Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:PMને ગાળો આપનાર છોકરીએ માફી માંગી; 'ભગવા' જર્સી વિવાદ પર હોકી ઈન્ડિયામાં બે ફાટા; સુરતમાં 24 ઇંચથી વધુ વરસાદ

    7 hours ago

    નમસ્તે, કોમનવેલ્થમાં ભારતે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. જંતર-મંતર વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપશબ્દો કહેતી 15 વર્ષની છોકરીનો વીડિયો સામે આવ્યો. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પૂર્ જેવી સ્થિતિ છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી વર્ચ્યુઅલી નશામુક્ત યુવા, વિકસિત ભારત સંકલ્પ અભિયાન શરૂ કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. કોમનવેલ્થ ગેમ્સ: ભારતે બોક્સિંગમાં પહેલીવાર 5 ગોલ્ડ જીત્યા:પ્રીતિ, જાસ્મિન, સાક્ષી, પ્રિયા અને અરુંધતી ચેમ્પિયન બની; અત્યાર સુધીમાં 34 મેડલ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સરોએ ઇતિહાસ રચ્યો છે. ભારતે પહેલીવાર એક જ ગેમ્સમાં 7 બોક્સિંગ ગોલ્ડ જીત્યા છે. શનિવારે પ્રીતિ પવાર, જાસ્મિન લાંબોરિયા, સાક્ષી ચૌધરી, પ્રિયા ઘંઘાસ અને અરુંધતિ ચૌધરી મહિલાઓમાં ચેમ્પિયન બની. સચિન સિવાચ અને અંકુશ પંઘાલે પુરુષોમાં ગોલ્ડ જીત્યો. લવલીના બોરગોહેન અને જાદુમણિને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો 2. PMને ગાળો આપનાર છોકરીએ માફી માંગી:કહ્યું- હું 15 વર્ષની છું, આ મારી પહેલી અને છેલ્લી ભૂલ; દીપકેએ કહ્યું- શું સરકાર કેસ પાછો ખેંચશે? જંતર-મંતર પર પીએમ મોદીને ગાળો આપનાર છોકરીએ માફી માગી લીધી છે. તેણે વીડિયો મેસેજમાં કહ્યું, ‘હું ફક્ત 15 વર્ષની છું, આ મારી પહેલી અને છેલ્લી ભૂલ હતી. હું ભ્રમિત થઈ ગઈ હતી.’ આ દરમિયાન કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ શનિવારે પૂછ્યું, ‘શું સરકાર કેસ પણ પાછો ખેંચી લેશે.’ પીએમએ શુક્રવારે રાત્રે ઇન્સ્ટાગ્રામ પર રીલ શેર કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું, ‘મને અને મારી માતાને ગંદી-ગંદી ગાળો આપનાર બાળકોને માફ કરવા માંગુ છું.’ જંતર-મંતર પર પીએમને ગાળો આપનાર છોકરીએ હવે જાહેરમાં માફી માંગી લીધી છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં તે હાથ જોડીને પોતાના નિવેદન પર માફી માંગતી જોવા મળી રહી છે. કહી રહી છે કે હું 15 વર્ષની છું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી:યુપીમાં 9 મકાનો નદીમાં સમાયા; એમપી, બિહાર સહિત 3 રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ, આસામમાં 82નાં મોત હવામાન વિભાગ (IMD) એ શનિવારે ગુજરાતના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં વીજળી પડવાની, 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાવાની અને 0.59 ઈંચથી વધુ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે, ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ભારે વરસાદ અને ગાઢ ધુમ્મસને કારણે શ્રદ્ધાળુઓની યાત્રા પડકારજનક બની ગઈ છે. હવામાન વિભાગની ચેતવણી બાદ જિલ્લા વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના બલિયામાં સરયૂ નદીના ધોવાણથી એક જ દિવસમાં 9 મકાનો નદીમાં સમાઈ ગયા. મધ્યપ્રદેશમાં અત્યાર સુધી વરસાદનો કોટા લગભગ પૂરો થઈ ગયો છે. જોકે, જૂનમાં ઓછો વરસાદ થવાને કારણે હજુ પણ રાજ્યમાં સામાન્ય કરતાં 13% ઓછો વરસાદ નોંધાયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. રાહુલ બોલ્યા- વિદ્યાર્થીઓને પીએમની માફીની જરૂર નથી:તેના બદલે તેમણે માફી માંગવી જોઈએ; NEETમાં જીવ ગુમાવનારા બાળકોના પરિવારજનોને મળ્યા રાહુલ ગાંધીએ શનિવારે ચેન્નઈમાં વિદ્યાર્થીઓ અને NEETમાં જીવ ગુમાવનારા બાળકોના પરિવારજનો સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું - વિદ્યાર્થીઓને પીએમની માફીની જરૂર નથી, પરંતુ તેમણે વિદ્યાર્થીઓ પાસેથી માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું, ‘માતા-પિતાને પોતાનાં બાળકનો શોક મનાવતા જોવા કરતાં વધુ પીડાદાયક કંઈ હોઈ શકે નહીં. NEET પેપર લીક થયા પછી ન તો પીએમ પીડિત માતા-પિતાને મળ્યા છે અને ન તો કોઈ એવા વિદ્યાર્થી સાથે બેઠા છે જેનું ભવિષ્ય પેપર લીકના કારણે છીનવાઈ ગયું છે.’ રાહુલનું આ નિવેદન પીએમ મોદીના બાળકોને માફ કરવાના નિવેદન પછી આવ્યું છે. પીએમએ શુક્રવારે રાત્રે 11 વાગ્યે વીડિયો જાહેર કરીને કહ્યું હતું, ‘જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન કેટલાક બાળકોએ મને અને મારી માતાને અપશબ્દો કહ્યા હતા, પરંતુ હું તે બાળકોને માફ કરવા માંગુ છું, કારણ કે બાળપણ ભૂલ સુધારવાનો સમય હોય છે.’ વાંચો સંપૂર્ણ સમાચાર 5. 'ભગવા' જર્સી વિવાદ પર હોકી ઈન્ડિયામાં બે ફાટા:પ્રમુખ દિલીપ ટિર્કીએ પોતાની જ સંસ્થા પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- મને અંધારામાં રાખવામાં આવ્યો ભારતીય હોકી ટીમની જર્સીનો રંગ વાદળીથી નારંગી કરવામાં આવતા વિવાદ વધુ ઘેરો બન્યો છે. હવે હોકી ઇન્ડિયાના અધ્યક્ષ દિલીપ ટિર્કીએ જર્સીનો રંગ બદલવા પર ફેડરેશનના અધિકારીઓ પાસેથી લેખિત જવાબ માંગ્યો છે. ટિર્કીનો આરોપ છે કે આ નિર્ણય તેમની અને એક્ઝિક્યુટિવ બોર્ડની મંજૂરી વિના લેવામાં આવ્યો હતો. ઓડિશા સરકારે પણ ટિર્કી પાસેથી આ મામલે સ્પષ્ટતા માંગી છે. તાજેતરમાં હોકી ઇન્ડિયાએ આવતા મહિને યોજાનાર હોકી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ કરી. આ પછી ઘણા પૂર્વ ખેલાડીઓ અને હોકી સાથે સંકળાયેલા લોકોએ આ બદલાવ પર સવાલો ઉઠાવ્યા. હોકી ઇન્ડિયાએ 27 જુલાઈએ ભારતીય ટીમની નારંગી રંગની નવી જર્સી લોન્ચ કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ઇડરમાં કાર હોડીની જેમ વહી ગઈ:મોરબીમાં 8 ઇંચ વરસાદ; સુરતમાં ઘૂંટણસમા પાણીમાંથી અંતિમયાત્રા નીકળી, મીઠી ખાડી ઓવરફ્લોની તૈયારીમાં સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં 247 તાલુકમાં સૌથી વધુ મોરબીમાં 8.66 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરેન્દ્રનગરના લખતરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. લીલાપુર ગામમાં એકબાજુ ઉમઈ નદીના પાણી અને બીજી તરફ રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં સંપર્કવિહોણું બન્યું છે. લીલાપુર ગામ મુખ્ય માર્ગ પર હોવાથી માર્ગ બંધ થતાં આગળ આવેલા કારેલા, ઈંગરોળી અને સવલાણા સહિતના ગામોનો પણ તાલુકા મથક લખતર સાથેનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં આજ સવારના 6 વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 23.17 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના સરેરાશ વરસાદના 64.76% જેટલો થાય છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91.35% વરસાદ નોંધાયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સૂતેલી માતાને ગળે ટૂંપો આપી દીકરાએ ગળાફાંસો ખાધો:સુસાઇડ નોટમાં લખ્યું- શેરબજારમાં 40 લાખનું દેવું થતા મમ્મીને કહી શકું તેમ નથી; સુરતમાં પાટીદાર યુવક હેવાન બન્યો સુરતમાં વરાછાના અશ્વિનીકુમારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એ.કે. રોડ પર આવેલી રૂપમ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય પાટીદાર યુવકે શેરબજારમાં અંદાજે રૂ. 40થી 50 લાખનું જંગી દેવું થઈ જતાં પોતાની 63 વર્ષીય માતાની ગળે ટૂંપો આપી દઈ નિષ્ઠુરતા પૂર્વક હત્યા કરી નાખી હતી. માતાનો જીવ લીધા બાદ યુવકે પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઉલ્લેખનીય છે કે યુવકે અઢી-ત્રણ મહિના પહેલા જ સ્ટેશનરીની નોકરી છોડી મીની બજારમાં શેરબજારની પોતાની સ્વતંત્ર ઓફિસ શરૂ કરી હતી. મૃતક જતીન સોનાણી મૂળ તેના નાના કાકા ત્રિભુવનભાઈનો પુત્ર હતો. જ્યારે તે માત્ર 6 મહિનાનો હતો ત્યારે નિઃસંતાન મોટા પપ્પા જગદીશભાઈ અને તેમના પત્ની ભાનુબેને તેને દત્તક લીધો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : કાશ્મીરમાં છત્તીસગઢના હિંદુ મજૂરોની નામ પૂછીને હત્યા:લશ્કર આતંકવાદી પર શંકા; અનંતનાગમાં કોન્સ્ટેબલની હત્યામાં પણ તેનું નામ આવ્યું હતું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : નેપાળના પ્રખ્યાત પર્વતારોહક નિર્મલ પુર્જાનું પાકિસ્તાનમાં મોત:બ્રોડ પીક પર ચઢાણ દરમિયાન 7 હજાર ફૂટ ઊપર દુર્ઘટના, હિમપ્રપાતમાં જીવ ગયો; 6 મહિનામાં 14 શિખર સર કર્યા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : દાન ચોરીનું 'નાટક' કરવા બદલ રાહુલ-પપ્પુ યાદવ સામે FIR:લખનઉમાં હિન્દુવાદી નેતાએ કહ્યું- પપ્પુ યાદવનું માથું લાવનારને 51 લાખ આપીશ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : નેતન્યાહુની મુશ્કેલી વધી- ટ્રમ્પને ખુશ કરવા કે ખુરશી બચાવવી:ગાઝામાંથી સેના હટાવવાના નિર્ણય પર ઇઝરાયલમાં વિરોધ, 2 મહિના પછી ચૂંટણી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : અદાણી CNGના ભાવ વધ્યા, પ્રતિ કિલો રૂ. 94.02 થયાં:કોમર્શિયલ સિલિન્ડર 200 રૂપિયા સસ્તો થયો, ઓગસ્ટમાં બેંક, તત્કાલ ટિકિટ, CKYC 2.0માં થયા મોટા ફેરફાર વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : પાકિસ્તાની કેપ્ટનને ગળે મળી ભારતની સ્ટાર ક્રિકેટર જેમિમાહ, VIDEO:મેચ પછી હેન્ડશેક પણ કર્યો; થોડી સેકન્ડના આ દ્રશ્ય કેમેરામાં કેદ થયા, જોતજોતામાં વાઇરલ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : તમામ રાશિ માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે?:વૃષભ, સિંહ સહિત ચાર રાશિને કરિયર અને પરીક્ષામાં મળશે મોટી સફળતા; કન્યા-કુંભ રાશિએ બિનજરૂરી ખર્ચથી બચવું વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ દોઢ મિનિટમાં છોકરા-છોકરીના લગ્ન ઉત્તર પ્રદેશના ગોંડામાં ગામલોકોએ દોઢ મિનિટમાં છોકરા અને છોકરીના મંદિરમાં લગ્ન કરાવી દીધા. ગામલોકોએ બંનેને મળતા પકડી લીધા હતા, જેના પછી તેમના ઘરવાળાઓને બોલાવવામાં આવ્યા અને મંદિરમાં લગ્ન કરાવી દેવામાં આવ્યા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગુજરાત એક્સપ્લેનર : ડામર રોડમાં થિંગડાં મારીને સરકાર કંટાળી: આખા ગુજરાતમાં સિમેન્ટ રોડ બનાવાય તો 30 વર્ષ નીકળી જાય, શું પ્લાન સફળ થશે; ગોંડલના રાજા પાસેથી શિખવા જેવી બે વાત 2. સિંહો ગીરની બહાર કેમ નીકળ્યા?: જંગલ નાનું નથી પડતું પણ મેદાનને બદલે ઝાડ વધ્યા, શિકાર મળતો બંધ થયો એટલે શહેર તરફ કૂચ કરી, જાણો પહેલીવાર ચોંકાવનારું રહસ્ય 3. પારકી પંચાત : 'આ લુખ્ખાઓ બધા....': આન્ટીનો બાટલો ફાટ્યો, ભાજપના કાર્યકરો પર લાલઘૂમ, વરસાદની વોર્નિંગે આખું ગુજરાત માથે લીધું, આગાહીકારોનો દાવ થઇ ગયો 4. સ્પાય ફાઈલ્સ : પાકિસ્તાની સેનાએ ગેંગરેપ કર્યો, હજારો બંગાળી મહિલાઓ ગર્ભવતી થઈ: ઈન્દિરા ગાંધીએ કહ્યું- આપણે યુદ્ધ કરીશું, સેના પ્રમુખે જવાબ આપ્યો- હાર નક્કી છે; પાર્ટ-1 5. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : બેંક કર્મચારીઓ ફ્રોડ માટે ખાતા ખોલી રહ્યા છે: 50 હજારમાં સેવિંગ અને કરંટ એકાઉન્ટ, ફ્રીઝ થતા જ ખોલાવી આપવાનો દાવો, 35 બેંકો સાથે કનેક્શન 6. આજનું એક્સપ્લેનર: રકુલ પ્રીત જેવી તો નહોતી શૂર્પણખા, રાવણ અને સીતાની કાસ્ટિંગ પર પણ ડિબેટ; અસલમાં કેવા દેખાતા હતા રામાયણના પાત્રો? ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: મિલકતનો વિવાદ તુલા રાશિની તરફેણમાં રહેશે, મિથુન અને મકર રાશિને ચારેય તરફથી સફળતા મળશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    પેરુમાં ટૂરિસ્ટ પ્લેન ક્રેશ, ક્રૂ સહિત 13ના મોત:2000 વર્ષ જૂની નાઝકા લાઇન્સ જોવા ગયા હતા; મૃતકોની ઓળખ થઈ શકી નથી
    Next Article
    Happy Friendship Day 2026: Heartwarming Wishes, Messages, WhatsApp Status & Insta Captions

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment