Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM પોષણ યોજનામાં બજેટ કાપથી 27 લાખ કર્મચારીઓ પરેશાન:પગાર ચૂકવવા ગુજરાત રાજ્ય મધ્યાહ્નન ભોજન કર્મચારી મંડળની સરકારને રજૂઆત, સ્કૂલોના બાળકોનાં પૌષ્ટિક આહાર પર મોટું સંકટ!

    13 hours ago

    દેશભરની 10લાખથી વધુ શાળાઓનાં 11 કરોડ છાત્રોને અલ્પાહાર પૂરો પાડતી મધ્યાહ્નનભોજન યોજનામાં હાલ બજેટની તંગી અને સરકારની ઉદાસીનતાને લઈ લાખો બાળકોનાં પૌષ્ટિક આહાર પર મોટું સંકટ ઉભું થયું છે. એક તરફ વધતી જતી મોંઘવારી પ્રમાણે ગ્રાન્ટ ઉપરાંત માનદ વેતનમાં વધારો કરવામાં નહીં આવતા બાળકોને પૌષ્ટિક આહાર આપવો પડકારજનક બન્યો છે. ત્યારે બીજી તરફ 27 લાખથી વધુ રસોઈયા અને હેલ્પરો પણ આર્થિક શોષણનો ભોગ બની રહ્યા છે. ત્રણ મહિનાથી તેમનો પગાર પણ ચુકવવામાં નહીં આવતા ગુજરાત રાજ્ય મધ્યાહ્નન ભોજન કર્મચારી મંડળ દ્વારા રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી છે. તેમજ જો માંગો સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે. 'યોજનાનું સંચાલન ખોરવાઈ રહ્યું છે' મંડળના પ્રમુખ કિશોરચંદ્ર જોશીએ દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, 2006ની ગાઈડલાઈન મુજબ દર વર્ષે ગ્રાન્ટમાં 7.50%નો વાર્ષિક વધારો કરવો અનિવાર્ય છે. છતાં ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં આ નિયમ મુજબનો જરૂરી વધારો આપવામાં આવ્યો નથી. સરકારી અંદાજ મુજબ બજેટ ફાળવવામાં આવે છે પણ વાસ્તવિક ખર્ચમાં કાપ મૂકી કરોડો રૂપિયા બચાવી લેવાય છે, જેના કારણે યોજનાનું સંચાલન ખોરવાઈ રહ્યું છે અને છેલ્લા 3 મહિનાથી કર્મચારીઓને માનદ વેતન પણ મળ્યું નથી. 'મોંઘવારીમાં ઘર ચલાવવામાં મુશ્કેલી, કર્મચારીઓમાં રોષ' આ યોજનામાં સૌથી દુઃખદ બાબત છે કે, વર્ષ 1995માં રસોઈયા-કમ-હેલ્પર કર્મચારીઓનું માસિક માનદ વેતન માત્ર ₹ 1,000 નક્કી કરવામાં આવ્યું હતું. આજે 29 વર્ષથી વધુ સમય વિતી ગયો હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા માનદ વેતનમાં 1 રૂપિયાનો પણ વધારો કરવામાં આવ્યો નથી. મોંઘવારી કુદકે ને ભૂસકે વધી રહી છે ત્યારે આટલી મામુલી રકમમાં પરિવારનું ગુજરાન ચલાવવું અશક્ય બન્યું છે, જેનાથી કર્મચારીઓમાં ભારે રોષ અને માનસિક તણાવ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં મહારેલી અને ઉગ્ર આંદોલનની ચીમકી બાળકોના પોષણ માટે અપાતી રકમમાં મોટો ભેદભાવ સામે આવ્યો છે. રાજ્ય સરકારની ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર’ યોજના હેઠળ પ્રાથમિક શાળાના 6થી 14 વર્ષના બાળકના ભોજન માટે માત્ર ₹ 5 આપવામાં આવે છે, તો આંગણવાડીના નાના બાળકો માટે ₹ 8 ફાળવાય છે. આજના જમાનામાં રૂ. 5માં શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને પૌષ્ટિક ભોજન કઈ રીતે પીરસી શકાય? સરકારની આ નીતિના કારણે દેશના કરોડો નિર્દોષ બાળકોના આરોગ્ય અને પોષણ સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ અંગે કર્મચારી મંડળે સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે નિયમ મુજબ વાર્ષિક 7.50 ટકા ગ્રાન્ટ વધારો તુરંત મંજૂર થાય, કર્મચારીઓને લઘુત્તમ વેતનની જોગવાઈ મુજબ સન્માનજનક વેતન મળે અને બાકી નીકળતો પગાર તાત્કાલિક છૂટો કરવામાં આવે. સાથે પ્રતિ-બાળક ફાળવાતી રકમ પણ મોંઘવારી મુજબ વધારવામાં આવે. જો આ ન્યાયી માંગણીઓ ઉકેલવામાં નહીં આવે તો આગામી સમયમાં તાલુકા અને જિલ્લા સ્તરે આવેદનપત્રો આપી ગાંધીનગરમાં મહારેલી અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મનપાની સ્થાયી સમિતિના એજન્ડામાં 6 કામો:સમા-સાવલી બ્રિજની પહોળાઈ વધારવા 4.10 કરોડની દરખાસ્ત, પાણી પુરવઠાની લાઇન ખસેડવાની કામગીરીમાં ફેરફાર
    Next Article
    ट्रेनिंग से लेकर नौकरी की ऐसी हालत क्यों है?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment