Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદી દમણ પહોંચ્યા; રોડ શોમાં મોદી મોદીના નારા:હવે નમો એરપોર્ટ-હોસ્પિટલ સહિત રૂ. 3000 કરોડના 53 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

    1 week ago

    વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી આજે (5 જૂન) ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવ્યાં હતા. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘપ્રદેશ દમણની મુલાકાત આવી પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ દમણમાં રૂ. 3000 કરોડથી વધુના 53 વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ્સમાં નમો ડોમેસ્ટિક એરપોર્ટ અને નમો હોસ્પિટલનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દમણમાં ભવ્ય રોડ શો કર્યો હતો. જેમાં મોદી-મોદીના નારા લાગ્યા હતા. કુલ 38 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે 15 નવી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય દમણમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડીને સર્વાંગી વિકાસ કરવાનો છે. આજે લોકાર્પણ થશે તેવા મુખ્ય પ્રોજેક્ટ્સમાં નમો ડોમેસ્ટિક એરપોર્ટ, આધુનિક નમો હોસ્પિટલ, નવી સેક્રેટરીએટ ઓફિસ અને સુવિધાસભર સરકારી શાળાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ સ્થાનિકોને ઉત્તમ સ્વાસ્થ્ય અને શિક્ષણ સુવિધાઓ પૂરી પાડશે.
    Click here to Read More
    Previous Article
    YouTube live: Godi media vs online teachers
    Next Article
    રાસાયણિક ખાતર છોડી કુદરતી ખાતર અપનાવવા હાકલ:પાટણના ચંદ્રુમાણામાં રાસાયણિક ખાતરના ઉપયોગ અંગે શિબિર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment