Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરાશે:રાજકોટ મનપાએ 18 વોર્ડમાં 36 સ્થળે વ્યવસ્થા ઉભી કરી; ખર્ચ ઘટાડવા દિવાળી કાર્નિવલ 5 નહીં 3 દિવસ, 6 ફ્લોટ્સ સાથેનો ટેબ્લો-ફૂડકોર્ટ આકર્ષણનું કેન્દ્ર

    11 hours ago

    લોખંડી પુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે ઉજવાનાર "રાષ્ટ્રીય એકતા દિવસ" અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરાયું છે. કેવડિયા ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમનું રાજકોટ શહેરના તમામ 18 વોર્ડમાં કુલ 36 સ્થળોએ જીવંત પ્રસારણ કરવામાં આવશે. સાંજે 5:30 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી પરેડ અને સાંજે 7:10 કલાકે વડાપ્રધાન મોદીના ઉદબોધનનું લાઈવ પ્રસારણ કરાશે. નાગરિકો સરળતાથી આ કાર્યક્રમ નિહાળી શકે તે માટે મનપા દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વોર્ડ 1 થી 3 માં ધરનગર મંદિર, સરકારી સ્કૂલ નં. 90 પાસેનો બગીચો, એરપોર્ટ રોડ સ્થિત સરસ્વતી શિશુ મંદિર સ્કૂલ, બજરંગવાડી શાળા નં. 59, શિવાજી કોમ્યુનિટી હોલ અને મહાદેવ પ્રા.શાળા નં. 44 ખાતે વ્યવસ્થા થઈ છે. તે રીતે, વોર્ડ 4 થી 6 માં વેલનાથ પ્રા. શાળા, ભગવતીપરા શાળા નં. 100, પંડિત દીનદયાળ અને નેહરુ કોમ્યુનિટી હોલ સહિતની શાળાઓમાં, વોર્ડ 7 થી 9 માં શાળા નં. 19, કિશોરસિંહજી સ્કૂલ, સોજીત્રા નગર વોર્ડ ઓફિસ સામે, શાળા નં. 81/એ, તુલસીબાગ અને પાટીદાર પેન્થર ગ્રાઉન્ડ ખાતે ઉપરાંત વોર્ડ 10 થી 18માં પુષ્કર ધામ મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, બેકબોન હોલ, કાંતિભાઈ વૈધ હોલ, રંગીલા હનુમાન મંદિર અને પુરુષાર્થ સોસાયટી મંદિર સહિતના કુલ 36 સ્થળોએ નાગરિકો માટે વ્યવસ્થા કરાઈ છે. મનપાના પદાધિકારીઓ દ્વારા તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાવા અનુરોધ કરાયો છે. ખર્ચ ઘટાડવા 5ને બદલે 3 દિવસનો દિવાળી કાર્નિવલ રાજકોટ મનપા દ્વારા દીપોત્સવી પર્વને રંગેચંગે ઉજવવા સાથે ખર્ચ ઘટાડવા અગાઉના 5 દિવસના આયોજનને બદલે તા. 6 થી 8 નવેમ્બર દરમિયાન માત્ર 3 દિવસનો દિવાળી મીની કાર્નિવલ યોજવામાં આવશે. ધનતેરસની સાંજે 6 વાગ્યાથી રેસકોર્સ રીંગરોડ ઉપર રંગબેરંગી રોશનીના ઝગમગાટ સાથે આ ઉત્સવનો પ્રારંભ થશે, તથા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસીય ફૂડ ફેસ્ટિવલ શરૂ થશે જેમાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ માણવા મળશે. આ કાર્નિવલમાં 6 ફ્લોટ્સનો ટેબ્લો અને ફૂડકોર્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે. ધનતેરસે કાર્નિવલનાં ઉદ્ઘાટન બાદ ભવ્ય આતશબાજી યોજાશે. તા. 7 ના રોજ કાળી ચૌદસ નિમિત્તે સાંજે 07 વાગ્યે રંગોળી સ્પર્ધા યોજાશે અને 6 આકર્ષક ફ્લોટ્સ સાથેના ટેબ્લો કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્નિવલના 6 ફ્લોટ્સ અને સ્વાદિષ્ટ ફૂડકોર્ટ શહેરીજનો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉપરાંત ધનતેરસની સાંજે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આતશબાજી સાથે આધુનિક લેસર શોનું પણ આયોજન કરાયું છે, જે નાગરિકોની દિવાળીની રજાઓને વધુ યાદગાર બનાવશે.
    Click here to Read More
    Previous Article
    ઈસરોના નેવિગેશન સેટેલાઈટ NVS-03નું લોન્ચિંગ સફળ રહ્યું:1999માં કારગિલ યુદ્ધમાં અમેરિકાએ મદદ ન કરી, ભારતે પોતાનું GPS બનાવી લીધું
    Next Article
    बिजनौर के गांव बेगावाला में सुनार ने पुलिस को दी झूठी खबर, पुलिस ने सुनार को भेजा जेल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment