Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં PM ઈ-બસ સેવાને શહેરીજનોનો અભૂતપૂર્વ આવકાર:પ્રથમ દીવસે 3500થી વધુએ લાભ લીધો, આ 18 રૂટ પર દોડશે, જાણો ભાડું કેટલું

    1 day ago

    ગાંધીનગરમાં જાહેર પરિવહન ક્ષેત્રે એક ઐતિહાસિક ક્રાંતિનો પ્રારંભ થયો છે. ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી પીએમ ઈ-બસ સેવા યોજના અંતર્ગત શહેરમાં શરૂ કરાયેલી અત્યાધુનિક અને પર્યાવરણમૈત્રી ઇલેક્ટ્રિક બસ સેવાને નાગરિકો તરફથી ભારે પ્રતિસાદ સાંપડ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગઈકાલે(28 જૂન) જ આ સંપૂર્ણ એર-કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેના બીજા જ દિવસે એટલે કે આજે 29 જૂન બપોરે ત્રણ વાગ્યા સુધીમાં અંદાજે 3500 જેટલા મુસાફરોએ આ સેવાનો લાભ ઉઠાવીને નવી પરિવહન વ્યવસ્થાને વધાવી લીધી છે. શહેરના 18 રૂટો પર ચાલતી આ સેવાનું ભાડું રૂપિયા 5થી 30 સુધીનું રાખવામાં આવ્યું છે. અને ક્યુઆર કોડ અને યુપીઆઈ મારફતે રોકડા નાણાં આપ્યા વિના કેશલેસ ચુકવણી કરી શકાય છે. જોકે 12 જુલાઈ સુધી તમામ મુસાફરો ફ્રીમાં મુસાફરી કરી શકશે. 40 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસો, આસપાસના ગ્રામ્ય અને કનેક્ટિંગ રૂટ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ યોજનાના પ્રથમ તબક્કા અંતર્ગત કુલ 40 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોને રસ્તા પર ઉતારવામાં આવી છે. આ બસો શહેરના આંતરિક વિસ્તારોની સાથે સાથે આસપાસના ગ્રામ્ય અને કનેક્ટિંગ રૂટ પર સફળતાપૂર્વક દોડી રહી છે. ગ્રીન સિટી તરીકે જાણીતા ગાંધીનગરના ગૌરવમાં આ બસ સેવા નવું છોગું ઉમેરી રહી છે, કારણ કે આ ઇલેક્ટ્રિક બસોના સંચાલનથી શહેરમાં વાયુ પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો નોંધાશે, જે પર્યાવરણની જાળવણી માટે અતિ મહત્વનું સાબિત થશે. શહેરીજનો આરામદાયક સફરનો આનંદ માણી શકશે આ નવી ઇ-બસ સેવાની સૌથી મોટી વિશેષતા તેમાં પૂરી પાડવામાં આવેલી વૈશ્વિક સ્તરની સુવિધાઓ છે. તમામ બસો સંપૂર્ણ એર-કન્ડિશન્ડ હોવાથી મુસાફરો ઉનાળાની ગરમીમાં પણ આરામદાયક સફરનો આનંદ માણી રહ્યા છે. આ ઉપરાંત દિવ્યાંગજનો બસમાં સરળતાથી ચઢી અને ઉતરી શકે તે માટે ખાસ રેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. કેશલેસ ચુકવણીની પણ સુવિધા મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા તથા સગવડતા માટે બસમાં અનામત બેઠકો રાખવામાં આવી છે, જે વહીવટી તંત્રની સંવેદનશીલતા દર્શાવે છે. ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરતી આ બસોમાં ડિજિટલ ટિકિટિંગ પ્રણાલી અમલમાં મૂકાઈ છે, જેનાથી મુસાફરો ક્યુઆર કોડ અને યુપીઆઈ મારફતે રોકડા નાણાં આપ્યા વિના કેશલેસ ચુકવણી કરી શકે છે. 12 જુલાઈ સુધી તમામ મુસાફરો ફ્રીમાં મુસાફરી કરી શકશે શહેરીજનોમાં જાહેર પરિવહન પ્રત્યે જાગૃતિ વધે અને વધુમાં વધુ લોકો આ પ્રદૂષણમુક્ત સેવાનો અનુભવ કરી શકે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એક મોટો અને આવકારદાયક નિર્ણય લેવાયો છે. આગામી તારીખ 12 જુલાઈ સુધી તમામ મુસાફરો માટે આ ઇલેક્ટ્રિક બસ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવી છે. તંત્રના આ પ્રજાલક્ષી નિર્ણયને કારણે જ આજે પ્રથમ દિવસથી જ બસોમાં ભારે ભીડ જોવા મળી રહી છે અને લોકો પોતાના ખાનગી વાહનો છોડીને આ સેવાનો આગ્રહ રાખતા થયા છે. ઇ-બસ સેવાનો મહત્તમ લાભ લેવા મનપાની અપીલ ગાંધીનગર મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે, ગાંધીનગરને વધુ સ્વચ્છ, સુંદર અને ગ્રીન બનાવવા પોતાનો અમૂલ્ય સહયોગ આપે. નાગરિકો પોતાના અંગત વાહનોનો વપરાશ ઘટાડીને આ ઇ-બસ સેવાનો મહત્તમ લાભ લે અને જાહેર પરિવહનને પ્રાથમિકતા આપે તે અત્યંત જરૂરી છે. ઇ-બસના મુખ્ય રૂટો અને સ્ટોપેજની વિગતો ​1. સરગાસણથી સરગાસણ (સરગાસણ સર્ક્યુલર રૂટ): ​રૂટની વિગત: ઓરીજીન પાર્ક સરગાસણ, RTO રોડ, રેલવે સ્ટેશન, મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન, સાઈ બાબા મંદિર/સેક્ટર-27, યુવા ચેતના સર્કલ, રાજભવન, ઈન્દ્રોડા ગામ, રિલાયન્સ સર્કલ થઈને. ​2. પથિકાશ્રમથી ધમાસણ: ​રૂટની વિગત ઘ-6, ખ-6, ખ-5, ક-5, ક-6, જીઆઈડીસી, કોલાવડા, આદરજ મોટી, જલૂંદ થઈને. ​3. પથિકાશ્રમથી ટીંટોડા: ​રૂટની વિગત સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર સ્કૂલ, ખ-3, મહાત્મા મંદિર, રેલવે સ્ટેશન, વાવોલ, કરછનપુરા થઈને. ​4. પથિકાશ્રમથી કલોલ: ​રૂટની વિગત સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર સ્કૂલ, ખ-3, વાવોલ, વાવોલ-ઉવારસદ રોડ, ઉવારસદ, શેરથા, ઇફકો, સઈજ થઈને. ​5. પથિકાશ્રમ ટર્મિનલથી છત્રાલ ચોકડી કડી ​રૂટની વિગત ઘ-2, તારાપુર ક્રોસિંગ, ત્રિ-મંદિર, અડાલજ, ટોલ પ્લાઝા (NH), સાઈજ ગામ ક્રોસિંગ, નમસ્તે સર્કલ/કલોલ ગામ ક્રોસિંગ, ઓસ્વાલ ઇન્ડસ્ટ્રી સ્ટેન્ડ થઈને. ​6. પથિકાશ્રમથી ચાંદખેડા ​રૂટની વિગત ચ-3, ચ-2, ચ-0, ઇન્ફોસિટી સર્કલ, સરગાસણ, તારાપુર, અડાલજ, ત્રિ-મંદિર, ઝુંડાલ થઈને. ​7. પથિકાશ્રમથી IIT ગાંધીનગર ​રૂટની વિગત ઘ-3, ઘ-2, સરગાસણ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય સર્કલ, કુડાસણ, ગિફ્ટ સિટી, ધોળાકુવા સર્કલ, શાહપુર ગામ, પીપળજ ગામ થઈને. 8. પથિકાશ્રમથી ડભોડા
    Click here to Read More
    Previous Article
    જિલ્લા વિકાસ અધિકારીએ પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લીધી:બનાસકાંઠાના સુંઢા ગામે કૃષિ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું
    Next Article
    પૂનમના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથને પંચામૃતથી દિવ્ય સ્નાન કરાવાયું:108 પવિત્ર કળશ અને ફળોના રસથી ઠાકોરજીનો મહાઅભિષેક, આગામી 15 દિવસ ભક્તો દર્શન નહીં કરી શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment