રવેશી હતી, જેને સુરક્ષાકર્મીઓએ કોઈ ખાસ પૂછપરછ વિના પ્રવેશ આપ્યો હતો. ત્યારબાદ રાત્રે 10:50 વાગ્યે દીવ-દમણ પાસિંગની બ્લેક કલરની ડિફેન્ડર કાર આવી હતી, જેને સામાન્ય પૂછપરછ બાદ અંદર જવા દેવામાં આવી હતી. બીજી તરફ, બેઠક પૂર્ણ થયા બાદ રાત્રે 11:30 વાગ્યે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા લોકભવનની બહાર નીકળતા જોવા મળ્યા હતા. તેઓ પોતાની કારમાં ડ્રાઇવર સાથે એકલા જ રવાના થયા હતા. આ પણ વાંચો: CM નિવાસસ્થાને PMએ ગુજરાતના મંત્રીઓ સાથે બેઠક યોજી, સંગઠન અને સરકારના વર્તમાન નેતાઓને સંકેતો આપ્યા 13 નવેમ્બરની રાત્રે એરપોર્ટ પર પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 નવેમ્બરે રાતે 8:15 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા હતા. એરપોર્ટ પર જ PM મોદી પૂર્વ સાંસદ હરિન પાઠક, પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમાર, ભરત બારોટ, અરવિંદ પટેલ સહિતને મળ્યા હતા. વડાપ્રધાને તેમના ખબર અંતર પૂછ્યા હતા. 132 દિવસ બાદ વડાપ્રધાનની ફરી મંત્રીઓ સાથે બેઠક ખાસ વાત એ છે કે 4 જુલાઈ, 2026ના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીમંડળ સાથે બેઠક કર્યા બાદ 132 દિવસ પછી વડાપ્રધાને ફરી મંત્રીઓ સાથે બેઠક કરી હતી. અગાઉની બેઠકમાં સરકારી વિભાગોની કામગીરી, વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને વહીવટી કામગીરીને વેગ આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ફાઈનલમાં આર્યવીર સેહવાગ પછી કેપ્ટન લક્ષ્યની પણ ફિફ્ટી:સેહવાગ 58 રન ફટકારીને આઉટ થયો, 338 રનના ટાર્ગેટ સામે INDનો સ્કોર 132/1
    Next Article
    ગુજરાતમાં પરિવર્તનનું વાવાઝોડું ફૂંકાશે ને 2027માં કોંગ્રેસ આવશે:રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષે કહ્યું - GEN-Z પેઢીની દેશમાં આઝાદીની લડત, ચૂંટણીમાં ભણેલા યુવાનોને ટિકિટ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment