Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝાલમુરી ભેટ આપી PM મોદીનું સ્વાગત:દમણને રૂ. 3000 કરોડના 53 પ્રોજેક્ટ્સની ભેટ આપશે; ટૂંક સમયમાં વિશાળ સભાને સંબોધશે

    1 week ago

    વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી આજે (5 જૂન) ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવ્યાં હતા. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘપ્રદેશ દમણની મુલાકાત આવી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દમણમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને મોદી-મોદીના નારા લગાવ્યાં હતા. રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એરપોર્ટ અને હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદી દમણને રૂ. 3000 કરોડના 53 પ્રોજેક્ટ્સની ભેટ આપશે. જેમાં કુલ 38 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે 15 નવી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય દમણમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડીને સર્વાંગી વિકાસ કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઈટ માર્કેટની મુલાકાત બાદ સભા સ્થળે પહોંચ્યા હતા. આજે લોકાર્પણ થશે તેવા મુખ્ય પ્રોજેક્ટ્સમાં નમો ડોમેસ્ટિક એરપોર્ટ, આધુનિક નમો હોસ્પિટલ ઉપરાંત નવી સેક્રેટરીએટ ઓફિસ અને સુવિધાસભર સરકારી શાળાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ સ્થાનિકોને ઉત્તમ સ્વાસ્થ્ય અને શિક્ષણ સુવિધાઓ પૂરી પાડશે.
    Click here to Read More
    Previous Article
    સાપુતારા ઘાટ પર BMW કારના સ્ટંટનો વીડિયો વાઈરલ:કાર ચાલકે જાહેર માર્ગ પર બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કર્યુ, પોલીસે ચાલક સામે તપાસ શરૂ કરી
    Next Article
    કોઠારિયામાંથી અઢી કિલો ગાંજા સાથે બે ઝડપાયા:વીરડા વાજડી ગામે નિવૃત્ત જમાદારના પુત્રની ઘરમાંથી કોહવાયેલી લાશ મળી, પિતાએ મોબાઈલ લેવાની ના પાડતા પુત્રએ એસિડ પીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment