Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇઝરાયલના PM બોલ્યા- ભારતીય પાઇલટની બહાદુરીને સલામ:તે સાચો હીરો, 174 લોકોના જીવ બચાવ્યા; ઘાયલ હોવા છતાં વિમાનને ક્રેશ થતું અટકાવ્યું

    6 hours ago

    ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વિમાન દુર્ઘટના અટકાવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરીની પ્રશંસા કરી છે. નેતન્યાહૂએ X પરની પોસ્ટમાં લખ્યું કે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં મચ્છારે હુમલાખોરનો સામનો કર્યો. તેઓ સાચા હીરો છે. ઇઝરાયલી PMએ કહ્યું- કેપ્ટન સ્મિતે કોકપિટનો દરવાજો ખોલવામાં મદદ કરી, જેના કારણે મુસાફરો અને ક્રૂએ હુમલાખોરને કાબૂમાં લઈ લીધો. કેપ્ટનના કારણે 174 લોકોના જીવ બચ્યા. તેમાં ઇઝરાયલી નાગરિકો ઉપરાંત અન્ય દેશોના લોકો પણ સામેલ હતા. હકીકતમાં, બુધવારે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં ઉડાન દરમિયાન ભારતીય પાયલટ સ્મિત પર તેમના કો-પાયલટે છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન વિમાન આશરે 34 હજાર ફૂટની ઊંચાઈ પરથી અચાનક 17 હજાર ફૂટ નીચે આવી ગયું. બાદમાં વિમાનનું સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. છરી મારવાની ઘટના પહેલાં બંને પાઇલટો વચ્ચે મારામારી થઈ હતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં આ ઘટના બુધવારે સવારે લગભગ 9 વાગ્યે બની હતી. વિમાનમાં 174 મુસાફરો સવાર હતા, જેમાં 27 બાળકો સામેલ હતા. મોટાભાગના મુસાફરો ઇઝરાયલી હતા. અહેવાલો અનુસાર, હુમલા પહેલાં બંને પાઇલટો વચ્ચે મારામારી થઈ હતી. ત્યારબાદ કો-પાયલોટે ભારતીય કેપ્ટન સ્મિત પર ચાકુ વડે હુમલો કર્યો અને વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો. એક મુસાફર અને ક્રૂ મેમ્બર કોઈક રીતે કોકપિટ સુધી પહોંચવામાં સફળ થયા. ત્યારબાદ અન્ય ક્રૂ મેમ્બર પણ કોકપિટમાં પહોંચ્યા અને વિમાનને સુરક્ષિત રીતે ઉતારવામાં મદદ કરી. જોકે, મુસાફર અને ક્રૂ મેમ્બર ફ્લાયદુબઈના કોકપિટમાં કેવી રીતે ઘૂસ્યા તે હજુ સ્પષ્ટ નથી, કારણ કે કોકપિટના દરવાજા બળજબરીથી ખોલવાના પ્રયાસોને રોકવા માટે મજબૂત બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ઉડાન દરમિયાન સુરક્ષાના કારણોસર કોકપિટનો દરવાજો લૉક રહે છે. 11 સપ્ટેમ્બર, 2001ના આતંકવાદી હુમલા બાદ આ વિમાન સુરક્ષાનો નિયમ બની ગયો હતો. બંને પાઇલટ ઘાયલ, કેપ્ટન સ્મિતની સ્થિતિ સ્થિર એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા મુજબ, બંને પાઇલટ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. કેપ્ટન સ્મિતની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાના અનેક વીડિયો પણ સામે આવ્યા છે. એક વીડિયોમાં વિમાન ઝડપથી હલતું જોવા મળ્યું. જ્યારે બીજા વીડિયોમાં હુમલાખોરને કાબૂમાં લીધા બાદ વિમાનમાં બેઠેલા મુસાફરો તાળીઓ પાડીને ખુશી મનાવતા જોવા મળ્યા. ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું કે જે સહ-પાયલોટે સ્મિત પર હુમલો કર્યો હતો, તે ઓમાનનો નાગરિક હતો. ઇઝરાઇલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પાયલટની હિંમતથી મોટી ઘટના ટળી ગઈ. નહિતર 2001માં બનેલી અમેરિકાની 9/11 જેવી ઘટના બની શકતી હતી. ઇઝરાયલી ડેન્ટિસ્ટે કેપ્ટન સ્મિતની મદદ કરી વિમાનમાં સવાર મુસાફરોને થોડા સમય માટે લાગ્યું કે તેઓ જીવતા નહીં બચે. એક મુસાફરે AFPને જણાવ્યું કે, “બધાને લાગ્યું કે હવે આપણે મરવાના છીએ.” વિમાનમાં હાજર કેટલાક લોકોએ પણ સમજદારીથી કામ લીધું, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. વિમાનમાં સાદા વસ્ત્રોમાં બે રિલીફ પાયલટ હાજર હતા, જેમણે બાદમાં વિમાનને સંભાળી લીધું. જ્યારે મુસાફરોએ હુમલાખોરને કોકપિટથી દૂર કરવામાં મદદ કરી. બીજી તરફ, કેપ્ટન સ્મિતની મદદ વિમાનમાં હાજર એક ડેન્ટિસ્ટે કરી. તેમણે ઘાયલ પાયલટની વિમાનમાં જ સારવાર કરી અને તેમનો જીવ બચાવ્યો. કેપ્ટન સ્મિત સ્પાઇસજેટમાં 11 વર્ષ સુધી પાઇલટ રહી ચૂક્યા છે ફ્લાયદુબઈમાં જોડાતા પહેલાં સ્મિતે 11 વર્ષથી વધુ સમય સુધી સ્પાઇસજેટમાં કામ કર્યું હતું. અહીં તેમણે 9,500 કલાકથી વધુ ઉડાન ભરી હતી. તેમાંથી 6,400 કલાકથી વધુ સમય વિમાનના મુખ્ય પાઇલટ એટલે કે પાઇલટ-ઇન-કમાન્ડ તરીકે વિતાવ્યો હતો. જૂન 2022માં તેમણે ફ્લાયદુબઈમાં જોડાયા હતા. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, તેમને કોમર્શિયલ વિમાન ઉડાવવાનો 13 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે બોઇંગ 737 વિમાનો પર આશરે 9,750 કલાક ઉડાન ભરી છે. આ ઉપરાંત તેઓ પાઇલટ્સની તાલીમ, તેમની તપાસ અને તેમને કામ દરમિયાન માર્ગદર્શન આપવાનું કામ પણ કરતા હતા। પોડકાસ્ટમાં જણાવ્યું- અભ્યાસ દરમિયાન પાઇલટ બનવાનો વિચાર આવ્યો ગયા વર્ષે ઑક્ટોબરમાં કેપ્ટન સ્મિતે CS જલક મહેતા નામની યુટ્યુબ ચેનલ સાથે પોડકાસ્ટ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું, સ્કૂલિંગ પછી ફેમિલી બિઝનેસ સંભાળવા માટે મેં મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો. પરંતુ આ જ દરમિયાન હું એવિએશન સંબંધિત એક સેમિનારમાં ગયો, ત્યાં જ મેં પહેલીવાર પાઇલટ બનવાનું વિચાર્યું. આગળ તેમણે જણાવ્યું, ‘મારી પહેલી કમર્શિયલ ફ્લાઇટ બેંગલુરુથી દિલ્હી માટેની હતી.’ 10 પોઈન્ટ્સમાં જાણો વિમાનમાં શું-શું થયું
    Click here to Read More
    Previous Article
    Aries Tarot Card Rashifal: ननिहाल के कार्यक्रम में शामिल होने की तैयारी, अनुबंध पर हस्ताक्षर से पहले जांच-पड़ताल करें
    Next Article
    Tata Trusts Moves Charity Commissioner With Caveats After Venu Srinivasan's Complaint

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment