Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે 'વારાણસીથી વડનગર સેવા યાત્રા'નો સમાપન સમારોહ:સભામાં PM મોદી વર્ચ્યુઅલી જોડાશે, ડોમમાં 20 હજાર લોકો બેસી શકશે, 500 બાઇકર્સે લાવેલા ગંગા જળથી હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક

    1 day ago

    PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રારંભ થયેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આયોજિત 'વારાણસીથી વડનગર સેવા યાત્રા'નો આજે 7 ઓક્ટોબરે વડનગર ખાતે ભવ્ય સમાપન કાર્યક્રમ છે. પ્રધાનમંત્રીના સંસદીય ક્ષેત્ર વારાણસી અને માતૃભૂમિ વડનગરને જોડતી આ સેવા યાત્રા માત્ર એક પ્રવાસ નહીં પરંતુ સેવા, સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિના સંગમ સમાન બની રહેશે. આ સમાપન સમારોહ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી, ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી તેમજ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો તથા ધારાસભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. વડનગર સ્થિત સાતસો સમાજની વાડી ખાતે બપોરે 4 કલાકે આ મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સભામાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે. વિશાળ ડોમ, 20 હજારથી પણ વધુ લોકો બેસી શકશે હાલમાં આ ભવ્ય કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને ગઈકાલે આખરી ઓપ અપાયો હતો. વિશાળ ડોમની અંદર અંદાજે 20 હજારથી પણ વધુ લોકો બેસી શકે તેટલી ખુરશીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગઈકાલે વિવિધ વિભાગોના કર્મચારીઓ સાથે સાતસો સમાજની વાડી ખાતે સતત બેઠકોનો દોર યોજાયો હતો. 6 ઓક્ટોબરે 500 બાઇકર્સ વડનગર આવી પહોંચ્યા હતા સેવા યાત્રાના ભાગરૂપે વારાણસીથી પ્રસ્થાન થયેલા 500 જેટલા બાઇકર્સ ગઈકાલે(6 ઓક્ટોબર) વડનગર આવી પહોંચ્યા હતાં. સાંજે આ તમામ બાઇકર્સ ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે આયોજિત ભવ્ય મહાઆરતીમાં સહભાગી થયા. વારાણસીથી લાવેલા પવિત્ર જળથી હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક આત્મીયતા અને લોકભાગીદારીના ઉદાહરણરૂપે વારાણસીથી આવેલા તમામ બાઇકર્સ વડનગરના સ્થાનિક પરિવારોના ઘરે આતિથ્ય માણ્યું અને ત્યાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. આજે 7 ઓક્ટોબરે સવારે 8 વાગ્યે આ બાઈકર્સ વારાણસીથી લાવેલા પવિત્ર ગંગા જળથી વડનગરના આસ્થાના કેન્દ્ર સમાન પ્રાચીન હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કર્યો હતો. ત્યારબાદ તેઓ સ્થાનિક પરિવારો સાથે બેસીને વડાપ્રધાનના ‘સેવા જ્યોતિ યાત્રા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળશે. વૃક્ષારોપણ, ‘એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ’ની મુલાકાત બપોરે 12:30 કલાકે તમામ બાઇકર્સ વડનગર સાયન્સ કોલેજ ખાતે એકત્રિત થઈને સામૂહિક વૃક્ષારોપણ કરશે અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપશે. વૃક્ષારોપણ બાદ તેઓ વડનગરના ભવ્ય ઈતિહાસ અને પ્રાચીન અસ્મિતાની ઝાંખી કરાવતા ‘એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ’ (અનંત અનાદિ વડનગર)ની મુલાકાત લઈને વડનગરના ભૂતકાળથી માહિતગાર થશે. મુખ્ય સમાપન સમારોહ સાતસો સમાજની વાડીમાં યોજાશે ત્યારબાદ તમામ અતિથિઓ અને સ્થાનિક નગરજનો સાતસો સમાજની વાડી ખાતે યોજાનાર મુખ્ય સમાપન સમારોહમાં હાજરી આપશે અને એક સભા યોજાશે. વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમના સુચારુ સંચાલન માટે ગઈકાલે જ તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    IIT બોમ્બે- નકલ કરતા ઝડપાઈ જવા પર સીધી કાર્યવાહી નહીં:પહેલા વિદ્યાર્થીનો પક્ષ સાંભળશે, નવો ડ્રાફ્ટ તૈયાર; સાહિલ આત્મહત્યા કેસ બાદ નિર્ણય
    Next Article
    લક્ષ્મણ હવે દરેક સિલેક્શન મિટિંગમાં સામેલ થશે:આનાથી કોમ્યુનિકેશન ગેપ દૂર થશે; ઈન્જરી-ફિટનેસની માહિતી સીધી મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment